કેમિલકથી પકવેલી કેરી ખાવા કરતા આ રીતે ઘરેજ પકાવો કાચી કેરી લાવીને… બજાર કરતા પણ વધુ લાગશે સ્વાદિષ્ટ

કેમિલકથી પકવેલી કેરી ખાવા કરતા આ રીતે ઘરેજ પકાવો કાચી કેરી લાવીને… બજાર કરતા પણ વધુ લાગશે સ્વાદિષ્ટ

ઉનાળાની ઋતુ એટલે કે કેરીની સિઝન. ઉનાળોના દિવસો આવે છે એટલે આખા દેશમાં અલગ અલગ પ્રકારની કેરીઓ વેચાય છે. જ્યારે ઘણા લોકો તો કેરીના એટલા શોખીન હોય છે કે આસપાસ કેરી ન મળે તો ઘણા કિલોમીટર દુરથી કેરી ખરીદે છે. પરંતુ તેમને એ નથી ખબર કે કાર્બાઈડ દ્વારા પકવેલ કેરીઓ તેઓ ખરીદી રહ્યા છે.

કેમિકલ દ્વારા પકાવેલ કેરીનું સેવન કરવાથી ઘણી વખત તબિયત ખરાબ પણ થઈ શકે છે. તેવામાં જરૂરી છે કે, તમે વૃક્ષ પર પાકેલ કેરીનું સેવન કરો. અથવા ઘરે જ કાચી કેરીને પકાવો. આજે આ લેખમાં અમે તમને થોડી ટીપ્સ જણાવવા જઈ છીએ, જેના દ્વારા તમે ખુબ જ સરળતાથી કેરીને પકાવી શકો છો. તો ચાલો જાણીએ એ સરળ ટીપ્સ વિશે.

ચોખાનો ઉપયોગ :

જી હા મિત્રો, ચોખાના ઉપયોગથી તમે કેરીને સરળતાથી પકાવી શકો છો. ચોખામાં પાકેલી કેરી ખુબ જ ટેસ્ટી લાગે છે. આ માટે તમે ઘરમાં રહેલ ચોખાના ડબ્બામાં લગભગ 1 ફૂટ ઊંડી ઢાંકી તેના પર ચોખા નાખી દો. હવે તમે તેને ઓછામાં ઓછા 4 થી 5 દિવસ એમ જ રહેવા દો. 5 માં દિવસે તમે જોશો કે કેરી પાકી ગઈ હશે. આવું જ તમે બીજી અન્ય વસ્તુઓને પણ પકવવા માટે મૂકી શકો છો.

પેપર :

તમે જે પેપરને બેકાર સમજીને ભંગારમાં જવા દો છો, તે પેપરને કેરી પકવવા માટે એક ઘરેલું ઉપાય તરીકે ઉપયોગ કરી શકો છો. આ માટે તમે 3 થી 4 પેપરમાં કેરીને લપેટીને કોઈ એક ખૂણામાં મૂકી દો. અને ઉપરથી કોઈ વાસણ કે કોથળો ઢાંકી દો. લગભગ 3 થી 4 દિવસમાં કેરી સરળતાથી પાકી જશે. આ રીતે પકવેલ કેરી બજાર કરતા ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

ઘાસ : ગાર્ડનમાં રહેલ વધારાના ઘાસને ઉનાળામાં ફેંકવા કરતા તમે તેનો ઉપયોગ કેરીને પકાવવા માટે કરી શકો છો. આ માટે તમે કોઈ પ્લાસ્ટિકમાં ઘાસને ભરી લો અને તે ઘાસમાં કેરીને મૂકી તેને કોઈ ઠંડી જગ્યાએ મૂકી દો. અન્ય ટીપ્સની તુલનામાં આ રીતે કેરી લગભગ 1 થી 2 દિવસમાં કેરી પાકી જાય છે. જેમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી થતો.

સુતરાઉ કપડા :

સુતરાઉ કાપડમાં કેરી મુકવાથી પણ કાચી કેરી સરળતાથી પાકી જાય છે. કોઈ પણ સાફ સુતરાઉ કાપડમાં કેરીને લપેટીને રસોડાના ખૂણામાં કે સ્ટોર રૂમમાં 2 થી 3 દિવસ મૂકી દો. 3 દિવસ પછી તમે જોશો કે સરળતાથી કેરી પાકી ગઈ હશે. આ રીતે તમે કોઈ અન્ય ફળને પણ પકાવી શકો છો. કાચા કેળા પણ આ રીતે પકાવી શકો છો.સાચે આ ટીપ્સને જાણ્યા પછી તમે કેમિકલ યુક્ત કેરી ન ખાતા કંઈક આ રીતે પકાવેલ કેરી ખાઈ શકો છો. આમ તમે કોઈ પણ રીત અપનાવીને કેરીને પકાવી શકો છો.

જો તમે કેમિકલથી પકવેલી કેરીને ઓળખવાની રીત જાણવા માંગતા હોવ તો કોમેન્ટ કરો part :2 અમે એના પર આર્ટિકલ લખી આપની સમક્ષ જરૂર રજૂ કરીશું ..

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!