શિયાળામાં તુલસીના છોડની માવજત કરવા અજમાવો આ ટીપ્સ, એકપણ પાન સુકાશે નહિ અને છોડ રહેશે લીલોછમ…. જાણો તુલસીના છોડને લીલો રાખવાની ટીપ્સ……

મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રિય એવી તુલસી આપણા ઘરના આંગણા ની શોભા છે. તેથી આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ની પૂજાપાઠ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં ખાન પાનમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. ગળામાં દુખાવો હોય તો તુલસી વાળી કડક ચા પીવાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેવી જ રીતે ઉકાળાની તો શાન છે તુલસી.

પરંતુ મિત્રો કેટલીકવાર ઋતુ માં આવતા બદલાવ કે પછી યોગ્ય માવજત ન થવા પર તુલસીનો છોડ સુકાઈ જાય છે. શિયાળાની શુષ્ક હવામાં તુલસીને સુકાતી બચાવવા કેટલીક વાર મુશ્કેલી ભર્યું લાગે છે. તુલસીના છોડને તાપ, સુકી માટી, સૂર્ય પ્રકાશ, ભેજ, હવા અને ઓછા પાણીની જરૂર હોય છે. તુલસીના છોડની આ જરૂરિયાતો ને પૂરી કરી શકવી શિયાળામાં થોડું કઠિન કાર્ય છે.

શિયાળામાં તુલસીના પાન ખરવા અને છોડ મૂર્ઝાઈ જવો તે શુભ સંકેત નથી માનવામાં આવતો. તેથી તુલસીને ઠંડીથી બચાવવા અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે, આવો જાણીએ કઈ વાતોનું ધ્યાન રાખીને તમે તુલસીના છોડની યોગ્ય દેખભાળ કરી શકો  છો.શિયાળામાં તુલસી ની દેખભાળ કેવી રીતે કરશો:- 

1) છોડને ક્યાં રાખવો:- જો બહાર કડકડતી ઠંડી હોય તો તુલસીને ઘરની અંદર રાખી શકાય છે. વધુ પડતી ઠંડી હવાઓ તુલસીને સ્થિર કરી શકે છે જેનાથી તેના પાંદડા ભૂરા થઈને ખરવા લાગે છે. એ વાતનું ધ્યાન રાખવું કે તુલસી પર સતત ઝાકળ ન પડે. તેના માટે છોડ ઉપર શેડ લગાવી શકાય છે કે રાત્રિના સમયે કોઈ શેડ ની નીચે છોડને મૂકી શકાય છે અને સવારમાં જ્યારે તાપ નીકળે એટલે છોડને બહાર લઈ લેવો.

2) છોડનું વર્ગીકરણ કરો:- શિયાળામાં દર બીજા દિવસે તુલસીના છોડનું વર્ગીકરણ કરતા રહો. તેનાથી જે સુકાયેલો અને મૂર્ઝાયેલો ભાગ હશે તે છોડમાંથી નીકળી જશે અને છોડને લીલોછમ રહેવા અને નવા પાન ઉગવામાં મદદ મળશે.

3) પાણી કેટલું આપવું:- શિયાળાની ઋતુમાં તુલસીના પાનમાં વધારે પાણી આપવાથી તે સુકાઈ નય અને દર સમયે ભીની રહેતી માટી તુલસીને મુરઝાવી દેશે. તેવી સ્થિતિમાં યોગ્ય પ્રમાણમાં જ પાણી નાખવું. વળી એકદમ ઠંડુ પાણી નાખવાથી બચવું. તમે હૂંફાળું પાણી તુલસીમાં નાખી શકો છો. પાણીમાં કાચું દૂધ નાખીને પણ તેની પૂજા કરી શકાય છે. તેનાથી તેના પાનમાં નરમાશ પણ જળવાઈ રહેશે અને છોડ ઠંડીમાં પણ લીલો છમ રહેશે.

4) છોડ ને ઠંડી હવાઓથી બચાવવો:- તુલસી માતા ભગવાન વિષ્ણુની પ્રિય છે. શિયાળામાં જેવી રીતે ભગવાનને ઊનના વસ્ત્ર પહેરાવીએ છીએ તેવી જ રીતે તુલસી માતા ને ખૂબ જ વધારે ઠંડી હવાઓથી બચાવવા માટે કોઈ પવિત્ર ચાદરથી ઢાંકી શકાય છે. જોકે વધારે સમય સુધી કે હંમેશા માટે આમ ન કરવું જોઈએ કારણ કે તુલસીને તાપ ની પણ જરૂર હોય છે.

5) કેટલી વાર સુધી તાપ મળવો જોઈએ:- તુલસીના છોડને શિયાળાની ઋતુમાં ઓછામાં ઓછા છ થી આઠ કલાક સુધી તાપની જરૂર હોય છે, તેથી તુલસીને ઘરની એવી જગ્યા પર રાખવી જ્યાં તેની પર સીધા સૂર્યપ્રકાશના કિરણો પડતા હોય. સીધો સૂર્યપ્રકાશ જ તુલસીને શિયાળામાં જીવંત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

6) માંજરો તૈયારીમાં જ દૂર કરી લેવી:- બ્રહ્માંડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તુલસી પર લાગેલી સુકી મંજરોને દૂર કરી લેવી જોઈએ. કારણકે સૂકી માંજરો થી તુલસી દુખી રહે છે. માંજરો દૂર થવા પર તુલસીના છોડનો વિકાસ થાય છે.7) આ રીતે આપો ગરમી:- શિયાળાની ઋતુમાં તુલસીના પાનને ઠંડીથી બચાવવા માટે તુલસીના છોડની નીચે સવાર સાંજ એક દીવો પ્રજ્વલિત કરીને રાખી દો, જે લાંબા સમય સુધી ચાલતો રહે. તેનાથી છોડને ગરમાવો મળતો રહેશે.

8) આ દિવસે તુલસીના પાન ન તોડવા:- અગિયારસ, બારસ, અમાસ અને સાંજના સમયે તુલસીના પાનને ક્યારેય ન તોડવા જોઈએ. તુલસીના પાનને તોડતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે નવા પાન ન તોડવા જે પાન ખરવાના હોય તેને જ તોડવા.        

9) આ રીતે કરો ખોદણી:- અઠવાડિયામાં એક દિવસ તુલસીના મૂળિયાની માટીને ચપ્પુ કે કોઈ અણીદાર ઓજારથી માટીને ખોદીને હળવી કરી દો. તુલસીના મૂળ માં સરસવનું તેલ નાખીને પણ તેની રક્ષા કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે તુલસી ની માવજત અને કાળજી કરીને છોડને શિયાળા માં લીલોછમ રાખી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment