આ સ્કીમમાં દરરોજનું કરો ફક્ત 50 રૂપિયાનું રોકાણ, આટલા સમયમાં બની જશો લાખોપતિ… જાણો વ્યાજ અને વળતર કેટલું મળશે..

મિત્રો આપણે ઘણી એવી સ્કીમમાં પૈસા રોકીને પોતાનુ ભવિષ્ય સેટ કરી શકીએ છીએ. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં તમારે દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવાનું છે. જેમાં તમને એક જ વારમાં 35 લાખ રૂપિયા મળી શકે છે. આ સ્કીમ તમે પોસ્ટ ઓફિસમાં કરી શકો છો. ચાલો તો આ સ્કીમ વિશે માહિતી જાણી લઈએ.

ભારતીય પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની બચત સ્કીમ ચલાવે છે. કરોડો લોકો પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરીને સારું એવું રિટર્ન મેળવી રહ્યા છે. માટે જ પોસ્ટ ઓફિસની સ્કીમમાં લોકો પૈસા લગાડે છે. પોસ્ટ ઓફિસમાં પૈસા રોકવા રિસ્ક ફ્રી ગણવામાં આવે છે. લોકો પોતાની રકમ સુરક્ષિત અને સારું રિટર્ન આપતી સ્કીમમાં રોકાણ કરવા માંગે છે. એવી પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે ગ્રામ સુરક્ષા યોજના. આ સ્કીમ માટે તમે દરરોજ માત્ર 50 રૂપિયા બચાવીને 35 લાખ રુપિયાનું રિટર્ન મેળવી શકો છો.કોણ કરી શકે છે રોકાણ?:- ગ્રામ સુરક્ષા યોજના રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ સ્કીમ્સ પ્રોગ્રામનો ભાગ છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી દેશની ગ્રામીણ જનતા માટે વર્ષ 1995માં લોન્ચ કરવામાં આવી હતી. ગ્રામ સુરક્ષા યોજનામાં 19 વર્ષ થી લઈને 55 વર્ષ સુધીના વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં 10 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે તેમાં ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. તમે પ્રીમિયમની ભરપાઈ માસિક, ત્રિમાસિક, છ-માસિક અને વર્ષના આધારે કરી શકો છો. 

આ રીતે થશે કમાણી:- ગ્રામ સુરક્ષા યોજના વિષે આપવામાં આવેલી જાણકારી મુજબ, જો કોઈ વ્યક્તિ દર મહિને 1,515 રૂપિયા એટલે કે દરરોજ, માત્ર 50 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને લગભગ 35 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે. જો તમે ગ્રામ સુરક્ષા સ્કીમને 19 વર્ષની ઉંમરમાં ખરીદો છો, તો 55 વર્ષ સુધી તમારે 1,515 રુપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે.આ રીતે મળશે 35 લાખ:- જો તમે આ સ્કીમને 58 વર્ષની ઉંમર સુધી લો છો તો, તમને દર મહિને 1463 રૂપિયા અને 60 વર્ષ માટે તમારે 1411 રૂપિયા દર મહિને ભરવાના રહે છે. જો તમે પ્રીમિયમ આપવામાં ચૂકી જાઓ છો તો, 30 દિવસની અંદર જમા કરી શકો છો. આ સ્કીમનું રિટર્ન જોઈએ તો, રોકાણકારને 55 વર્ષના રોકાણ પર 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ પર 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષના રોકાણ પર 34.60 લાખ રૂપિયાની મેચ્યોરિટી બેનિફિટ મળે છે.

શું છે ખાસ?:- ગ્રામ સુરક્ષા યોજના મુજબ, આ રકમ વ્યક્તિના 80 વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે. જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો, આ રકમ વ્યક્તિના કાનૂની અધિકારીને મળે છે. ગ્રામ સુરક્ષા સ્કીમ ખરીદવાના 3 વર્ષ બાદ ગ્રાહક તેને સરેંડર કરી શકે છે. જોકે તે સ્થિતિમાં તેની સાથે કોઈ લાભ મળતો નથી. 

પોલિસીનું સૌથી મોટું આકર્ષણ ઈન્ડિયા પોસ્ટ તરફથી આપવામાં આવેલ બોનસ છે અને અંતિમ ઘોષિત બોનસ દર 1000 રૂપિયા પર વર્ષે 60 રૂપિયા છે. આમ આ યોજના તમારા ભવિષ્ય માટે તેમજ તમારી ફેમીલી માટે એક વરદાન રૂપ બની રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment