ફેવીકવીક વાપરતી વખતે હાથમાં કે કોઈ અન્ય જગ્યા એ ચોંટી જાય તો ગભરાવ નહીં.. કરો આ નાનાકડું કામ તરત ઉખડી જશે

મિત્રો તમે ફેવીક્વિકનો ઉપયોગ તો કર્યો જ હશે. તેમજ તમે જોયું હશે કે, જ્યારે તમે ફેવીક્વિકનો ઉપયોગ કરો છો ત્યારે તમારા હાથ પર તે ચોંટી જાય છે. અને હાથ ખરાબ થઈ જાય છે. જો તમે આ ફેવીક્વિકને સરળતાથી દુર કરવા માંગતા હો તો આજે અમે તમને આ માટેની થોડી સરળ રીત વિશે જણાવીશું.

અકસર જોવા મળતું હોય છે કે, જ્યારે પણ ફેવીક્વિકથી કંઈક ચીપકાવવાનું કામ આપણે કરીએ છીએ તો તે હાથ પર ચોંટી જાય છે. હાથમાં ચોટેલ આ ફેવીક્વિકને કાઢવામાં ખુબ જ પરેશાની થાય છે. ઘણી વખત તો તેના કારણે સ્કીન પણ ખરાબ થઈ જાય છે. ફેવીક્વિકમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ એટલા જવલનશીલ હોય છે કે, કપડા પર પડે તો એ પણ બળી જાય છે.સ્કીન પર ચોંટેલ ફેવીક્વિકના કારણે સ્કીન ખરાબ થઈ જાય છે અને તેને જલ્દી દુર કરવા માંગો છો તો આ લેખ તમારા માટે ખુબ જ કામનો છે. કારણ કે આ અમે તમને કેટલીક સરળ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તેમ સરળતાથી આંગળીઓ પર લાગેલ ફેવીક્વિક અને તેના ડાઘ દુર કરી શકો છો.

નેલ પેઈન્ટ રીમુવરનો ઉપયોગ કરો :

સ્કીન પર ચોટેલ કોઈ પણ સુપર ગ્લુ અને ફેવીક્વિકને પણ દુર કરવા માટે નેલ પેઈન્ટ રીમુવર એક બેસ્ટ ઘરેલું ઉપાય છે. તેના ઉપયોગથી લગભગ 3 થી 4 મિનીટમાં જ ફેવીક્વિક સરળતાથી નીકળી જાય છે. આ માટે સૌથી પહેલા એક નાના વાસણમાં એક થી બે ચમચી નેલ પેઈન્ટ રીમુવરને મૂકી દો. આ વાસણમાં રૂ દ્વારા ફેવીક્વિક વાળી જગ્યા પર એક થી બે વખત લગાવો. તેનાથી ફેવીક્વિક સોફ્ટ થઈ જાય છે અને સરળતાથી નીકળી જશે, જો ફેવીક્વિક આંગળીમાં ચોંટેલ છે તો આ વાસણમાં બે મિનીટ માટે આંગળી ડુબાડીને રહેવા દો.મીઠું અને વિનેગરનો ઉપયોગ કરો : સ્કીનના કોઈ પણ ભાગમાં ચોંટેલ ફેવીક્વિકને દુર કરવા માટે મીઠાની સાથે વિનેગર પણ એક સરળ ઉપાય છે. તેના ઉપયોગથી સ્કીનમાં કોઈ પણ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી. આ માટે મીઠું અને વિનેગરનું મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણ તૈયાર કર્યા પછી ફેવીક્વિક વાળા ભાગ પર લગાવીને બ્રશની મદદથી એક થી બે વખત ઘસો, આ રીતે ફેવીક્વિક સરળતાથી દુર થઈ જશે. આ સિવાય તમે માત્ર મીઠાથી પણ ફેવીક્વિક વાળા ભાગને ઘસો છો તો સરળતાથી દુર કરી શકો છો.

લીંબુ અને માર્જરીનનો ઉપયોગ કરો :

લીંબુ અને માર્જરીન નો ઉપયોગથી પણ તમે સરળતાથી ફ્વીક્વિક ન સ્કીન પરથી દુર કરી શકો છો. લીંબુ એસિડની જેમ કામ કરે છે, જેના કારણે સરળતાથી ફેવીક્વિક કાઢી શકાય છે. આ માટે તમે ફેવીક્વિક વાળી જગ્યાએ એક થી બે ચમચી લીંબુનો રસ નાખીને થોડીવાર માટે રહેવા દો. થોડી વાર પછી બ્રશ ઘસો. આ રીતે જ તમે માર્જરીનની મદદથી પણ ફેવીક્વિકને દુર કરી શકો છો. આ માટે એક ચમચી માર્જરીનને ફેવીક્વિક વાળી જગ્યાએ ત્યાં સુધી ઘસો જ્યાં સુધી ફેવીક્વિક સોફ્ટ ન થઈ જાય. જ્યારે તે સોફ્ટ થઈ જાય એટલે તેને કપડાથી લુછી નાખો.નવશેકું ગરમ પાણી અને સાબુ :

થોડા ગરમ પાણી અને સાબુના મિશ્રણથી પણ આંગળીઓમાં ચોંટેલા ફેવીક્વિક દુર કરી શકાય છે. આ માટે પણ થોડું ગરમ પાણી, સાબુ અથવા કોઈ પણ ડીટરજેન્ટનું એક મિશ્રણ તૈયાર કરી લો. ત્યાર પછી આ મિશ્રણમાં આંગળીઓને થોડીવાર માટે ડુબાડીને રાખો. થોડી વાર પછી બ્રશની મદદથી સાફ કરી લો. આ મિશ્રણમાં આંગળીઓ ડુબાડીને રાખવાથી પણ ફેવીક્વિક દુર થઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment