રેલ્વે ટ્રેક પર પથ્થરો શા માટે હોય છે ?   રેલ્વે ટ્રેક પર ડામર રોડ કે RCC રોડ કેમ નથી બનાવતા ?

રેલ્વે ટ્રેક પર પથ્થરો શા માટે હોય છે ?   રેલ્વે ટ્રેક પર ડામર રોડ કે RCC રોડ કેમ નથી બનાવતા ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🚂 રેલ્વે ટ્રેક પર પથ્થરો શા માટે હોય છે ?  સિમેન્ટ રોડ કે ડામર રોડ કેમ નથી બનાવતા ?🚂 

🚂 આમ તો રેલ્વે ટ્રેક પર ઘણી વસ્તુઓ છે જે આપણે જોઈ અથવા જોઈને અવગણવી એ છીએ. આપણે તેમના મહત્વ વિશે અજાણ છીએ. ખરેખર, આપણે બધાએ ટ્રેનમાં ઘણી વખત મુસાફરી કરી છે, પરંતુ તમે ક્યારેય નોંધ્યું છે કે, શા માટે પથ્થર રેલ્વેના ટ્રેકની આસપાસ હોય છે, અથવા તો તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આ પથ્થર ટ્રેકની આસપાસ આવેલા છે ? શું તેમાં કોઈ ખાસ હેતુ રહેલો છે ? તો ચાલો જાણીએ….  

Image Source :

🚂 તમારી જાણકારી માટે કે ભારતનું રેલ માળખું એ વિશ્વ‌નુ સૌથી મોટું અને ચોથા નંબરનું માળખું છે. ૨૦૧૫-૧૬ ના આંકડા અનુસાર ભારતીય રેલ્વે ૬૬,૬૮૭ ક્ષેત્રફળમાં ફેલાયેલા છે, તેમાં ૭૨૧૬ રેલ્વે સ્ટેશન આવેલા છે અને રેલ્વે ટ્રેક ૧૧૯૬૩૦ કિલોમીટર સુધી ફેલાયેલ છે. 

🚂 રેલ્વેનો ટ્રેક વિશ્વભરમાં ફેલાયો છે અને આપણે બધાએ જોયું હશે કે રેલ્વે ટ્રેક પર પથ્થરોના નાનાં ટુકડાઓ મૂકવામાં આવ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શા માટે મુકવામાંમાં આવે છે. તમે ભાગ્યે જ જાણતા હશો. આજે, અમે તમને વિગતવાર કહી રહ્યા છીએ કે શા માટે રેલ્વે ટ્રેક પર પથ્થરો નાખવામાં આવે છે.

Image Source :             

🚂  સૌ પ્રથમ રેલ્વે ટ્રેક પર પથ્થર નાખવામા આવે છે. આ પથ્થરો, જે ટ્રેક પર નાખવામાં આવ્યા છે, જેને બુલસ્ટ કહેવામાં આવે છે. આ પથ્થરો ખડકોનૂ ભંગાણ કરીને બનાવવામાં આવે છે અથવા તેઓ રેતી અથવા ઇંટના ટુકડાઓથી બનેલા હોય છે. જેની પર ચાલવું મુશ્કેલ છે.

🚂 રેલ્વે ટ્રેક વચ્ચે નાના પથ્થરો મૂકવા પાછળ ખુબ જ સારું વૈજ્ઞાનિક કારણ છે. પ્રારંભિક તબક્કામાં સ્ટીલ અને લાકડાના પાટિયાની મદદથી રેલ્વે ટ્રેક બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજના સમયમાં, લાકડાની પેલેટની જગ્યાએ સીમેન્ટના લંબચોરસ બિમ્બનો  ઉપયોગ થાય છે. જેને “સ્લીપર્સ” કહેવામાં આવે છે. વાસ્તવમાં, રેલ્વેના ટ્રેક વચ્ચે નાના પથ્થરો મૂકવાના હેતુ એ છે કે લાકડાના પાટિયા અથવા સિમેન્ટના સ્લીપર મજબૂતીથી ટકી રહે અને સ્થિર રહે.Image Source :       

🚂 રેલ્વેના ટ્રેક્સ વચ્ચે લાકડાના પટ્ટાઓ અથવા સિમેન્ટના લંબચોરસ સ્લીપર ગોઠવવામાં આવે છે જેને બંને ટ્રકના સમાન સ્તર પર નાખવામાં આવે છે . ત્યારબાદ, પથ્થરોને તેમની વચ્ચે નાખવામા  આવે છે. તે કારણે, રેલ્વેની રેલગાડીઓ સ્થિર ચાલે છે  અને તેમાં ઘર્ષણ થતું નથી. આ ખુબ જ સખત  પથ્થરો હોય છે, તેના કારણે ભારે રેલ્વે આ પટ્ટાઓ પર પસાર થવાથી સંતુલન બગડતું નથી.

🚂 ખરેખર જ્યારે ટ્રેન ચાલે છે તે જમીન અને ટ્રેકમાં કંપન પેદા કરે છે. આ ઉપરાંત, ટ્રેક સૂર્યપ્રકાશથી ફેલાય છે અને શિયાળામાં સંકોચાઈ જાય છે. તે લાકડા અથવા સિમેન્ટના બ્લોક્સ પર સંપૂર્ણ લોડ પર આવે છે પરંતુ ટ્રેકની વચ્ચે પથ્થર હોવાને કારણે તમામ વજન આ પથ્થરો આવે છે.આથી  કંપન દ્વારા ટ્રેકનું સંકોચાઈ જવું અને ટ્રેનો વજન તમામનું સમતોલન થઈ જાય છે.

Image Source :

🚂 તેની સાથે રેલ્વે ટ્રેક પર પથ્થર નાખવાનું કારણ એ પણ છે કે ભારતીય ટ્રેન ખુબ જ ભારે હોય છે. જ્યારે તે ચાલે છે અને  ત્યારે વધુ ઘર્ષણ થાય  છે. આ પથ્થરો તેને ઘટાડવા માટે બનાવવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે આ પથ્થરો ગોળ કે લીસા હોતા નથી. તે ખૂબ તિક્ષણ અને ખરબચડા હોય છે.  આ પથ્થર તિક્ષણ અને ખરબચડા હોવાને કારણે અરસપરસ જકડી રહે છે અને ટ્રેક પરથી ખસકી જતા નથી. પથ્થરો ટ્રેક પર નાખવાથી વરસાદમાં કાદવ કે કીચકાણ નથી થતી અને તેની સાથે પાણી પણ‌ જમા થતુ નથી.‌‌‍‌‍ ટ્રેક પર પથ્થર હોવાથી આજુબાજુ ઝાડી ઝાંખરા થતાં નથી, આના કારણે ટ્રેન સરળતાથી ટ્રેક પર ચાલી શકે છે.

🚂 તમે સામાન્ય રીતે જોયું હશે કે રેલ્વેનો ટ્રેક જમીનની સપાટી કરતા ઉપર રાખવામાં આવે છે આથી ધ્વની પ્રદૂષણ નિયંત્રણમાં રહે છે અને જમીનમાં પણ કશું નુંકશાન થતું નથી. વરસાદનું પાણી પણ‌ નિચે વહી જાય છે.
આ બધા લાભ આપણને સિમેન્ટ રોડ માં કે ડામરમાં થતા નથી માટે આ પથ્થર જ આના  માટે બેસ્ટ રહે છે… જો આ માહિતી ગમી હોય તો જરૂર શેર કરજો જેથી અન્ય મિત્રો પણ આ માહિતી મેળવી શકે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment

error: Content is protected !!