આ જાણીતી કંપનીના શેરે રોકાણકારોને ફક્ત 1 જ મહિનામાં કરી દીધા માલામાલ, આપ્યું ડબલ કરતા પણ વધુ વળતર… જાણો રોકાણમાં કેટલો ફાયદો છે…

મિત્રો તમે સૌ અદાણી ગ્રુપ વિશે જાણતા હશો. શેર બજારમાં પણ તેનું મોટું નામ છે અને લોકો પોતાના પૈસા અદાણી ગ્રુપમાં રોકાવાનું પસંદ કરતા હોય છે. કેમ કે આ સમૂહ લાંબા સમયે તમને સારું એવું રિટર્ન આપે છે. આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવશું જેમાં રોકાણકારો માલામાલ થયા છે.

અદાણી સમૂહની થર્મલ પાવર કંપની અદાણી પાવરના શેરે 1 મહિનામાં પોતાના રોકાણકારોને ડબલથી વધારે ફાયદો આપ્યો છે. કંપનીના શેર લગભગ 1 મહિના પહેલા 123.75 રૂપિયા પર હતા જે, શુક્રવારે 259.20 રૂપિયા પ્રતિ શેરે પહોંચ્યા છે. આજે પણ આ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી ગયું છે.

તેણે દેશમાં બજાર પૂંજીકરણની બાબતમાં ટોપ-50, સૌથી મૂલ્યવાન કંપનીઓની સૂચિમાં પણ પ્રવેશ કરી લીધો છે. ડેટા પરથી ખબર પડે છે કે, ડાબર ઈન્ડિયા અને રિયલ એસ્ટેટ પ્રમુખ ડીએલએફને પછાડીને અદાણી પાવર કુલ બજાર પૂંજીકરણની બાબતમાં 49 માં સ્થાને પહોંચી ગયું છે.

ટોપ-50 માં અદાણી સમૂહની છઠ્ઠી કંપની : આ અદાણી સમૂહની છઠ્ઠી કંપની છે, જે 50 સૌથી મૂલ્યવાન સૂચીબદ્ધ કંપનીઓમાં સમાવિષ્ટ છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈસ, અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક જોન ટોપ 50 માં સમાવિષ્ટ અદાણી સમૂહની અન્ય કંપનીઓ છે. આ બધી કંપનીઓનું બજાર પૂંજીકરણ 1 ટ્રિલિયન રૂપિયાથી વધારે છે. તે હાલમાં જ સૂચીબદ્ધ થયેલ અદાણી વિલ્મર 94,493 કરોડ રૂપિયાના માર્કેટ કૈપ સાથે સમગ્ર રેંકિંગમાં 52 માં સ્થાન પર છે.

કંપનીનું પ્રદર્શન : અદાણી પાવરે ગયા વર્ષે 22 ની ત્રીજી ત્રિમાસીમાં 218.49 કરોડ રૂપિયાના સમેકિત શુદ્ધ લાભ દર્જ કર્યું હતું. જ્યારે સમાન અવધિમાં તેનાથી પાછલા વર્ષે કંપનીને 288.74 કરોડ રૂપિયાની ઘાત પડી હતી. તેમજ, દર વર્ષના આધારે કંપનીની કુલ 5,593.58 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે પાછલા વર્ષની સમાન અવધિમાં આ 7,099.20 કરોડ રૂપિયા હતી.

1 લાખ કરોડ રૂપિયા વાળા ક્લબમાં સમાવિષ્ટ થવા તૈયાર : અદાણી પાવર ભારતમાં સૌથી મોટી નિજી થર્મલ પાવર ઉત્પાદક છે. કંપની પાસે ગુજરાતમાં 40 મેગાવોટ અને ઉર્જા સંયંત્ર સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં છ વીજળી સંયંત્રોમાં ફેલાયેલા 12,410 મેગાવોટની એક સ્થાપિત થર્મલ પાવર ક્ષમતા છે. અદાણી પાવર પણ 1 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૈપ વાળી કંપનીના ક્લબમાં સમાવિષ્ટ થવા માટે તૈયાર છે. બીએસઈના આંકડા પરથી ખબર પડે છે કે, કંપનીની માર્કેટ કૈપ 89,433 કરોડ રૂપિયા છે. નોંધપાત્ર છે કે અન્ય પાવર શેરમાં પણ તેજી બનેલી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment