સરકારે જેને રાફેલ આપ્યા એ 5 પાયલોટમાં છે ખાસ વિશેષતા, જાણો તેની ખાસિયતો.

મિત્રો ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થયો છે. ફ્રાંસથી ઉડાન ભરીને પાંચ લડાકુ વિમાન ભારતની જમીન પર પહોંચી ગયા છે. હરિયાણાના એરબેઝમાં બુધવારના રોજ રાફેલ વિમાન લેન્ડ થયા હતા, જ્યાં તેનું સ્વાગત વોટર સેલ્યુટ દ્વારા કરવામાં આવ્યું હતું. તે રાફેલ વિમાનોને ઉડાવવા માટે ખુબ જ અનુભવી પાયલોટને પસંદ કરવામાં આવ્યા છે. તેની ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહને આપવામાં આવી છે. તેની ટીમમાં દક્ષીણ કશ્મીરથી એર કોમોડોર હિલાલ અહમદ રાથર, યુપીના બલિયાથી કોમોડોર મનીષ સિંહ, રાજસ્થાનના જાલોરથી વિંગ કમાન્ડર અભિષેક ત્રિપાઠી પણ શામિલ છે. 

પાયલટના ટીમ લીડરની વાત કરીએ તો તેને વાયુસેનામાં 21 વર્ષનો અનુભવ છે. તેણે તેની ટ્રેનિંગ પછી જ પસંદ કરવામાં આવ્યા છે. ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહ 17 મી સ્ક્વાડ્રન ‘ગોલ્ડન એરો’ ના કમાન્ડિંગ ઓફિસર છે. હરકીરત સિંહ પહેલા મીગ-21 ના પાયલોટ હતા. એક વાર તેમણે બાઈસનમાં ઉડાન ભરી હતી. લગભગ 4 કિલોમીટરની ઉંચાઈ પર અવરોધ પ્રક્રિયા દરમિયાન તેના જહાંજના એન્જીનમાં આગ અને ત્રણ ધમાકા થયા હતા. તેમ છતાં પણ હરકીરત સિંહે તરત જ એ આગ પર કાબુ મેળવી લીધો અને સુરક્ષિત રીતે જહાંજને લેન્ડ કરાવ્યું હતું. 

જમ્મુ-કશ્મીરમાં રહેતા હિલાલ અહમદ રાથરની ગણતરી દેશના ખુબ જ સારા પાયલટોમાં થાય છે. હિલાલનો અભ્યાસ જમ્મુ જીલ્લાના નગરોટા કસ્બામાં સૈનિક સ્કુલમાં થયો છે. તેઓ વાયુ સેનામાં 17 ડિસેમ્બર, 1988 ના રોજ એક લડાકુ પાયલોટના રૂપે શામિલ થયા હતા. 1993 માં ફ્લાઈટ લેફ્ટનન્ટ બની ગયા, 2004 માં વિંગ કમાન્ડર, 2016 માં ગ્રુપ કેપ્ટન અને 2019 માં એર કોમોડોર બન્યા. મિરાજ-2000, મિગ-21 અને કિરણ એરક્રાફ્ટ પર ઉડાન દરમિયાન હિલાલે લગભગ અત્યાર સુધીમાં 3000 કલાક વિતાવ્યા છે. ઉત્તર પ્રદેશના બલિયા જનપદમાં બકવા ગામના રહેવાસી મનીષ રાફેલ વિમાન ફ્રાંસથી ભારત લાવ્યા. મનીષ સિંહે બલિયામાં પ્રારંભિક શિક્ષા બાદ સૈનિક સ્કુલમાં અભ્યાસ કર્યો. મનીષ વર્ષ 2002 માં ઇન્ડિયન એરફોર્સમાં પાયલોટ બન્યા. અંબાલા અને જામનગર બાદ વર્ષ 2017-2018 માં તેઓ ગોરખપુરમાં તૈનાત હતા. ફ્રાંસ સાથે રાફેલ ડીલ બાદ મનીષને પ્રશિક્ષણ માટે સરકારે ફ્રાંસ મોકલ્યા હતા. 

રાજસ્થાનના જાલોરના રહેવાસી અભિષેક ત્રિપાઠી પણ એ પાયલોટોમાં શામિલ છે જે ફ્રાંસમાંથી રાફેલ લઈને આવ્યા હતા. અભિષેકની સૌથી ખાસ વાત એ છે કે, તેમણે કુસ્તીના દાવપેચમાં મહારત હાંસિલ કર્યું છે. બાળપણમાં તેમણે ઘણા અખાડામાં પોતાનો દમ દેખાડ્યો હતો. હવે આસમાનના સૌથી તાકતવર ફાઈટર જેટમાંથી એકમાં બેસીને દુશ્મનને પોતાના હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે.રોહિત કટારીયાએ દોઢ વર્ષ સુધી પેરિસમાં ટ્રેનિંગ લીધા બાદ બુધવારે રફેલ વિમાનને લઈને અંબાલા પહોંચ્યા હતા. ત્યાં પહોંચતાની સાથે જ તેણે ગ્રુપ કેપ્ટનની કમાન સોંપી દેવામાં આવી હતી. આ પદોન્નતિ તેણે લગભગ ત્રણ મહિના પહેલા મળી હતી. વિદેશમાં હોવાના કારણે તે લાગુ ન થઈ શકી. પરંતુ હવે તે સંભાળી શકશે. 

ફ્રાંસથી 7000 કિલોમીટરનો અંતર કાપીને પાંચ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર પહોંચ્યા છે. તે પાંચ રાફેલ વિમાનોને સોમવારના રોજ ફ્રાંસીસી શહેર બોડરેમાં મેરિનેક એરબેઝથી ઉડાન ભરી હતી. પાંચના કાફલામાં ત્રણ સિંગલ સીટર અને બે ડબલ સીટ વાળા વિમાન છે. ભારતીય વાયુસેનામાં તેના 17 માં સ્ક્વાડ્રનના ભાગના રૂપમાં શામિલ કરવામાં આવશે, જેને અંબાલા એરબેઝ પર ‘ગોલ્ડન એરો’ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

Leave a Comment