પીએમ મોદીના આગમન માટે અયોધ્યા પલટાઈ કિલ્લામાં, આવા છે નીતિ નિયમો

મિત્રો, જેમ કે તમે જાણો છો કે, અયોધ્યામાં થઈ રહેલ રામ મંદિર નિર્માણનું કાર્ય અને તેમાં પણ રામ મંદિર સ્થાપનનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ રામ મંદિરના ભૂમિ પૂજન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારવાના છે, અને આ આયોજન 5 ઓગસ્ટના રોજ રાખેલ છે. આ સિવાય અહીં આ મંદિરના ભૂમિપૂજન વખતે ભૂમિના 2000 ફૂટ નીચે એક ટાઇમ કેપ્સુલ પણ મુકવામાં આવશે. ચાલો તો આ કાર્યક્રમ અંગે વિસ્તારથી થોડી જાણકારી મેળવી લઈએ. 

અયોધ્યામાં થઈ રહેલા રામ મંદિરના ભૂમિપૂજન સમારોહમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. તેથી થોડી ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેથી જ ત્યાંનું પ્રશાસન નિયમોનું ખુબ જ કડકાઈથી પાલન કરી રહી છે અને તમે જાણો છો કે હાલની સૌથી વિકટ સ્થિતિ કોરોના વાયરસના કહેરને લઈને છે. તેથી પ્રશાસનનું બધું જ ધ્યાન કોરોનાને લઈને વધુ રાખવામાં આવ્યું છે. 

ત્યાંના ડીઆઈજી દીપક કુમાર સાથે વાત થયા મુજબ તેમણે આયોજનની તમામ વ્યવસ્થા અંગે વાત કરી છે. તેમના કહ્યા મુજબ રામ મંદિરની સુરક્ષાને લઈને ત્યાંની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે વાત થઈ છે. સુરક્ષાની પૂરી તૈયારી થઈ ચુકી છે. સુરક્ષાના દરેક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય કોરોનાને ધ્યાનમાં રાખીને એક સાથે કોઈ એક જગ્યા પર 5 લોકોની વધુ લોકો એકઠા નહિ થઈ શકે. આ ઉપરાંત દીપક કુમારના જણાવ્યા અનુસાર આ આયોજનમા જે પણ વીઆઈપી આવશે અથવા તો જે કોઈ પણ આમંત્રિત મહેમાન હશે તે બધાની સુરક્ષાની જવાબદારી લેવામાં આવી છે. સુરક્ષાને લઈને ખુબ કડક કાયદા કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈ પણ મહેમાન હોય, વીઆઈપી હોય, અથવા તો અયોધ્યાના સામાન્ય નાગરિક દરેકની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

આમ અયોધ્યામાં સુરક્ષાની ખુબ તૈયારીઓ ચાલી રહી છે. 5 ઓગસ્ટના રોજ જ્યારે પ્રધાનમંત્રી મોદી પધારશે ત્યારે અયોધ્યાને ચારેબાજુથી સીલ કરવામાં આવશે. આ સિવાય ફેજાબાદ શહેરના પ્રવેશ માર્ગના બધા જ રસ્તાઓ સુરક્ષા વધારવામાં આવી છે. ભૂમિપૂજનની પૂર્વ સંધ્યા પહેલા અયોધ્યામાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ.આ સિવાય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ કરી છે  કે ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભીડ એકઠી ન કરવી. આમ કોવિડ-19 ને ચાલતા રાજ્ય સરકાર નિયમોનું પાલન કરવા માટે આખો કાર્યક્રમ શાંતિથી પૂર્ણ કરવા માંગે છે. આથી જ મુખ્યમંત્રીએ ભૂમિપૂજન દરમિયાન સુરક્ષાને લઈને લોકોને આવી અપીલ કરી છે. આમ આયોજન શાંતિથી પૂર્ણ થાય એવું મુખ્યમંત્રીએ કહ્યું છે.  

Leave a Comment