500 રૂપિયાથી પણ ઓછો ખર્ચ અને ફાયદાઓ અનેક, PM મોદીની આ સ્કીમનો ઉઠાવો લાભ.

ભારતીય રાજનીતિની દિશા બદલનાર ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હાલમાં દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાય છે. પ્રધાનમંત્રીને લોકપ્રિયતાના શિખરે પહોંચાડવામાં દેશની આમ જનતા સાથે સંબંધિત યોજનાઓની એક ખાસ ભૂમિકા રહી છે. પીએમ મોદીની ઘણી એવી યોજનાઓ છે જે ખુબ સામાન્ય રકમમાં તમારી જિંદગીને સિક્યોર કરી શકે છે. તમે માત્ર 500 રૂપિયામાં પણ પીએમ મોદીની 5 મોટી યોજનાનો લાભ ઉઠાવી શકો છો. તો ચાલો જાણીએ આખરે તે પાંચ યોજનાઓ કંઈ કંઈ છે.

સૌથી પહેલા વાત કરીએ 12 રૂપિયાની સ્કીમ : તો તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા વર્ષ 2015 માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા નામથી એક સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વર્ષે 12 રૂપિયાના ખર્ચે તમે 2 લાખ રૂપિયાના વીમાનો લાભ ઉઠાવી શકો છો. આ વિમા યોજનાનો લાભ 18 થી 70 વર્ષની વયના લોકો જ ઉઠાવી શકે છે. વીમા ધારકનું અકસ્માત થતા મૃત્યુ થાય કે પછી તે વિકલાંગ થઇ જાય તો તે સ્થિતિમાં 2 લાખ રૂપિયાની રકમ તેના આશ્રિતને આપવામાં આવશે. વીમાધારકના ખાતામાંથી દર વર્ષે 31 મેં ના રોજ બેંક એકાઉન્ટમાંથી 12 રૂપિયા વીમા પ્રીમિયમ કપાશે.ત્યાર બાદ છે 50 રૂપિયાની સ્કીમ : તો વર્ષ 2015 માં મોદી સરકારે અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો લાભ લેવા માટે દર મહીને 50 રૂપિયા ચુકવવા પડશે. અટલ પેન્શન યોજના અંતર્ગત તમને 1000 થી 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળશે. પેન્શનની રકમ તમારા રોકાણ પર નક્કી થાય છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં દર મહીને તમારા ખાતામાંથી ઓછામાં ઓછા 20 વર્ષ સુધી નિશ્ચિત રકમનું રોકાણ કરવું પડશે અને ત્યાર બાદ 60 વર્ષની ઉમર થયા બાદ તમને તમે કરેલા રોકાણના આધારે માસિક પેન્શન મળશે.

ત્યાર બાદ 53 રૂપિયા વાળી યોજના : ગયા અંતિમ બજેટમાં મોદી સરકારે મજુર વર્ગ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન નામની યોજનાનું એલાન કર્યું હતું. આ યોજનાનો લાભ એ વર્ગને મળે છે જેની મહિનાની આવક માત્ર 15000 રૂપિયા અથવા તેનાથી પણ ઓછી છે. આ યોજનાનો ફાયદો 18 થી 40 વયના લોકોને જ મળી શકે છે. જો તમે 18 વર્ષના છો તો મહીને 55 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે અને 29 વર્ષના લોકોને મહીને 100 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે. ત્યાર બાદ તેનો ફાયદો 60 વર્ષની ઉંમર બાદ મળશે. 60 વર્ષ થયા પછી દર મહીને 3000 રૂપિયા માસિક પેન્શન મળશે.55 રૂપિયાની સ્કીમ : હાલમાં જ શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન માનધન સ્કીમ અંતર્ગત 55 રૂપિયા મહીને રોકાણ કરીને પેન્શનનો લાભ લઇ શકાય છે. આ સ્કીમનો ફાયદો 18 થી 40 વર્ષની વયના લોકો ઉઠાવી શકે છે. આ સ્કીમનો ફાયદો નીચલા વર્ગના લોકો અને ખેડૂતો ઉઠાવી શકે છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 42 વર્ષ સુધી મહીને 55 થી 200 રૂપિયાનું યોગદાન કરવાનું રહેશે. જે તેમની ઉંમરના આધારે નક્કી થાય છે. 60 વર્ષ બાદ લાભાર્થીને મહીને 3000 રૂપિયા પેન્શન મળશે. તેનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોએ કોમન સર્વિસ સેન્ટર(CSC) પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ત્યાર બાદ છે 330 રૂપિયાની સ્કીમ : જેનું નામ છે જીવન જ્યોત વીમા યોજના. જે સરકારે મે, 2015 માં શરૂ કરી હતી. આ યોજના એક ટર્મ  ઇન્સ્યોરન્સ પ્લાન છે. આ યોજનાનો લાભ 18 થી 50 ની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક ઉઠાવી શકે છે. આ પોલીસીની મેચ્યોરીટી 55 વર્ષની છે. તે પહેલા જો પોલીસી ધારકને કંઈ થાય છે તો 2 લાખ રૂપિયાની રકમ પરિવાર જનોને મળે છે. જો પોલિસીધારક જીવન જ્યોત વીમા યોજનાનો સમય પૂર્ણ થયા બાદ ઠીકથાક રહે છે તો તેને કોઈ લાભ મળશે નહિ. તમને જણાવી દઈએ કે આ પ્લાન અંતર્ગત વર્ષના 330 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રકમ દર વર્ષે 31 મે ના રોજ બેંક ખાતામાંથી કપાઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment