પત્ની શા માટે પોતાના પતિને નામથી નથી બોલાવતી હિંદુ ધર્મમાં….. જાણો તેનું કારણ અને તથ્ય…

પત્ની શા માટે પોતાના પતિને નામથી નથી બોલાવતી હિંદુ ધર્મમાં….. જાણો તેનું કારણ અને તથ્ય…

હિંદુ ધર્મ ધાર્મિક તથ્યોથી ભરેલો એક દેશ છે. જેમાં હજારો વર્ષોથી પરંપરાઓ અને તથ્યો ચાલ્યા આવે છે. જેનું લોકો દ્વારા ખુબ જ આસ્થાભેર પાલન પણ કરવામાં આવે છે. પરંતુ આજના આ મોર્ડન સમયમાં આજની યુવા પેઢીને તેમાં કોઈ રસ હોતો નથી. તેના મગજમાં ધાર્મિક તથ્યો ક્યારેય બેસતા નથી. પરંતુ આજની પેઢી આપણા ધાર્મિક અને માર્મિક તથ્યોની ટીકા કરતા પણ નજર આવે છે. પરંતુ વાસ્તવિકતા જોઈએ અને જો હિંદુ ધર્મમાં પ્રાચીન તથ્યો અને તેનું મુલ્ય સમજી તેનું પાલન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પણ દુઃખનો સામનો કરવો પડતો નથી. હંમેશા જીવન સુખમય બને છે અને શાંતિથી પસાર થાય છે.

હિંદુ ધર્મના ધાર્મિક તથ્યો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેથી આપણા હિંદુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક પરંપરાઓ અને રીતીરિવાજોનું પાલન કરવામાં આવે છે.  તેવી જ રીતે જીવનમાં લગ્નને લઈને પણ ઘણા બધા રીતીરિવાજ છે. કારણ કે લગ્નનું ધાર્મિક મહત્વ ખુબ જ ઊંચું છે. તેમાં બે વ્યક્તિ જિંદગી ભર એક બીજાનો સાથ નિભાવવાનું વચન આપે છે.

તમે ઘણી વાર આપણા દાદા કે દાદી ક્યારેય એક બીજાના નામથી ન બોલાવતા. તો તેની પાછળનું સાચું કારણ આજ સુધી લગભગ કોઈએ નહિ જાણ્યું હોય. પરંતુ આજે અમે તમને તેનું ધાર્મિક અને માર્મિક બંને મહત્વ જણાવશું. જે ખુબ જ રોચક છે. આપણા હિંદુ ધર્મ ક્યારેય પણ પતિનું નામ ન લેવાની પ્રથા છે. જે આજે હવે લુપ્ત થવા લાગી છે. પરંતુ આજે પણ હજુ ગામડાઓમાં આ નિયમના માનવામાં આવે છે અને ગામની સ્ત્રીઓ પોતાના પતિનું નામ ક્યારેય પણ નથી લેતી. આજે ઘણી સ્ત્રીઓ પોતાના પતિનું નામ બોલતી હોય છે. પરંતુ હજુ લગભગ મોટી ઉમરની સ્ત્રીઓ ક્યારેય પોતાના પતિનું નામ નથી બોલતી. મોટાભાગની સ્ત્રીઓ એવું કહીને પોતાના પત્ની સંબોધન કરતી હોય છે કે “તમારા ભાઈ, આના પિતા, તમારા જેઠ, તમારા સસરા, તમારા દિયર” વગેરે. તો મિત્રો હવે પ્રશ્ન એ ઉદ્દભવે કે સ્ત્રીઓ આવું શા માટે કરતી હશે, તેની પાછળનું રહસ્ય શું છે તે લગભગ ખુબ જ ઓછા લોકોને જાણ હોય છે. પરંતુ આજે અમે તેના રહસ્ય વિશે જણાવશું. જેના વિશે લગભગ કોઈએ નહિ જણાવ્યું હોય. પરંતુ આજે અમે તમને જણાવશું કે શા માટે પત્ની દ્વારા પતિને નામથી ન બોલાવવાનું ધાર્મિક તથ્ય પ્રચલિત છે.

આપણે બધા જ જાણીએ છીએ કે હિંદુ ધર્મ અનુસાર સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. તો એક સ્ત્રી પણ હંમેશા પોતાના પતિને દેવતા જેટલું માન સમ્માન આપતી હોય છે અને આ બધી બાબતો જ એક લગ્ન જીવનને સુખી અને સફળ બનાવતી હોય છે. ઘરમાં સ્ત્રી અને પુરુષ બંનેનું સમ્માન થવું જરૂરી છે. પરંતુ આજની પેઢીના મોર્ડન લોકો વેદો અને પુરાણોમાં લખેલી આ વાતને સમજવા માટે તૈયાર નથી હોતા.હિંદુ ધર્મ અનુસાર સ્ત્રી પોતાના પતિને નામ લઈને એટલા માટે નથી બોલાવી શકતી કેમ કે પ્રાચીન સમયમાં મહર્ષિ વેદવ્યાસના મુખેથી નીકળેલી દરેક વાતને પથ્થરની લકીર સમજવામાં આવતી હતી. કારણ કે તેઓ જે કંઈ પણ બોલતા તે જ હકીકત બનતી અને તેમના દ્વારા જ સ્કંદ પુરાણમાં પતિ-પત્ની વચ્ચેની આ વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે.

તેમાં તેમણે જણાવ્યું છે કે જે પણ પત્ની પોતાના પતિને નામ લઈને બોલાવશે તેના પતિનું આયુષ્ય ધીમે ધીમે ઓછું થતું જશે. જો કોઈ પત્ની તેના પતિનું નામ બોલે પોતાના મુખથી તો પતિનું આયુષ્ય ઓછું થવા લાગે છે. આ જ કારણ છે કે આજે પણ અમુક પત્નીઓ પોતાના પતિનું નામ લેવાથી ડરતી હોય છે. આપણા સમાજ માં હંમેશા સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે જ કામના કરતી હોય છે. એટલા માટે આજે પણ જે ઘરમાં સ્ત્રીઓ આ ધર્મનું પાલન કરે છે અને તે પ્રમાણે આચરણ કરે છે અને તેનું પરિવાર સુખેથી રહે છે.આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે પોતાના પતિને નામથી ન બોલાવવાની પ્રથા પોતાના પતિને સમ્માન આપવા ખાતર પણ શરૂ કરાયેલી હતી. કારણ કે જો કોઈ પણ સ્ત્રી પોતાના પતિને નામથી બોલાવે તેના કરતા તેને કોઈ અન્ય રીતે પ્રેમ અને આદરથી બોલાવે તો તેમાં તેના પતિનું સમ્માન જળવાઈ રહે છે. પરંતુ આજના સમયમાં સમય અને પરિસ્થિતિઓ બદલાતા સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે તેથી ધીમે ધીમે આ પ્રથા પણ બંધ થતી જાય છે અને પતિને તેના નામથી જ બોલાવવામાં આવે છે. પહેલા તો પત્નીને પણ પતિ નામથી બોલાવતા ન હતા. પહેલા પતિ તેની પત્નીને બોલવવા માટે તેની દીકરીના નામથી બોલાવતા હતા. પરંતુ હવે આ સંસ્કૃતિ લુપ્ત થવા લાગી છે.

તો મિત્રો તમારું શું કહેવું છે પતિને તેના નામથી બોલાવવા જોઈએ કે ન બોલાવવા જોઈએ. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

Leave a Comment