ગાડીમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવતા લોકો ખાસ જાણો, તમારું પોતાનું જ કરાવી રહ્યા છો મોટું નુકશાન… પેટ્રોલ નખાવતા પહેલા જરૂર વાંચો આ લેખ…

મિત્રો આપણે સૌ ટુ વ્હીલર નો ઉપયોગ કરીએ છીએ. અને ટુ વ્હીલરને ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે છે. પણ જો આ પેટ્રોલ ને વધુ સમય માટે એમ જ રાખી દેવામાં આવે તો નુકશાન થાય છે. જો તમે આ વિશે વધુ વિસ્તારથી જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાચી જુઓ.  

સામાન્ય રીતે લોકો ગાડીની ટાંકીમાં પેટ્રોલ ભરીને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતાં નથી. પરંતુ તેમને એ વાતની જાણકારી હોતી નથી કે, પેટ્રોલની પણ એક્સપાયરી ડેટ હોય છે. જો સમય રહેતા ટાંકીમાં ભરેલા પેટ્રોલનો ઉપયોગ કરવામાં ન આવે તો, તેનાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. અમે આ લેખમાં આવી જ જરૂરી જાણકારી તમારી સાથે શેર કરીશું જેથી તમે પણ અજાણતા તમારી કારને નુકસાન ન પહોંચાડો.

પેટ્રોલની હોય છે એક્સપાયરી ડેટ:- દરેક વસ્તુની જેમ પેટ્રોલની પણ એક્સપાયરી ડેટ હોય છે. આથી સમય રહેતા આપણે તેનો પણ ઉપયોગ કરી લેવો જોઈએ. નહિ તો પેટ્રોલ ને નુકશાન થઇ શકે છે. મોટા ભાગે લોકોને એ વાતની જાણકારી હોતી જ નથી કે, પેટ્રોલની પણ એક્સપાયરી ડેટ હોય છે. આમ તો પેટ્રોલ ભર્યા પછી ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો લાંબા સમય સુધી ગાડીને ઉપયોગમાં લેતા નથી. એવામાં ગાડીની ટાંકીમાં ભરાયેલ પેટ્રોલ એક સમયે ખરાબ થવા લાગે છે. તેનું કારણ પેટ્રોલમાં કેમિકલ રિએક્શન છે. જોકે આ બાબતમાં વધારે જવાબદાર તાપમાન હોય છે.ક્યારે ખરાબ થાય છે પેટ્રોલ:- હવે તો પેટ્રોલની એક્સપાયરી ડેટ હોય છે તો એ પણ જાણવું જરૂરી છે કે આ પેટ્રોલ ક્યારે ખરાબ થાય છે જેથી કરીને આપણે વહેલા તેનો ઉપયોગ કરી શકે છે. જાણકારો મુજબ, પેટ્રોલને સીલ બંધ કન્ટેનરમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. કારમાં એક વખત પેટ્રોલ ભર્યા પછી તેને 20 ડિગ્રી તાપમાને છ મહિના સુધી રાખી શકાય છે અને જો તાપમાન 30 ડિગ્રી હોય તો તેની લાઈફ લગભગ 3 મહિના જેટલી હોય છે. તેમજ તેનાથી વધારે તાપમાન હોય તો તેની લાઈફ હજુ ઓછી થઈ જાય છે.

શા માટે થાય છે ખરાબ:- કોઈપણ વસ્તુ ખરાબ થવા પાછળ ના કેટલાક કારણો હોઈ શકે છે. આથી પેટ્રોલ શા માટે ખરાબ થાય છે તેના વિશે જાણવું પણ જરૂરી છે. પેટ્રોલમાં ઘણા પ્રકારના ઈંધણ મિક્સ કરવામાં આવે છે. તેમાં ઇથેનોલ સહિત ઘણા પ્રકારના કેમિકલ હોય છે. જો કારમાં પેટ્રોલ ભરાવ્યા પછી લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં ન આવે તો સરરોજ તાપમાનમાં થતાં ફેરફારને કારણે પેટ્રોલથી બનતી વરાળ ટાંકી માંથી બહાર આવી શકતી નથી એવું થવાથી ઇથેનોલ વરાળને સુકવવાનું શરૂ કરી દે છે જેનાથી પેટ્રોલ ખરાબ થવા લાગે છે. ગાડીમાં થાય છે નુકસાન:- જો તમારી ગાડીમાં પેટ્રોલ ખરાબ થઇ ગયું હોય તો તે તમારી ગાડીને પણ નુકશાન કરી શકે છે. જો કારમાં ભરેલૂ પેટ્રોલ લાંબા સમય સુધી ઉપયોગમાં ઉપયોગમાં ન લેવામાં આવે તો, તે ખરાબ થઈ જાય છે. જ્યાર પછી તેને ઉપયોગમાં લેવાથી સૌથી વધુ નુકસાન ગાડીને એન્જિનને થાય છે. આવા પેટ્રોલને જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે તો, તે સૌથી પહેલા ફ્યુઅલ પંપ સુધી પહોંચે છે જેનાથી પંપના જામ થવાનું જોખમ પણ થાય છે. ફ્યુઅલ પંપ પછી કાર્બોરેટર પર પણ ખરાબ અસર થાય છે. ફ્યુઅલ પંપ અને કાર્બોરેટર સિવાય જ્યારે પેટ્રોલ એન્જિનમાં જાય છે તો એન્જિન પર પણ ખરાબ અસર પડે છે અને ઘણા કેસમાં એન્જિન સીઝ થવાનું જોખમ પણ રહેલું હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment