જાણો સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ… લેખ વાંચવા માત્રથી પણ થશે દુઃખો દુર.. ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો

જાણો સાળંગપુર કષ્ટભંજન દેવનો રોચક ઈતિહાસ… લેખ વાંચવા માત્રથી પણ થશે દુઃખો દુર.. ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજ.

મિત્રો આજે અમે એક એવા ઐતિહાસિક સ્થળ વિશે તમને જણાવશું. આ લેખ માત્ર વાંચીને પણ તમે તેની કૃપા મેળવી શકો એવા એક સ્થાન વિશે અને તેના ઈતિહાસ વિશે આજે માહિતી આપશું. મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર હનુમાનજીના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ તેમાં જો કોઈ ખાસ શ્રદ્ધાનું અને આસ્થાનું ધામ હોય તો એ છે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. મિત્રો બોટાદ જીલ્લાનું સાળંગપુર ધામ આજે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ પુરા વિશ્વભરમાં ખુબ જ પ્રખ્યાત છે.

આ ધામમાં લોકો રડતા રડતા પોતાના દુઃખો લઈને આવે છે અને હસતા હસતા પાછા ફરે છે. અને એટલા માટે જ અહિયાં ભગવાન હનુમાનજીનું નામ પણ સાળંગપુર કષ્ટભંજન દેવ છે. મિત્રો આજે તમને કળીયુગના સાક્ષાત અને હાજરા હજૂર દેવતા હનુમાનજીના આ ખુબ જ પ્રસિદ્ધ ધામ વિશે જણાવશું. જેના વિશે લોકોની માન્યતા છે કે સાળંગપુર હનુમાનજીના મંદિરે હનુમાનજી પોતે જ અદ્રશ્ય અવસ્થામાં બિરાજમાન છે અને ત્યાં જનારા લોકોના દુઃખ દુર કરી તેમને આશીર્વાદ આપે છે.

કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર ગુજરાતના બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે. આ અદ્દભુત મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સદ્દગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામી એક વાર બોટાદ આવ્યા હતા. ત્યારે તેમના દર્શન માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર પણ બોટાદ આવ્યા હતા. જ્યારે તે દરબાર સ્વામીજી પાસે બેઠા ત્યારે સ્વામીજીએ પ્રશ્ન પુછ્યો,  “ભાઈ બધું કુશળ મંગળ તો છે ને ?” ત્યારે વાઘા ખાચરે કહ્યું, કે સ્વામીજી, પાછળના ચાર ચાર વર્ષોથી દુષ્કાળ પડવાના કારણે હાલ આર્થીક સ્થિતિ સારી નથી રહી. તેથી સંતો સાળંગપુર તો આવે છે પરંતુ રોકાતા નથી.

આ દશા સાંભળી સ્વામીજીનું હૃદય પીગળી ગયું અને તેમણે વાઘા ખાચરને કહ્યું કે, તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે, હું તમામ કષ્ટોનું હરણ કરનારા કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિમા સાળંગપૂરમાં સ્થાપિત કરી દવ છું, તેનાથી તમારા કષ્ટો સદાય માટે દુર થઇ જશે અને તેના દર્શન કરનારા દરેક વ્યક્તિના દુઃખો નાશ કરશે.”

ત્યાર બાદ સ્વામીજીએ પોતાના હાથે હનુમાનજીનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકારને કહ્યું કે, આ ચિત્ર પ્રમાણે એક ખુબ જ સુંદર પ્રતિમાને આકાર આપો. કષ્ટભંજન દેવની પ્રતિમા સાથે મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું અને વિક્રમ સવંત 1905 માં આસો, વદ, પાંચમના રોજ વિધિ અનુસાર પ્રતિમાને સાળંગપુરમાં સ્થાપિત કરવામાં આવી. પ્રતિષ્ઠા સમયે સ્વામીજીએ ભગવાન કષ્ટભંજન દેવનું આહ્વાહન કર્યું. આહ્વાહન કરતાની સાથે જ હનુમાનજી મહારાજ પ્રતિમામાં બિરાજિત થયા અને ત્યારે જ પ્રતિમામાં કંપન આવવા લાગ્યું. ત્યારે સ્વામીજીએ કહ્યું કે, “અહિયાં જે પણ લોકો પોતાના દુઃખો લઈને આવે તેનું દુઃખ તમે દુર કરજો અને જગતના બધા ભક્તોને તમે સુખી કરજો.”

ત્યાર બાદ સ્વામીજીએ પોતાની લાકડી આપીને કહ્યું કે, જ્યારે પણ કોઈ ઉપદ્રવ દુર ન થતો હોય, ત્યારે આ લાકડીને સ્પર્શેલું જળ છાંટવાથી તરત જ તે ઉપદ્રવ શાંત થઇ જશે. ત્યારથી મિત્ર કષ્ટભંજન દેવા તેના ભક્તોની દરેક પીડાને દુર કરે છે. આ મંદિરમાં ભૂત અને દુષ્ટ પ્રભાવને દુર કરવા માટે આખા વિશ્વમાંથી અહિયાં લોકો આવે છે. કારણ કે સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિરમાં કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત અને ચુડેલના છાંયાને કાઢવાની વિધિ કરવામાં આવે છે.

માન્યતા પ્રમાણે એવી પણ કથા છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું. ત્યારે હનુમાનજીએ સ્ત્રી રૂપમાં શનિદેવને પોતાના પગ નીચે દબાવી દીધા હતા. આ જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે.

એટલું જ નહિ પરંતુ ભગવાન શ્રી સ્વામીનારાયણે પણ પોતાનો કેટલોક સમય અહીં પસાર કરેલો છે. આ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી સ્વામીનારાયણનું મંદિર પણ આવેલું છે. જેમાં ભગવાન સ્વામીનારાયણે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા એ વસ્તુઓ લોકોના દર્શન માટે પણ રાખેલી છે.

જેની નજીકમાં પ્રસાદી ચોરો અને પ્રસાદી કુવો પણ આવેલો છે. ત્યાં નારાયણ કુંડ પણ આવેલું છે. જ્યાં સ્વામીનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. આ મંદિરના પરિસરમાં ભોજન શાળા પણ આવેલી છે, જ્યાં સવારે નાસ્તો અને પછી નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે. મંદીરની બાજુમાં એક ધર્મશાળા અને ગૌશાળા પણ આવેલી છે.

મિત્રો જે પણ વ્યક્તિ પુરા શ્રદ્ધા ભાવથી સાળંગપુર હનુમાન દાદાના દર્શને આવે છે, તેના દરેક દુઃખોનું નિવારણ આવે છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ તો અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે. એવું કહેવાય છે કે કષ્ટભંજન હનુમાનજી ભગવાનનું નામ લેવાથી પણ કષ્ટો દુર થાય, માટે મિત્રો કોમેન્ટમાં અવશ્ય લખો “જય કષ્ટભંજન દેવ.”

64 thoughts on “જાણો સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ… લેખ વાંચવા માત્રથી પણ થશે દુઃખો દુર.. ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો”

Leave a Comment