કોરોના સંક્રમણથી બચવા માટે ક્યું માસ્ક હોય છે સૌથી બેસ્ટ ? આજે જ જાણો, નહિ તો નાની ભૂલ મૂકી દેશે મુશ્કેલીમાં…

મિત્રો તમે જાણો છો તેમ આજે કોરોનાની મહામારી એક ખુબ મોટા સંકટ રૂપે સમગ્ર દેશમાં વ્યાપી ગઈ છે. અને આજે દરરોજ કોરોનાના લગભગ 3 લાખથી પણ વધુ કેસ આવી રહ્યા છે. ચારેય બાજુ જાણે મૃત્યુનું તાંડવ ચાલી રહ્યું છે. આથી જ આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું ખુબ જરૂરી છે. એક રિસર્ચ અનુસાર એવું સામે આવ્યું છે કે, કોરોના વાયરસનું ટ્રાન્સમિશન હવા દ્વારા થઈ રહ્યું છે. આ વાયરસનું ટ્રાન્સમિશન એવી જગ્યા પર વધુ થઈ રહ્યું છે જ્યાં વેન્ટીલેશનની સુવિધા નથી. આથી સંક્રમણને શ્વાસ સુધી પહોંચતા રોકવા માટે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે.

આથી ઢીલું અને અવ્યવસ્થિત માસ્ક કોરોનાને આમંત્રણ આપે છે. આથી જ એ ખુબ જ જરૂરી છે કે, તમારું માસ્ક તમારા ચહેરા પર એકદમ ફીટ અને ડબલ હોવું જોઈએ. ચાલો જાણી લઈએ હવામાં કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ અને આ માટે આપણું માસ્ક કેવું હોવું જોઈએ.

હવામાં કેવી રીતે ફેલાઈ છે કોરોના ? : કોરોના વાયરસ એ ઉધરસ અને છીંકના ફાઇન કણોથી હવામાં ફેલાય છે. અને તે હવા દ્વારા બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશ મેળવે છે. મેડિકલ જર્નલ દ લેન્સેટ એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, જો સંક્રમિત શ્વાસ છોડે છે તો તે હવામાં શ્વાસ લેવાથી સ્વસ્થ માણસ પણ કોરોનાથી સંક્રમિત થાય છે. હવામાં પણ કોરોના રહેલા છે આથી માસ્કનો ઉપયોગ ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કોરોનાથી બચવા માટે કેવું માસ્ક પહેરવું જોઈએ.સર્જીકલ માસ્ક : કોરોનાથી બચવા માટે કોઈ પણ ત્રણ લહેર વાળું માસ્ક તમારા માટે સૌથી બેસ્ટ છે. ત્રણ લહેર વાળું માસ્ક હવામાં રહેલ પ્રદુષણના કણોને પણ રોકે છે. યુઝ અને થ્રો વાળું આ માસ્ક સર્જીકલ માસ્ક કોરોનાથી બચવા માટે ખુબ જ સારું છે.

કપડાનું માસ્ક : કોટનના કપડાનું માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી થતી. જ્યારે આ માસ્કને સમગ્ર દેશ તેમજ દુનિયામાં પસંદ કરવામાં આવી રહ્યું છે. પણ અહીં પણ એ ધ્યાન રાખવું કે આ માસ્ક પણ ત્રણ લહેર વાળું હોવું જોઈએ. તેમજ આ કોટનના માસ્કને તમે ધોઈને ફરી પણ યુઝ કરી શકો છો. આ સિવાય તમને અનુકૂળ ન હોય તો તમે પહેલા કોટનનું માસ્ક પહેરો અને પછી તેના પર સર્જીકલ માસ્ક પહેરો.N95 માસ્ક : N95 માસ્ક આ માસ્ક સૌથી વિશ્વાસ કરવા લાયક માસ્ક છે. તેને વગર વાલ્વ ઉપયોગ કરો. કોઈ પણ વાલ્વ વાળું માસ્ક રિસ્કી હોય શકે છે. વાલ્વના માધ્યમથી હવા બહાર અને અંદર આવી શકે છે જે તંદુરસ્ત માણસને પણ સંક્રમિત કરી શકે છે. N95 માસ્કનો ઉપયોગ વધુ પડતો ઉપયોગ મેડિકલ સ્ટાફ જ કરે છે.

રૂમાલ, ટુવાલ અને ઓઢણી : જો તમે જ્યાં બહુ પબ્લિક છે એવી જગ્યા પર નથી જતા તો ટુવાલ, રૂમાલ અને ઓઢણીથી પણ મોઢાને ઢાંકી શકો છો. પણ યાદ રાખો કે રૂમાલ, ટુવાલ અને ઓઢણીની પણ બે ત્રણ લહેર બનાવીને જ ઉપયોગમાં લેવી જોઈએ. ઘરે આવીને તેને બરાબર ખોલો પણ ચહેરાને હાથ ન લગાવો.માસ્ક પહેરવા માટે જરૂરી સાવધાની : જેટલું જરૂરી માસ્ક પહેરવું છે એટલું જ જરૂરી છે માસ્કને વ્યવસ્થિત પહેરવું પણ જરૂરી છે. માસ્ક એવું લેવું જોઈએ જેમાં નાક, મોઢું, દાઢી ઢંકાઈ જાય. માસ્ક એવું હોવું જોઈએ જેને વારંવાર સરખું કરવાની જરૂર ન પડે.

માસ્ક પહેર્યા પછી ચહેરા અને માસ્ક વચ્ચે વધુ અંતર ન હોવું જોઈએ, શ્વાસ લેતી વખતે હવા માસ્કથી પસાર થવી જોઈએ આજુબાજુમાંથી નહિ. એવું માસ્ક પહેરો જેમાં શ્વાસ લેવામાં પરેશાની ન થાય. માસ્ક પહેર્યા પછી હાથને વારંવાર માસ્ક પર ન ફેરવો. માસ્ક કાઢ્યા પછી હાથને 20 સેકેંડ માટે સાબુથી ઘસો, પછી પાણીથી ધોઈ નાખો.

તમે કેવા પ્રકારના માસ્ક પહેરો છો એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો….

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment