માત્ર 50-80 સ્ક્વેર ફૂટની જગ્યામાં કરી શકો છો તગડી કમાણી, દર મહીને મળશે રોકડા 60 હજાર રૂપિયા… જાણો કેવી રીતે ઉઠાવવો લાભ….

મિત્રો દરેક વ્યક્તિ મહેનત કરીને સારી એવી કમાણી કરવા માંગે છે. પણ ઘણા લોકોને અક્સર એવો વિચાર આવે છે કે તેની પાસે બીઝનેસ કરવા માટે જગ્યા નથી. અથવા તો જગ્યા છે પણ નાની છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો તમારી પાસે માત્ર 50-60 sq ft જગ્યા છે તો પણ તમે સારો એવો બીઝનેસ શરુ કરી શકો છો. અને તેમાંથી મહીને સારી એવી કમાણી પણ કરી શકો છો. આજે અમે તમને આ લેખમાં એક એવા બીઝનેસ વિશે વાત કરીશું જેમાં રોકાણ કરવાથી તમે દર મહીને 60 હજાર રૂપિયા સુધીની આવક કરી શકો છો. જો તમે પણ આ બીઝનેસ વિશે જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાચી જુઓ. 

જો તમારી પાસે પણ 50-80 સ્ક્વેર ફૂટની જગ્યા હોય તો, તમે પણ દર મહિને 60 હજાર રૂપિયા કમાઈ શકો છો. સૌથી ખાસ વાત એ છે કે, તે માટે ન તો તમારે વધારે પૈસાની જરૂર રહેશે કે ન તો મહેનતની. જણાવી દઈએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એટીએમ ફ્રેંચાઇઝી લઈને તમે આ કમાણી કરી શકો છો. જણાવી દઈએ એટીએમ લગાવનારી કંપનીઓ અલગ હોય છે.ક્યારેય પણ બેન્ક પોતાના એટીએમ આપમેળે લગાડતી નથી. બેન્ક તરફથી અમુક કંપનીઓને એટીએમ લગાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે જગ્યાએ જગ્યાએ એટીએમ લગાડવાનું કામ કરે છે. આવો તમને જણાવીએ કે તમે કઈ રીતે એટીએમની ફ્રેંચાઇઝી લઈને સારી કમાણી કરી શકો છો. 

એસબીઆઇ એટીએમની ફ્રેંચાઇઝી લેવાની જરૂરી શરતો:- તમારી પાસે 50-80 સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઈએ. બીજા એટીએમથી તે 100 મિટર દૂર હોવું જોઈએ. તે સ્પેસ ગ્રાઉંડ ફ્લોર અને ગુડ વિઝિબલિટી વાળી જગ્યા હોવી જોઈએ. 24 કલાક પાવર સપ્લાઈ હોવો જોઈએ તે સિવાય 1 કિલોવોટનું વીજળી કનેક્શન, આ એટીએમથી દરરોજ લગભગ 300 ટ્રાન્ઝેક્શનની ક્ષમતા હોવી જોઈએ. એટીએમની જગ્યાએ સિમેન્ટની છત હોવી જોઈએ. વી સેટ લગાડવા માટે સોસાયટી કે ઓથોરીટી પાસેથી નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ હોવું જોઈએ.ડૉક્યુમેન્ટ લિસ્ટ:- આઇડી પ્રૂફ- આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, એડ્રેસ પ્રૂફ- રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, બેન્ક અકાઉન્ટ અને પાસ બુક, ફોટોગ્રાફ, ઇ-મેઈલ આઇડી, ફોન નંબર, અન્ય ડૉક્યુમેન્ટ, જીએસટી નંબર, ફાઈનાન્શિયલ ડૉક્યુમેન્ટ.

કેવી રીતે કરી શકાય છે એટીએમ ફ્રેંચાઇઝી માટે આવેદન:- એસબીઆઇ એટીએમની ફ્રેંચાઇઝી અમુક કંપનીઓ આપે છે. તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરીને ઓનલાઈન આવેદન કરી શકો છો. જણાવી દઈએ એટીએમ લગાડનારી કંપનીઓ અલગ હોય છે. ઈંડિયામાં મુખ્ય રૂપથી એટીએમ લગાડવાનો કોન્ટ્રાક્ટ ટાટા ઈંડિકેશ, મુથુટ એટીએમ અને ઈન્ડિયા વન એટીએમ પાસે છે. તે માટે તમે આ બધી કંપનીઓની વેબસાઇટ પર ઓનલાઈન લૉગ ઇન કરીને તમારા એટીએમ માટે આવેદન કરી શકો છો.કેટલી થઈ શકે છે કમાણી:- કમાણીની વાત કરીએ તો દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે. વર્ષના આધારે રિટર્ન ઑન ઈન્વેસ્ટમેન્ટ 33-50 ટકા સુધી છે. ઉદાહરણ તરીકે જો તમારા  એટીએમ દ્વારા દરરોજ 250 ટ્રાન્ઝેક્શન થતાં હોય અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન હોય તો મંથલી ઇન્કમ 45 હજાર રૂપિયાની આસપાસ થાય છે. તેમ જ જો દરરોજ 500 ટ્રાન્ઝેક્શન થાય તો લગભગ 88-90 હજારનું કમિશન મળે છે. આમ નાનો એવો બીઝનેસ તમને સારી કમાણીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment