લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

કોરોના મહામારીના ભયાનક ફેલાવાના કારણે દેશમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના મુખિયાને ખોયા છે, આવા લોકો જો પોતાની કોઈ સંપત્તિ છોડીને જાય છે તો કેટલીક જવાબદારી પણ છોડીને જાય છે. આ સમયે સવાલ ઉભો થાય છે કે, જે લોકોની આકસ્મિત મૃત્યુ થયું છે, તેની હોમ લોન, ક્રેડીટ, કાર્ડ જેવી લાયબીલીટીનું શું થશે ? શું તે પરિવારના લોકોએ ચૂકવવી પડશે અથવા કોઈ બીજો રસ્તો છે ? તો આજે આ વિષય પર તમને ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

જાણકારોનું કહેવું છે કે, લોનની વાત કરીએ તો બધા પ્રકારની લોન આ બાબતે એક સરખી નથી હોતી. હોમ લોન, ઓટો લોનના મામલે બેંક, ફાઈનેસ કંપનીઓ માટે લોનની રીકવરી સરળ હોય છે. કારણ કે આ બાબત સંપત્તિ સાથે જોડાયેલ હોય છે, પણ પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડ લોન વગેરે બાબતે થોડું અંતર હોય છે.હોમ લોન : હોમ લોન ઘણા લાંબા સમયની લોન હોય છે. આથી બેંક એ રીતની વ્યવસ્થા રાખે છે, લોનની પદ્ધતિ એ રીતની રાખે છે કે કરજદારનું અવસાન થવા પર લોનની રીકવરી પ્રભાવિત ન થાય. બેંક આવી લોનમાં પતિ અથવા પત્ની અથવા કોઈ પરિજનને કો-એપ્લીકેંટ બનાવીને રાખે છે. એટલું જ નહિ ઘણા વખત એવું પણ જોવા મળ્યું છે કે, દેવું લેનારની પાસે પર્યાપ્ત વીમા પોલીસી છે કે નહિ.

તો કોઈ પણને લોન લેનારનું અવસાન થઈ જાય છે તો લોનની ભરપાઈની જવાબદારી બીજી વ્યક્તિની થઈ જાય છે. તેવામાં જો કોઈ પરિજનની મૃત્યુ થઈ જાય છે તો અને તે કોઈની સાથે લોનમાં ભાગીદાર છે તો તેને બેંક અથવા કર્જ આપનાર સંસ્થાને આ તેના સાથીદારના અવસાનની ખબર આપવી પડશે. જો હોમ લોન અથવા અન્ય લોનની ઇએમઆઈ નિધન થનાર વ્યક્તિના ખાતાથી થઈ રહી છે તો સૌથી પહેલા તેમાં ફેરફાર કરવો પડશે અને મૃત વ્યક્તિનું નામ દુર કરવું પડશે. બીજા ભાગીદારે પોતાના ખાતાથી ભરપાઈ કરવી પડશે.લોનની જવાબદારીથી કેવી રીતે મુક્ત થઈ શકાય : હોમ લોન લેનારનું જો અચાનક અવસાન થઈ જાય છે તો સ્વાભાવિક છે કે, લોન ચૂકવવી પરિવાર માટે એક મુશ્કેલી ઉભી કરે છે. પણ લોન લેનાર મોટાભાગના લોકો પોતાના માટે સારી એવી ટર્મ પોલીસી લઈ રાખી હોય છે અથવા લોનનો વીમો કરાવ્યો હોય છે. તો પરિજનને તેની જાણકારી ન હોય તો દસ્તાવેજ વગેરે જોઈને તેની તપાસ કરવી જોઈએ. આવા લોકો વિમાની રકમ મેળવીને સરળતાથી લોનની ભરપાઈ કરી શકે છે અને લોન મુક્ત થઈ શકે છે.

આ વિશે સર્ટીફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર પંકજ મઠપાલ જણાવે છે કે, બેંક અથવા કર્જ આપનાર બીજા ભાગીદારને સમય આપે છે કે, તે વીમા વગેરેની રકમ મેળવીને લોન ચૂકવે અથવા ઇએમઆઈની ભરપાઈ કરે. માની લો કે, કોઈનો જીવનસાથી જેમ કે પતિ અથવા પત્ની લોન ચુકવવાની સ્થિતિમાં નથી તો તેના પુત્ર-પુત્રી પણ આ લોન ચૂકવી શકે છે.

બેંક પુત્ર અથવા પુત્રીની ક્રેડીટ રેટિંગ જોઈને તેના માટે ઇએમઆઈ નક્કી કરે છે અને તેની લોન માટે ભાગીદાર બનાવે છે. જો કોઈ પણ લોન ચુકવવાની સ્થિતિમાં નથી તો બેંક પ્રોપર્ટી અથવા મકાનને કબજે કરી શકે છે. sarfaesi એક્ટ નીચે બેંકને અધિકાર છે કે, તે મકાનની નીલામી કરીને પોતાની રકમ વસુલ કરે.પર્સનલ લોન/ક્રેડીટ કાર્ડ : પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડના ઉધારને અનસિક્યોર્ડ લોનની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો કોઈ કર્જધારકનું અવસાન થઈ જાય છે તો અન્ય ક્રેડીટ કંપનીઓ લોનને રાઈટ ઓફ કરી દે છે. એટલે કે તેને બટ્ટા ખાતામાં નાખી દે છે. કાનૂની વારીસ કે વારસદારને આ લોન ચુકવવા માટે બાધિત નથી કરી શકતા. પર્સનલ લોનના મામલે પણ કંપનીઓ અકસર એ જોવે છે કે, લોન લેનારની વીમા પોલીસી છે. કર્જધારકના અવસાન પર વીમા કંપનીથી પોતાની રકમ વસુલવાની કોશિશ કરે છે. પરિજન પોતાની ઈચ્છાથી લોન પાછી આપવા માટે તૈયાર છે તો કોઈ પ્રશ્ન નથી, પણ બેંક અથવા કંપની આ માટે તેને ફોર્સ નથી કરી શકતી.

વાહન લોન :

વાહન લોનના મામલે લોન લેનારનું અવસાન થઈ જાય છે તો કર્જદાતા પહેલા તો પરિજનનો સંપર્ક કરી તેને લોન ચુકવવા માટે કહે છે, પણ જો પરિવાર આ માટે તૈયાર નથી તો કંપની ગાડીને પોતાના કબ્જામાં લઈ લે છે અને તેની નીલામી કરીને પોતાની રકમ વસુલે છે.એજ્યુકેશન લોન : એજ્યુકેશન લોન કોઈ પણ ગેરેંટી વગર નથી આપવામાં આવતી. એટલું જ નહિ જો લોનની રકમ વધુ છે તો ઘણી વખત વાલીઓએ અન જમાનત આપવી પડે છે. આથી કોઈ કારણે લોન લેનાર વિધાર્થીનું અવસાન થઈ જાય છે તો બેંક આ લોનને ગારંટર એટલે કે તેના અભીભાવક પાસેથી રકમની ભરપાઈ કરવા માટે કહે છે. લોન ભરપાઈ ન કરવા પર જમાનત પર રાખેલ પ્રોપર્ટીની નીલામી કરવામાં આવે છે.

આમ તમે હોમ લોન અને પર્સનલ લોન વિશે આ જાણકારી જાણીને ધ્યાન રાખી શકો છો કે તમારે લોન લેતી વખતે કંઈ કંઈ વાતનું ધ્યાન રાખવાનું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment