હવામાંથી પાણી કાઢવાના આ ઉપાયમાં વૈજ્ઞાનિકો અને પીએમ મોદી એક સાથે ! કહી આ મહત્વપૂર્ણ વાત, કેવી રીતે બનશે પાણી…

મિત્રો ઘણી વાર વૈજ્ઞાનિકો અવનવા પ્રયોગો કરીને લોકોને આશ્ચર્યમાં નાખી દેતા હોય છે અને દુનિયાની મોટાભાગની શોધ આવી રીતે જ થયેલી છે. જેમ કે હવા વિશે, પાણી વિશે, આકાશ, વિશે, જમીન વિશે, વાયુ વિશે. તો આજે અમે તમને એક એવી શોધ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે.

કદાચ તમને ખ્યાલ નહિ હોય પણ આપણા પ્રધાનમંત્રી  મોદીએ થોડા દિવસો પહેલા ડેન્માર્કની વિન્ડ એનર્જી કંપનીને વિન્ડ ટર્બાઈનનો ઉપયોગ કરીને હવાથી પાણી અને ઓક્સિજન કાઢવાની સંભાવનાની વાત કરી હતી. જો કે આ વિશે જાણીને તમને થોડું આશ્ચર્ય થશે પણ વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર આ સંભવ છે. જ્યારે આ અંગેની ટેકનીકનો ઉપયોગ ઘણી જગ્યાઓ પર થાય પણ છે અને આ ટેકનીકનો ઉપયોગ ભારતમાં પણ થઈ રહ્યો છે. જો કે તેમાં વિન્ડ મિલનો ઉપોયગ નથી થતો.

વિજ્ઞાન અને એન્જિનિયરિંગ અનુસંધાન બોર્ડના સચિવ સંદીપ વર્માના કહ્યા અનુસાર, હવાથી ચાલતી ટર્બાઈનમાં ભેજવાળી હવામાંથી પાણી પ્રાપ્ત કરવાની સાચી ડિઝાઇન હાજર જ છે. ત્યાં સુધી કે ઘણી જગ્યા પર તેનો ઉપયોગ પણ થાય છે. આ એક પ્રકારની ચેલેન્જ છે કે, આ વિચારોને કાર્યમાં લેવામાં આવે. આ સિવાય તેમના કહ્યા અનુસાર, ડિઝાઇન ઇનોવેશન, પરફોર્મન્સ, ઓપ્ટિમાઈઝેશન અને યોગ્ય તાપમાન ગ્રેડીએન્ટ જેવા પેરામીટર ઉર્જા-કુશળ પ્રક્રિયાના માધ્યમથી હવાથી પાણી કાઢવામાં મદદ મળે છે.આ ઉપરાંત વિજ્ઞાન અને પ્રોયોગીકી વિભાગના સચિવ આશુતોષ શર્માએ જણાવ્યું કે, હવાથી ઓક્સિજન અલગ કરવું એ એક માનક ઓદ્યોગિક પ્રક્રિયા છે. ગેસને અલગ કરવામાં લાગેલી કંપનીઓ નિયમિત રૂપથી આ કામ કરી રહી છે. તેમના અનુસાર આ માટે ઘણા પ્રકારના પટલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. થોડા અણુ તેમાંથી જઈ શકે છે અને થોડા નહિ. આમ જ તમે ઓક્સિજનને હવાથી અલગ કરી શકો છો. આ પ્રક્રિયાને વિન્ડ ટર્બાઈન મુખ્ય રૂપે સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતના રૂપે ઉપયોગમાં લેવાય છે.

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, ‘પાણી કાઢવાની પ્રક્રિયામાં વિન્ડ ટર્બાઈનની એક અતિરિક્ત ભૂમિકા હોય શકે છે. તેમના જણાવ્યા અનુસાર, પવન ટર્બાઈનના બહાવને વધુ હવા ફેકે છે. તેથી તે એક કમ્પ્રેસર અથવા તો પંપની જેમ કામ કરે છે. પાણી કાઢવા માટે જે પ્રકારની પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવે છે તે ફરીથી મૂળ રૂપે પટલનું એક નેટવર્ક હોય શકે છે. જેને હવામાંથી પસાર થવું પડે છે. તે સંઘનીત હોય છે અને પાણીને ડ્રીપ દ્વારા એકત્ર કરવામાં આવે છે.’આ સિવાય જાણવા મળતી માહિતી અનુસાર, હવાને ઉચ્ચ દરથી પસાર કરવાની જરૂર હોય છે. અને વિન્ડ ટર્બાઈન તે પ્રક્રિયાની સહાયતા કરે છે. આ કામ પહેલેથી જ થઈ રહ્યું છે. આપણે આ પ્રક્રિયાને વધુ કુશળ બનાવવાની જરૂર છે. આ સિવાય હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી હેઠળની કંપની મૈથરી એકવાટેકની સાથે એક ટેકનીક વિકસિત કરી છે. જેથી કરીને વાયુ મંડળથી પાણી પ્રાપ્ત કરી શકાય. આ પ્રક્રિયાનો ઉપયોગ ઘણી જગ્યા પર થાય છે પણ તેમાં વિન્ડ ટર્બાઈન સામેલ નથી.

આ સિવાય આઈઆઈસીટી ડાયરેક્ટર એસ ચંદ્રશેખર જણાવ્યું કે વિન્ડ ટર્બાઈન કેવળ એક પ્રોધ્યોગીકી વિકલ્પ છે, તેને શોધી શકાય છે’ જેની શોધ થઈ રહી છે. આ શોધ માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયાના દેશોમાં કરવામાં આવી રહી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment