આવા લોકોને સૌથી વધુ કરડે છે મચ્છરો, જાણો મચ્છરોને તેમાં શું દેખાય છે ?

મિત્રો ચોમાસાની સિઝનમાં આપણે ઘણી બહાર પગ મુકીએ કે તરત જ આપણા ઉપર મચ્છરોના ઝુંડ મંડરાવા લાગે છે. આ સમયગાળામાં લગભગ હાફ સ્લીવના કપડા પહેરીને બહાર જવું મુશ્કેલ હોય છે. જ્યાં જઈએ ત્યાં લગભગ મચ્છરોનો મારો જોવા મળતો હોય છે. મચ્છરો પાર્ક, મેદાન, રસ્તા પર અને ઘરમાં પણ આપણો પીછો નથી છોડતા. ઘણી કોશિશ કરવા છતાં પણ મચ્છર ઘરમાંથી કાઢવા ખુબ જ મુશ્કેલ હોય છે. તમને જાણીને હેરાની થશે કે, મચ્છર અમુક લોકોને વધુ હેરાન કરતા હોય છે. જેની પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, કેવા લોકોને મચ્છર વધુ પરેશાન કરે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો મચ્છરને લઈને વૈજ્ઞાનિકોનો દાવો છે કે, માણસને માત્ર માદા મચ્છર જ કરજે છે. તેની પાછળનું કારણ માદાના પ્રજનન સાથે જોડાયેલું છે. ખરેખર માદા મચ્છર માણસના લોહીમાં રહેલા પોષકતત્વને લેવા માટે કરડે છે અને ત્યાર બાદ જ તે ઈંડા મુકે છે.

કાર્બન ડાયોક્સાઈડની ગંધથી મચ્છર ખુબ જ ઝડપી માણસના લોહી તરફ આકર્ષિત થાય છે. માદા મચ્છર પોતાના “સેસિંગ ઓર્ગેન્સ” થી તેની ગંધ ઓળખી લેશે. શ્વાસ છોડતા સમયે માણસના શરીરમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ ગેસના કારણે મચ્છર અમુક લોકોને વધુ કરડે છે. મચ્છર 150 ફૂટ દુરથી પણ તેની ગંધ આસાનીથી ઓળખી શકે છે.શોધકર્તાઓનો દાવો છે કે અમુક વિશેષ ગંધ મચ્છરને ખુબ જ ઝડપથી આકર્ષિત કરે છે. માણસની ત્વચામાં રહેતા બેક્ટેરિયાથી રિલીઝ થતા યુરિક એસીડ, લેક્ટિક એસીડ અને અમોનિયાની વાસથી પણ મચ્છર માણસની પાસે વધુ ભટકે છે. શરીરનું તાપમાન વધુ હોવાના કારણે માણસને જે પરસેવો આવે છે, તેમાં એ તત્વો વધુ નીકળે છે.

જાપાનના શોધકર્તાઓ સાબિત કરી ચુક્યા છે કે, A બ્લડ ગ્રુપની તુલનામાં O બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધુ પ્રમાણમાં કરડે છે. આ બ્લડ ગ્રુપના લોકો મચ્છરોમાટે ચુંબક જેવું કામ કરે છે. જો કે B બ્લડ ગ્રુપના લોકોને મચ્છર સામાન્ય રીતે જ કરડે છે. તો O બ્લડ ગ્રુપના લોકોને વધુ પ્રમાણમાં મચ્છર કરડે છે.

Leave a Comment