1 લાખમાંથી સીધા જ થઈ ગયા 18 લાખ રૂપિયા, ફક્ત 18 મહિનામાં જ રોકાણકારોને કરી દીધા માલામાલ… જાણો આ અમીર બનાવનારા શેર વિશે…

મિત્રો શેર બજાર એક એવી કંપની અથવા તો એવું ફિલ્ડ છે જેમાં જો રોકાણ કરવામાં આવે તો અમુક સમયે તમારા પૈસા તમને મૂળ રકમની સાથે વ્યાજ પણ આપે છે. આજે અમે તમને એક એવા પેની સ્ટોક વિશે વાત કરીશું, જેમાં રોકાણ કરનાર આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ સ્ટોકે માત્ર 18 મહિનામાં ગ્રાહકોને સારું એવું વળતર આપ્યું છે.

શેર માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની ભાગીદારી એકધારી વધી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં ડિમેટ અકાઉન્ટ ખોલવાની ગતિ ઝડપી થઈ ગયી છે. રિટેલ ઈન્વેસ્ટર્સ સામાન્ય રીતે માર્કેટમાં પૈસા લગાડવા માટે એવા પેની સ્ટોક્સની શોધ કરી રહ્યા છે, જે વધારે રિટર્ન આપવામાં કામયાબ થાય. કોડીયોના ભાવ વાળા અમુક પેની સ્ટોક્સનું તો એવું શાનદાર રિટર્ન આપવાનો રેકોર્ડ રહ્યો છે કે, તમે હેરાન રહી જશો. Advik Capital પણ એક એવો જ નેલી સ્ટોક છે, જેને ઇન્વેસ્ટર્સને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

દોઢ વર્ષમાં 1700 ટકા વધ્યો સ્ટોક : લગભગ દોઢ વર્ષ પહેલા બીએસઈ પર આ સ્ટોકની વેલ્યૂ લગભગ 0.29 પૈસા હતી. હવે તેની વેલ્યૂ 4.97 રૂપિયા છે. પાછલા અઠવાડિયામાં 12 એપ્રિલના રોજ આ સ્ટોક 5.25 રૂપિયે બંધ થયો હતો. આ પ્રકારે જોઈએ તો પાછલા 18 મહિનામાં આ સ્ટોકે 1,700 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. જો કોઈ ઇન્વેસ્ટર 18 મહિના પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં માત્ર 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોત અને અત્યાર સુધી તેને હોલ્ડ કરીને રાખ્યા હોત તો, તે રોકાણની વેલ્યૂ અત્યારે વધીને 18 લાખ રૂપિયા થઈ ચૂકી હોત.

છ મહિનાથી લઈને વર્ષ સુધી મળ્યું આટલું રિટર્ન : આ સ્ટોકે હાલમાં જ સારું રિટર્ન આપ્યું છે. પાછલા વર્ષે એક અઠવાડિયામાં આ સ્ટોક 1.22 ટકા ઉપર ચઢ્યા હતા. એક મહિનાની વાત કરીએ તો આ દરમિયાન આ શેર લગભગ 31 ટકા ઉપર ચઢ્યા છે ગયા 6 મહિનામાં તેમાં લગભગ 46 ટકાની તેજી આવી છે. જ્યારે આ વર્ષે આ સ્ટોકનો ભાવ લગભગ 71 ટકા વધી ગયો છે. વિતેલા એક વર્ષ દરમિયાન પણ તેણે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેનો ભાવ લગભગ 340 ટકા ચઢ્યો છે.

માઈલો પાછળ છૂટી ગયા બીએસઇ સેન્સેક્સ, એનએસઇ નિફ્ટી : આ સ્ટોકે રિટર્ન આપવાની બાબતમાં બોર્ડર માર્કેટને તો માઈલો પાછળ છોડી દીધું છે. ગયા 18 મહિનામાં જ્યારે આ સ્ટોક લગભગ 1700 ટકા વધ્યો છે, તે જ સમયે એનએસઇનો નિફ્ટી 50 ઇંડેક્સ માત્ર 50 ટકા વધ્યો છે. તે જ પ્રકારે બીએસઇ સેન્સેક્સ 18 મહિના દરમિયાન લગભગ 18 ટકા ઉપર જય શક્યો છે.

અત્યારે આ સ્ટોકનું માર્કેટ કૈપ લગભગ 110 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર 2021 માં સમાપ્ત થયેલ ત્રિમાસીમાં કંપનીને 15 લાખ રુપિયાનું પ્રોફિટ થયું હતું, જ્યારે રેવેન્યુનો આંકડો 6.13 કરોડ રૂપિયા રહ્યો હતો. આમ આ સ્ટોકે લોકોને સારું રીટર્ન આપીને ગ્રાહકોને માલામાલ કર્યા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment