ઓછામાં ઓછું રોકાણ કરી મેળવો પૂરા 35 લાખ રૂપિયા, ઓછા જોખમે મળશે વધુ રિટર્ન… જાણો કેટલા રૂપિયાનો ફાયદો છે…

ઓછામાં ઓછું રોકાણ કરી મેળવો પૂરા 35 લાખ રૂપિયા, ઓછા જોખમે મળશે વધુ રિટર્ન… જાણો કેટલા રૂપિયાનો ફાયદો છે…

મિત્રો આજે દરેક લોકો કોઈને કોઈ રીતે પોતાના ભવિષ્ય માટે સેવિંગ કરવા માંગે છે. આથી જ બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં અનેક યોજનાઓ સમય સમય પર બહાર પડતી હોય છે. જેમાં રોકાણ કરીને તમે સારું એવું રિટર્ન મેળવી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા રોકીને તમે ઓછા જોખમમાં સારું એવું રીટર્ન મેળવી શકો છો. 19 થી 55 વર્ષની ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક આ વીમા યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના અનુસાર સામાન્ય વીમા રકમ 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

બજાર રોકાણોના ઘણા ઓપ્શનથી ભરેલું છે અને તેમાં ઘણી યોજનાઓ પર મળતું રિટર્ન ઘણું જ આકર્ષિત પણ હોય છે. જો કે તેમાં જોખમ પણ રહેલું હોય છે. ઘણા રોકાણકારો ઓછા રિટર્ન વાળી સુરક્ષિત રોકાણ યોજનાઓને વધારે પસંદ કરે છે કારણ કે તેમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

જો તમે પણ ઓછા જોખમ વાળા રિટર્ન કે રોકાણના વિકલ્પની શોધ કરી રહ્યા હોય તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારે કામ આવી શકે છે. ભારતીય ડાક દ્વારા આપવામાં આવેલી આ ગ્રામ સુરક્ષા યોજના એક એવો વિકલ્પ છે, જેમાં ઓછા જોખમમાં સારું એવું રિટર્ન મેળવી શકાય છે. ગ્રામ સુરક્ષા યોજના અનુસાર બોનસની સાથે નક્કી કરેલી રકમ 80 વર્ષની ઉંમરે અથવા તો મૃત્યુ પછી તેમના કાનૂની વારસદાર નામાંકિત વ્યક્તિને જે પણ પહેલા હોય મળી જાય છે.

આ છે નિયમ અને શરતો : 19 થી 55 વર્ષની વચ્ચેની ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક આ વીમા યોજનાનો લાભ લઈ શકે છે. જ્યારે આ યોજના અનુસાર ઓછામાં ઓછી 10,000 રુપિયાથી લઈને 10 લાખ સુધીની વીમા રકમનું રોકાણ કરી શકાય છે. આ યોજનાનુ પ્રીમિયમ પેમેન્ટ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક કરી શકાય છે. ગ્રાહકને પ્રિમિયમનું પેમેન્ટ કરવા માટે 30 દિવસની છૂટ આપવામાં આવે છે. પોલિસી અવધિ દરમિયાન ચૂકની સ્થિતિમાં ગ્રાહક પોલિસીને ફરી શરૂ કરવા માટે લંબાયેલા પ્રિમિયમનું પેમેન્ટ કરી શકે છે.

લોન મળે છે : વીમા યોજના એક ઋણ સુવિધાની સાથે આવે છે જેનો લાભ પોલિસી ખરીદ્યાના ચાર વર્ષ પછી લઈ શકાય છે.

પોલિસી સરેંડર કરી શકાય છે : ગ્રાહક 3 વર્ષ પછી પોલિસીને સરેંડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે આવી સ્થિતિમાં તમને તેની સાથે કોઈ લાભ મળવા પાત્ર રહેતો નથી. પોલિસીનું સૌથી મોટું આકર્ષણ ઈન્ડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવતું બોનસ છે. અને છેલ્લું બોનસ પ્રતિવર્ષ 65 રૂપિયા પ્રતિ 1000 રૂપિયાનું આશ્વાશન આપવામાં આવે છે.

મેચ્યોરિટી બેનિફિટ : જો કોઈ 19 વર્ષની ઉંમરમાં 10 લાખની ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદે છે. તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1,515 રૂપિયા, 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા થશે. પોલિસી ખરીદનાર ને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયા મેચ્યોરિટી બેનિફિટ મળશે. 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ 34.60 લાખ રૂપિયા રહેશે.

અહીં મળશે બધી જાણકારી : નામાંકિત વ્યક્તિના નામ કે અન્ય વિવરણ જેવા કે, ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરમાં કોઈ પણ અપડેટના વિષયમાં ગ્રાહક તેના માટે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકે છે. અન્ય પ્રશ્નો માટે ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 180 5232\155232 નો સંપર્ક કરી શકે છે.

આમ તમે પોસ્ટ ઓફિસની આ સીધી, ઓછી જોખમી અને સરળ યોજનાનો લાભ લઈ શકો છો. તેમજ પોતાના રોકાણમાં સારું એવું રીટર્ન મેળવીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!