જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

“જળ એ જ જીવન છે” આ વાત આપણે બધા જ જાણીએ છીએ અને આ વાતને સમજવી અને માનવી એ પણ એક સમજદારીની વાત છે. કારણ કે પાણી વગર આપણા જીવનની કલ્પના જ લગભગ પણ અસંભવ હોત. પરંતુ તેમ છતાં પણ આપણે જોઈએ તો લોકો આજે પાણીની બર્બાદી પણ વધારે કરી રહ્યા છે. આજના સમયમાં ઘણી જગ્યાએ એવું અવારનવાર જીવ મળતું હોય છે કે લોકો પાણીનો બગાડ પણ ખોટી જગ્યા પર કરી નાખતા હોય છે. જે ખરેખર આવતા સમય માટે ખુબ જ ચિંતાનો વિષય છે. કારણ કે જો આ રીતે પાણીને જ્યાં ત્યાં વેડફવામાં આવશે તો ભવિષ્યમાં અસર ખુબ જ ગંભીર થવાની છે. એટલા માટે આપણી બધા જ લોકોની નૈતિક ફરજ છે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ અને તેને બચાવીને ઉપયોગમાં લેવું જોઈએ. તો મિત્રો પાણીના બાબતે નરેન્દ્ર મોદી સરકાર પણ પગલાઓ ઉઠાવવા જઈ રહી છે. તેથી સરકારે એક નવું જળ શક્તિ મંત્રાલય બનાવવાનો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી “નલ સે ” જલ સે નલ” યોજના 2019 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાઈપલાઈન દ્વારા બધા જ વિસ્તારોમાં પાણી પહોંચી જશે. કારણ કે હજુ ભારતમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં દરેક ઘરમાં નળની સુવિધા નથી. પરંતુ આ યોજના લાગુ પડ્યા બાદ દેશના દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. એટલું જ નહિ આ યોજનામાં જળ સ્ત્રોત બચાવવાના પ્રયત્નો પણ કરવામાં આવશે.

આ યોજનાની શરૂઆત જળ જીવન મિશન દ્વારા થશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બધાના ઘરે પાણી પહોંચાડવાનો અને તેની સાથે સાથે જળ સ્ત્રોતનું સરંક્ષણ કરવાનો છે. આ બાબતે સરકાર પણ ઝડપથી કાર્ય કરશે. કેન્દ્ર સરકારે આગામી વર્ષ 2024 સુધીમાં દરેક ઘરમાં સ્વચ્છ અને સાફ પાણી પહોંચાડવાનું લક્ષ્ય બનાવ્યું છે. જેવી રીતે દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી, તેવી જ રીતે પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજનાનો લાભ પણ ઘર ઘરમાં પહોંચશે.સુત્રો અનુસાર એવું જાણવા મળ્યું છે કે નવું જળ શક્તિ મંત્રાલયમાં જળ સંશાધન, નદી વિકાસ, ગંગા જીર્ણોદ્ધાર અને પીવા માટેના પાણીના સ્વચ્છતા વિભાગનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષ 2024 સુધીમાં ભારત દેશમાં દરેક ઘરમાં પાઈપ લાઈન દ્વારા સ્વચ્છ પાણી પહોંચાડી દેવામાં આવશે.

મિત્રો કદાચ તમને એવું લાગે કે આ યોજના આપણા માટે કંઈ જ મહત્વ નથી ધરાવતી કારણ કે આપણને તો પુરતું પાણી મળી રહે છે. પરંતુ જો વાત સમગ્ર દેશની કરીએ તો જે રીપોર્ટ આવ્યા છે તે જાણીને તમે પણ ચોંકી જશો અને પાણીનો બચાવ શરૂ કરી દેશો. રીપોર્ટ  અનુસાર હાલમાં 60 કરોડ ભારતીય ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. જેમાંથી દર વર્ષે 2 લાખ લોકોનું મૃત્યુ તો પીવાનું સ્વચ્છ પાણી ન મળવાના કારણે થાય છે. જો દેશમાં આજે છે એ સ્થિતિ રહે તો એવું અનુમાન છે કે 2030 આવતા આવતા પાણીની માંગ બમણી થઇ જશે.મિત્રો આ આંકડાઓ કોઈ પણ વ્યક્તિને વિચાર મુગ્ધ કરી નાખે તેવા છે. એટલું જ નહિ મિત્રો જો જળ સંશાધન કે જળ સરંક્ષણ ન કરવામાં આવે તો તેની અસર આપણી અર્થવ્યવસ્થા પર પણ ખુબ જ ભયાનક પડશે. જેના કારણે ભારતનું જીડીપી 6% નીચું પણ આવી શકે છે. આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

મિત્રો સરકાર તો આ બાબતે સજાગ છે, પરંતુ જનતા હજુ પણ આ બાબતને ગંભીરતાથી નથી જોતી. માટે સરકારની સાથે સાથે આપણો પણ સહકાર પાણી બચાવવા માટે હોવો જરૂરી છે. માટે આપણે પણ એક જવાબદાર નાગરિક બનીને ખાલી ખોટો પાણીનો વ્યય અટકાવીને પાણીનો બચાવ કરવો જોઈએ. જેથી ભવિષ્યમાં સર્જાતી પાણીની બમણી માંગને આપણે પહોંચી વળીએ. આ બાબતે તમારૂ શું કેહવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.આ ઉપરાંત જો તમને એક દિવસ પણ પાણી જોવા ન મળે તો તેની સ્થિતિ કેવી રહે તે કલ્પના કરીને કોમેન્ટમાં અવશ્ય શેર કરજો. આ લેખને વધુને વધુ લોકો સુધી પહોંચાડો જેથી બધા જ તેને ગંભીરતાથી જુવે.

Leave a Comment