ટ્રેનની પાછળ ખુબ મોટું રહસ્ય છુપાયેલું છે… જરૂર જાણો આ ટ્રેનની રહસ્યમય જાણકારી, જાણીને તમે ચૌકી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🚉 આજકાલ લોકો ટ્રેનમાં મુસાફરી કરતા વધુ જોવા મળે છે. અને ભારત દેશનો ટ્રેન વિભાગ એટલે કે રેલ્વે વિભાગ એટલો મોટો છે કે તેમાં અંદાજે 14 લાખ જેટલા લોકો કામ કરે છે. તમે લોકો પણ ટ્રેનની મુસાફરી અવારનવાર કરતા જ હશો. ઘણા લોકો દરરોજ ટ્રેનની મુસાફરી કરતા જોવા મળે છે. એક વિશાળ ટ્રેનમાં ડબ્બાની સંખ્યા ઘણી હોય છે અને તેમાં હજારો લોકો મુસાફરી કરતા હોય છે. પણ તમને ખબર હોય તો કે ટ્રેનના છેલ્લા ડબ્બાની પાછળ મોટા પીળા કલરમાં X (એક્સ) લખ્યો હોય છે. પણ આ X લખવાનું કારણ કોઈને ખબર નથી હોતી.

🚉 પણ તમને જાણીને આશ્વર્ય થશે કે આ X લખવા પાછળ ખુબ મોટું રહસ્ય છુપાયેલું હોય છે. ટ્રેનમાં બેસેલા તમામ લોકોની જાન આ X ના હાથમાં હોય છે. તો ચાલો આપણે તે X શા માટે લખ્યો છે તેનું રહસ્ય જાણીએ. તેના હાથમાં કેમ ટ્રેનમાં બેસેલા બધા લોકોની જાન હોય છે એવું તો શું કારણ છે ? અને તે લખવા પાછળનું કારણ પણ આપણે જાણીએ… 🚉 દરેક ટ્રેનના છેલ્લા ડબ્બા પર X લખેલું હોય છે ટ્રેઈન રેલ્વે સ્ટેશન પરથી પસાર થાય છે. અને જયારે ટ્રેન પસાર થાય છે ત્યારે સ્ટેશન માસ્તર એ છેલ્લા ડબ્બા પર લખેલા X ને જોઈએ કન્ફર્મ કરે છે કે હા આ છેલ્લો ડબ્બો છે.

🚉 પણ જો ક્યારેય એવું બને કે કોઈ સ્ટેશન પરથી ટ્રેન પસાર થાય ત્યારે સ્ટેશન માસ્તર તેને જયારે લીલી ઝંડી આપવા જાય ત્યારે તેની પાછળ  X લખેલું ના હોય તો સ્ટેશન માસ્તરને ખબર પડી જાય છે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો નથી. અને તરત જ સ્ટેશન માસ્તર બીજા સ્ટેશનોમાં તેની જાણ કરે છે. તેનો મતલબ એ થાય કે ટ્રેન જે રસ્તેથી આવી છે તે રસ્તામાં જ ટ્રેનના અમુક ડબ્બા અકસ્માતના કારણે અલગ થઇ ગયા અને એન્જીન સાથે બીજા ડબ્બા આગળ ચાલ્યા ગયા. પણ પ્રોબ્લેમ ત્યારે ઉભો થાય કે જયારે તે છેલ્લા થોડા ડબ્બા અલગ થયા હોય તે જ ટ્રેક પર જયારે બીજી ટ્રેન જાય ત્યારે મોટો ભયાનક અકસ્માત થવાનો ભય રહે છે.
🚉 જેથી જયારે સ્ટેશન માસ્તર લીલી ઝંડી આપવા જાય ત્યારે ટ્રેનની પાછળ જો X લખેલું ના હોય તો તે તરત જ બીજા સ્ટેશન જોડે વાત કરીને તે ટ્રેક પર જતી બીજી ટ્રેઈનને રોકવી દે છે, અને ભવિષ્યમાં બનનારો સૌથી મોટો અકસ્માત રોકી શકે છે.

🚇 હવે બીજો સવાલ એ છે કે ભાઈ દિવસે તો સમજ્યા X દેખાય પણ રાત્રે શાના પરથી ખબર પડે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે એમ… તો તે વાત પણ તમને જણાવી દઈએ કે જયારે રાત હોય ત્યારે X દેખાતો નથી એ વાત સાચી પણ ત્યારે છેલ્લા ડબ્બાની પાછળ ત્યારે રેડ એટલે કે લાલ કલરની લાઈટ જોવા મળે છે જે લબુક ઝબુક થતી હોય છે એટલે સ્ટેશન માસ્તરને ખબર પડી જાય છે કે આ છેલ્લો ડબ્બો જ છે.
અને દરેક ડબાની પાછળ LV લખેલું પણ એક બોર્ડ હોય છે જેનો મતલબ પણ થાય છે કે લાસ્ટ વિહિકલ મતલબ કે છેલ્લો ડબ્બો.
તો આ હતી આ X લખવા પાછળની સાચી માહિતી કે જો આ X પર થી સ્ટેશન માસ્તરની નઝર હટી જાય તો પેસેન્જર ભરેલી ટ્રેન સાથે અકસ્માત થવાનો ભય રહે. માટે ટ્રેનની પાછળ લખેલો X આપણા હિતમાં જ લખેલો હોય છે.

શું તમને આ રોચક માહિતી ગમી તો, મહેરબાની કરીને તમારા મિત્રો અને બાળકો અને બીજા જિજ્ઞાસુ લોકો સુધી પહોચાડવા આ માહિતી શેર જરૂર કરજો જેથી લોકોને આ સામાન્ય જ્ઞાન વધારતી માહિતી મળી શકે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment