એક વીંટીએ સાથે મહિલાએ કર્યું કંઈક આવું…. જેનું પરિણામ આવ્યું કંઈક આવું…. જણીને તમે પણ આશ્વર્યચકિત થઇ જશો….

મિત્રો કહેવાય છે કે ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. મિત્રો જીવનમાં કોનું નસીબ ક્યારે બદલાઈ જાય છે નક્કી નથી હોતું. તો આજે અમે એક એવી ઘટના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. એક મહિલાએ એક નાની એવી મામુલી કિંમતમાં વીંટી ખરીદી હતી અને 33 વર્ષ બાદ જે થયું તે ખુબ જ આશ્વર્યમાં મૂકી દે તેવું છે. તો ચાલો જાણીએ તે મહિલા વિશે. અને તેની સાથે શું થયું.


લંડનની ડેબ્રા ગોડાર્ડ નામની એક મહિલાએ 33 વર્ષ પહેલા એક સાપ્તાહિક બજારમાં ખરીદી કરવા ગઈ હતી. જે રીતે આપણે ગુજરાતમાં સસ્તી બજારો  ભરાઈ છે તે જ રીતે લંડનમાં “કાર બુટ સેલ” નામની એક માર્કેટ ભરાય છે. ડેબ્રા ઘરેણાનો શોખ પૂરો કરવા માટે માર્કેટ માંથી એક 250 રૂપિયાની નકલી વીંટી ખરીદી. જેમાં એક હીરો પણ હતો.

ડેબ્રાએ તે વીંટી 10 થી 15 વાર પહેરી ત્યાર બાદ તેનો શોખ પૂરો થતા તેણે તે વીંટીને પોતાની માતાના ઘરેણાની એક નાની ડાબલી હતી તેમાં રાખી અને સાચવીને મૂકી દીધી. ડેબ્રાને એક બીજી બહેન પણ હતી. પરંતુ થોડા વર્ષો બાદ દુર્ભાગ્યે ડેબ્રાની સગી બહેને તેની માતા સાથે છેતરપીંડી કરી અને તેણે પોતાની માતા પાસે રહેલી રોકડ રકમ પડાવી લીધી.

જેના કારણે ડેબ્રા અને તેની માતાની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી પડી ગઈ. તેમની આર્થિક હાલત એટલી નબળી પડી ગઈ કે તેમણે પોતાની ઘરવખરીનો સમાન વહેંચવાનો વારો આવ્યો. તે સમયે ડેબ્રાને થયું કે તેણે જે નકલી વીંટી સંભાળીને રાખી છે તેને વહેંચી દે તો તેનાથી એક બે દિવસનું ગુજરાન ચાલી શકે.

ડેબ્રાએ એક હીરાના વેપારીને ત્યાં વીંટી વહેંચવા માટે ગઈ. ત્યારે વેપારીએ તપાસ કર્યું ત્યારે તેને જણાવ્યું કે આ તો એક અસલી હીરો છે અને તે પણ 26 કેરેટનો હીરો છે અને તે પણ vvs2 કુશન કટ ઇન્ડિયન ડાઈમંડ. જેની કિંમત કરોડો રૂપિયા છે. આ વાત સાંભળી તે ડઘાય ગઈ. ત્યાર બાદ ડેબ્રાએ હીરા બજારમાં તે વીંટીની હરરાજી કરવાનું નક્કી કર્યું.


26 કેરેટ vvs2 કુશન કટ ઇન્ડિયન ડાઈમંડ માટે ત્યાં આવેલ લોકોએ બોલી પર બોલી લગાવી અને તે છેલ્લે બોલી 68 કરોડે જઈએ અટકી અને અંતે તે વીંટી 68 કરોડમાં વહેંચાઇ. ડેબ્રા અને તેની માતા પાસેથી તેની બહેને જેટલી રકમ પડાવી લીધી હતી તેનાથી બમણી રકમ તેના નસીબમાં આવી અને તેઓ કરોડપતિ બની ગયા. વિચારો મિત્રો ભારતનો હીરો લંડનની એક સસ્તી બજારમાંથી ડેબ્રા પાસે ગયો અને તેણે તેને કરોડપતિ બનાવી દીધી.


આ ઘટના પરથી ડેબ્રાએ પોતાના જીવનમાં થયેલી આ ઘટના પર “કાર બુટ ડાયમંડ” નામની એક પુસ્તક લખવાનું પણ નક્કી કર્યું. આ પુસ્તક લંડનની એક પબ્લીકેશન દ્વારા પબ્લીશ કરવામાં આવશે. આ વાત પર ડેબ્રાનું કહેવું છે કે કર્મ અને નસીબનું આપણને મળીને જ રહે છે કોઈ વ્યક્તિ આપણા હાથમાંથી લઇ જઈ શકે છે પરંતુ નસીબમાંથી નહિ. આ વાત પર તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here