ચોખા હોય છે આપણા માટે શુભકારી… આ કારણ કે તેનાથી થાય છે મહત્વના ફાયદાઓ.

હિંદુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તેમાં કાચા ચોખાનો ઉપયોગ ખુબ જ વિશેષ રીતે કરવામાં આવે છે. વિધિ-વિધાનથી પૂજા કરતા સમયે ચોખાનો ઉપયોગ કરવો પણ અતિ આવશ્યક હોય છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પૂજા-પાઠમાં ચોખાનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક હોય છે. જણાવી દઈએ કે ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે પૂજા કરતા સમયે કાચા ચોખા શ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, અને તેના ક્યાં ક્યાં ફાયદા થાય છે. તો જાણીએ તેના દસ મહત્વના મુદ્દા વિશે.

ચોખાને સંપૂર્ણતાનું પ્રતિક માનવામાં આવી છે. જેનું કારણ છે ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ થવો. તેની સાથે જ ચોખાનો સફેદ રંગ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

તમારે પૂજા કરતા સમયે આ વાત પર ખાસ રીતે ધ્યાન રખાવું જોઈએ કે તમને કોઈ પણ પૂજા કે કાર્યમાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલા માટે જ્યારે પણ તમે પૂજામાં કોઈ પણ ચોખાનો ઉપયોગ કરો તે આખા હોવા જોઈએ. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તૂટેલા ચોખાને પૂજામાં એટલા માટે ઉપયોગમાં ન લેવા જોઈએ કેમ કે, તે પૂર્ણ નથી હોતા. તેવામાં જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણને પૂજામાં ફાયદો થવના બદલે નુકશાન થાય છે.

માતા લક્ષ્મીજીને ચોખા અને હળદર મિક્સ કરીને ચડાવવામાં આવે તો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેવું કરવાથી જલ્દી પૈસાની પરેશાની માંથી નિજાત મળે છે. પૂજા-પાઠ સિવાય પણ ચોખાના દાણાનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. અક્શ્તનું દાન કરતા લોકોને કુંડળીમાં ચંદ્રદોષથી છુટકારો મળી જાય છે.

તમારી મનોકામના પૂરી થઇ ગયા બાદ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ કર્યા બાદ યથાર્થ અનુસાર ચોખાનું દાન ખુબ જ શુભ પરિણામ આપે છે. જેના આપણને ઘણા બાહ્ય અને આંતરિક લાભો થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં જલ્દી સફળતા મેળવવા માંગતા હો, તો તમારે પક્ષીઓને ચોખા ખવડાવવા જોઈએ. એવું કરવાથી તમારું બધું જ રોકાયેલું કામ પૂરું થઇ જશે.

સોમવારના દિવસે ભગવાન શંકરની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે અને ત્યાર બાદ ચોખાનું દાન કરવામાં આવે તો, તેવા જાતક પર ભગવાન શંકરની સીધી કૃપા ઉતરે છે. ચોખાનું દાન કરવાથી મનુષ્યને શત્રુની બાધાઓ સાથે જોડાયેલી પરેશાની માંથી જલ્દી છુટકારો મળે છે. સાથે સાથે તેનું જીવન પણ દોષ મુક્ત બને છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment