આ અક્ષરથી શરૂ થતા નામ વાળી છોકરીઓ હોય છે કરોડોમાં એક…. જાણો ક્યાં છે એ 9 અક્ષર….

મિત્રો આજે દરેક વ્યક્તિ પોતાનું અલગ અસ્તિત્વ દર્શાવવા માગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના ભવિષ્ય વ્યક્તિત્વ અને સ્વભાવની ઓળખ આપે છે. આજે અમે તમને એવા નવ અક્ષરો વિશે જણાવીશું. જેનું  જ્યોતિષશાસ્ત્રમાં પણ વર્ણન કરેલ છે. આ નવ અક્ષર ધરાવતી છોકરીઓ જન્મથી જ કોમળ, ભાવુક, અને એ સ્વચ્છ વિચારો વાળી હોય છે. આવી છોકરીઓ બીજા માટે કદી પણ ખરાબ વિચારતી નથી, બીજા લોકોને મદદ કરવા માટે તૈયાર જ હોય છે અને  તેના પતિને પણ ખુબ જ પ્રેમ કરવાવાળી અને સુખ દુઃખમાં સાથ આપનાર હોય છે. તો ચાલો જાણીએ એ નામ વાળી છોકરી વિશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર A નામ વાળી છોકરીઓ મનથી સારા વિચાર વાળી હોય છે અને ખુબ જ ભાવુક હોય છે. આ સાથે આ નામની છોકરી વિશ્વાસપાત્ર હોય છે. આથી તે કોઈને વચન આપે તો ઈમાનદારી અને સાચી નિષ્ઠાથી વચન નિભાવે છે. એ પોતાની વાતમાં અને તેના  વ્યક્તિત્વ પર અડગ રહે છે. તે સોમ્ય અને કોમળ વ્યવહારથી દરેકને પ્રભાવિત કરે છે અને આ જ કારણે તે સમાજમાં માન-સન્માન મેળવે છે.

જે છોકરીનું નામ B અક્ષરથી શરૂ થતું હોય તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. તે સરળ અને  દયાળુ સ્વભાવની હોય છે. હંમેશા તેના પતિને ખુશ રાખે છે અને બીજાને દયાભાવના અને માન સન્માન આપવા વાળી હોય છે. આ નામ ધરાવતી છોકરીઓ કોઈને પણ દગો આપવાનું વિચારતી પણ નથી. તે ઘરના અને બહારના કામમાં સંપૂર્ણ યોગદાન આપે છે. તેનો  હસમુખો સ્વભાવ દરેકને આકર્ષિત કરે છે અને તે સમાજમા પોતાના સારા કાર્યો અને સારા વ્યવહારના કારણે ઓળખાય છે.

જે છોકરીઓના નામ D અક્ષરથી શરૂ થતું હોય તે ખુબ જ ભાગ્યશાળી હોય છે અને તે જે ઘરમાં પ્રવેશ કરે છે તે ઘર માં લક્ષ્મીજીના આશીર્વાદથી ઘરને સ્વર્ગ બનાવે છે અને ઘરમાં ધન દોલત અને માન સન્માન આપવા વાળી હોય છે. તે પોતાના દુશ્મનો માટે દિલમાં કોઈ વેરની ભાવના રાખતી નથી. બીજા લોકો ભલે તેની સાથે ખરાબ વ્યવહાર કરે પરંતુ તે બીજા માટે ખરાબ વર્તન કરતી નથી. તેને બીજાની  મદદ કરવી ખુબ જ ગમે છે તે ખુદ ભલે ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહી હોય તો પણ તે  જરૂરતમંદ લોકોને મદદ કરવામાં ચૂકતી નથી.

જે છોકરીઓનો પહેલો અક્ષર L થી શરૂ થતો હોય. તે નરમ, કોમળ અને શરમાળ હોય છે. તે જીવનમાં ખુબ જ સકારાત્મક હોય છે. તે સ્પષ્ટ વિચારો વાળી અને સાચું બોલવા વાળી હોય છે. L નામ વાળી છોકરીઓ ખુબ જ નાની નાની વાતમાં ખુશ થઈ જાય છે અને ભગવાનના આશીર્વાદથી સારુ ઘર પરિવાર અને પ્રેમ કરવાવાળો પતિ પણ મળે છે. તેના વ્યવહારમાં ક્યારેક-ક્યારેક બાળપણ પણ દેખાઈ આવે છે. પરંતુ જરૂરિયાત પડે ત્યારે સમજદારી અને સૂઝબૂઝથી મોટા મોટા નિર્ણય લઈ શકે છે. તેની બોલવાની છટા ખુબ જ એટ્રેકટિવ હોય છે.

N અક્ષરથી શરૂ થતા નામ વાળી છોકરીઓ શાંત સ્વભાવની  હોય છે. આ છોકરીઓ દિલથી સાફ અને સર્વગુણસંપન્ન માનવામાં આવે છે. તે નાના મોટા દરેકને માન-સન્માન આપે છે તે કોઈને પણ દુઃખી કરતી નથી. અને સાથે જ ઘર પરિવાર અને પતિના સુખની ખાસ સંભાળ લે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે S નામ વાળી છોકરીઓ સારા વિચારો વાળી હોય છે. તે ખુબ જ શાંત, સહનશીલ સ્વભાવની હોવાની સાથે ખુબ જ ખુશમિજાજ વાળી પણ હોય છે. તે પોતાની અથવા બીજાની કોઈ ખાસ વાત કોઈ ત્રીજા વ્યક્તિને જણાવતી નથી. તે ઘરના કાર્યમાં નિપુણ હોવાની સાથે-સાથે બહારના કાર્યો ખુબ જ સમજદારીથી કરે છે. તે દરેક કામ સમયસર અને ચોકસાઈપૂર્વક કરવાનું પસંદ કરે છે. તે પોતાના  સંબંધોને સાચવનાર અને  સન્માન જાળવનાર હોવાથી લોકો તેને ખુબ પસંદ કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે છોકરીઓનું નામ M અક્ષરથી શરૂ થતું હોય. તે પોતાના પરિવારને પ્રેમ કરવાવાળી અને સારસંભાળ લેવા વાળી હોય છે. તેના લીધે બીજા કોઈને નુકસાન કે તકલીફ થાય  તેવું કદી પણ ઈચ્છતી નથી. તે પોતાના લક્ષ્યો માટે હંમેશા ચિંતામાં રહે છે. તે નાની નાની વાતોને પણ ગંભીર માને છે. આવી છોકરીઓને મુદ્દાની વાત કરવી જ પસંદ છે. તે આડીઅવળી વાતો કરતી  નથી. તે હંમેશા પોતાના કામને વળગી રહેવાનું ઈચ્છે છે.

જે છોકરીઓનું નામ P અક્ષરથી શરૂ થતું હોય એના મનમાં બીજા માટે કોઈ ખોટી ભાવના હોતી નથી. તે ખુબ જ ભાવુક હોય છે. જો આવી છોકરીઓને કોઈ જવાબદારી સોંપવામાં આવે તો તે ખુબ જ સારી રીતે પૂરી કરે છે. તે ઘરની જવાબદારી ઓને પણ સરળતાથી નિભાવે છે, અને દરેક વ્યક્તિની સંભાળ લે છે. આમ તો તે ખુબ જ કોમળ હદયવાળી હોય છે પરંતુ ખોટી વાત પર તેમને ઝડપથી ગુસ્સો આવે છે. તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા વાળી હોય છે. P અક્ષરવાળી છોકરીઓ સમાજમાં પણ ખુબ નામના મેળવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે છોકરીનુ નામ R અક્ષરથી શરૂ થતું હોય તે  ખુબ જ સમજદાર અને મનથી સાફ હોય છે. તે કોઈની સાથે ખરાબ વર્તન થતું હોય તો તે જોઈ શકતી નથી. R અક્ષર વાળી છોકરીઓ તેના પાર્ટનરને ખુબ સન્માન આપે છે અને તેના પાર્ટનર સાથે દરેક વાત શેર કરે છે. આ સાથે જ ઘરના સભ્યો અને બહારના વ્યક્તિને પણ માન સન્માન આપવા વાળી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here