આ 5 વસ્તુને જાણવા માટે વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ટૂંકી પડી, જાણો શું છે એ રહસ્યમય વસ્તુ..

આ દુનિયા આમ જોઈએ તો ઘણા રહસ્યોથી ઘેરાયેલી છે. આપણી આસપાસ જોવા મળતી દુનિયા વિશે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે, જેને ઉકેલવું મુશ્કેલ જ નહીં, પરંતુ ક્યારેક નામુનકિન બની જાય છે. તો આવા જ દુનિયાના રહસ્ય વિશે આજે અમે તમને જણાવશું. જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે.

વિશ્વમાં ઘણી વસ્તુઓ આજે પણ રહસ્યમય છે. જ્યારે વૈજ્ઞાનિકોએ ઘણા રહસ્યો પરનો પડદો ઉઠાવ્યો છે. જ્યારે કેટલાક રહસ્યોને આજ સુધી વૈજ્ઞાનિક પણ નથી ઉકેલી શક્યા. તમને વિશ્વમાં આવી ઘણી રહસ્યમય વસ્તુઓ મળશે, જેનો ઉકેલ લાવવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ ગયા છે. આજે અમે તમને આ રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે દુનિયાના રહસ્યો વિશે જાણીએ.સાકસેગેમન મંદિર : સાકસેગેમન મંદિર એક ખુબ જ પૌરાણિક મંદિર છે. જે પેરુમાં સ્થિત છે. આ મંદિરના પરિસરમાં મોટા પથ્થરોની ખુબ મોટી દિવાલ છે. આ મંદિરની આ દિવાલના બધા પત્થરો એક બીજાથી ખુબ જ આશ્ચર્ય રીતે જોડાયેલા છે. પરંતુ આજ સુધી કોઈને ખબર નથી પડી કે આ દિવાલમાં પથ્થરો કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે. આ દિવાલ હજારો વર્ષો પહેલા બનાવવામાં આવી હતી અને આ માટે આ પથ્થરો એવી રીતે કોતરવામાં આવ્યા છે, જેથી તે એકબીજાની ટોચ પર મૂકી શકાય. માટે તેનું રહસ્ય અઆજ સુધી અકબંધ છે. જેને કોઈ જાણી નથી શક્યું. ટીવાનાકુ : ટીવાનાકુ બોલિવિયામાં સ્થિત છે અને તે વિશ્વના રહસ્યમય શહેરોની સૂચિમાં ગણાય છે. આ શહેર વિશે એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા અહીં એક શહેર વસેલું હતું. અહીં એક ખુબ જ વિશાળ દરવાજો છે. જેને સૂર્યનો દરવાજો પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે લોકો આ દરવાજાની મદદથી તે સમયે ગ્રહોની સ્થિતિ જાણતા હતા. પરંતુ વૈજ્ઞાનિકોએ હજી સુધી તેની યોગ્ય પુષ્ટિ કરી નથી. તેના માટે તેને જાણવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. યોનાગુની : યોનાગુની જાપાનમાં ડૂબેલું એક શહેર છે. જેની શોધ મરજીવો કિહાચિરો અરતાકે કરી હતી. તેણે સમુદ્રમાં આ શહેરની વિશાળ રચના શોધી કાઢી હતી. તેના વિશે એવું કહેવામાં આવે છે કે 10 હજાર વર્ષ પહેલાં આ રચના સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ રચનાને જોઈને વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે મનુષ્ય પ્રથમ વખત પથ્થર યુગમાં ગુફાઓમાંથી બહાર આવ્યો, ત્યારે તેણે આ રચના બનાવી હોવી જોઇએ. વૈજ્ઞાનિકોએ ફક્ત તેનું અનુમાન લગાવ્યું છે, તેઓએ આ રહસ્ય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી.કોસ્ટા રિકા : ખુબ જ વિશાળ પથ્થરોના ગોળાઓ અહીં જોવા મળે છે. જ્યારે અહીં છોડને રોપવામાં આવ્યા હતા, ત્યારે એટલે કે 1930 માં વાવેતર કરવામાં આવ્યું હતું. તે સમયે આ ગોળાઓ મળી આવ્યા હતા. આ પથ્થરના બધા દડાઓ આકારમાં એકદમ ગોળાકાર છે. આ ગોળાઓને કોણે અને શા માટે બનાવ્યા તે અંગે હજી રહસ્ય જ છે. પૌરાણિક કથા કહે છે કે આ ગોળાઓમાં સોનું હોય છે. પરંતુ હજુ સુધી કોઈ રહસ્ય બહાર આવ્યું નથી. ઇજિપ્ત : ઇજિપ્તમાં ખોદકામ કરતી વખતે ત્યાં એક મોટો થાંભલો મળી આવ્યો. આ થાંભલાની લંબાઈ 42 મીટર છે અને તેનું વજન 1200 ટન છે. ઇતિહાસકારો કહે છે કે બાંધકામ દરમિયાન પથ્થરમાં તિરાડ પડી જવાથી આધારસ્તંભ પૂર્ણ થયો ન હતો. અહીં રહસ્ય એ છે કે આ વિશાળ થાંભલો કેવી રીતે ઉભો કરવામાં આવતો હશે ? તેના વિશે કોઈ જાણી નથી શક્યું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment