અહીં તમારી એક સલાહ જીતાવી શકે છે તમને 10 લાખ રૂપિયા. | સરકાર માંગે છે તમારી સલાહ

તમે કોઈક દિવસ સમય લઈને કોઈ ચાની કીટલી કે પાનના ગલ્લે જાવ અને પછી તમે કોઈની એક સલાહ માંગો કે, “ આ સરકારે કેમ શાસન કરવું જોઈએ?” તો તેના જવાબમાં તમને દુનિયા ભરની સલાહ મળે…. કે…

૧) ભાઈ, સરકારે પેલી યોજના શરુ કરવી જોઈએ.

૨) સરકારે પેલાને ખોટી સત્તા આપી દીધી.

૩) સરકારે સિસ્ટમમાં આમ સુધારો કરવો જોઈએ, કે તેમ સુધારો કરવો જોઈએ.

૪) તો કોઈ અમદાવાદી ભાષામાં એમ પણ કહી દે કે “સમજ્યા હવે, કંઈ કરવાની જરૂર નથી બધું ઠીક જ ચાલે છે.”

 

 

હવે મૂળ વાત એ છે કે, આવા ગજબના સલાહકારોની વિનંતી સરકારે સાંભળી લીધી છે. જો તમને સરકારને સલાહ દેવાનું ખુબ મન થતું હોય તો હવે સરકાર ખુદ તમને કહી રહી છે કે અમને તમારા રચનાત્મક વિચાર રૂપી સલાહ આપો ભાઈ.

તમારી અમુલ્ય મફતની સલાહ વાળા વિચારના પણ હવે પૈસા ઉપજશે. અને આ બધા પૈસા તમને ભારત સરકાર (રેલ્વે વિભાગ) આપશે. અને ભાઈ….એ પૈસા કંઈ 1-2 હાજર નહિ હો, પુરા 1 લાખ થી પુરા 10 લાખ રૂપિયા.

જી હા, તમે ઠીક સમજ્યા સરકાર 10 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપી રહી છે. તો ચાલો સમજીએ સરકાર આપની કઈ બાબતમાં સલાહ લેવા માંગે છે.

ભારતીય રેલ્વેએ તમારી પાસે વિચાર રૂપી સલાહ માંગી છે, કે “કેવી રીતે ભારતીય રેલ્વે વધુ પૈસા કમાઈને સારી સુવિધાજનક સેવા આપી શકે” રેલ્વે વિભાગે આ વિષય પર “જન ભાગીદારી” નામની એક કોમ્પીટીશનનું આયોજન કરેલ છે.

આ વિષય પર જો તમારી પાસે કોઈ વિચાર  છે તો તમે પણ તમારો વિચાર રેલ્વે વિભાગને મોકલી શકો છો. તેના બદલામાં તમે રૂપિયા 10 લાખ સુધી જીતી શકો છો.

રેલવે વિભાગ દ્વારા આ હરીફાઈ “માય ગોવ ડોટ ઈન(mygov.in) દ્વારા કરવામાં આવી રહી છે. તમે પણ તમારી અમુલ્ય સલાહના આધારે હરીફાઈમાં ભાગ લઈ શકો છો. અમે તમને હરીફાઈમાં ભાગ કેમ લેવો તેની ગતિવિધિ અમે નીચે આપી રહ્યા છીએ કે કઈ કેવી રીતે હરીફાઈમાં ભાગ લેવો? તેના માટે શું કરવાનું રહેશે? અને તમારે કયાં પ્રકારની સલાહ આપવાની રહેશે.

સૌથી પહેલા આપણે આ હરીફીમાંથી મળતા ઇનામ વિષે વાત કરી લઈએ કેમ કે, અમને પણ ખબર છે કે એક ગુજરાતી તરીકે તમને પણ પહેલા આ હરીફાઈમાંથી મળતા ફળ (ઇનામ) વિશે જાણવામાં વધુ ઉત્સુકતા હશે..

 

તો અહીં

પ્રથમ ઇનામ જીતનારને 10 લાખ મળવાના છે.

દ્વિતીય ઇનામ જીતનારને 5 લાખ મળવાના છે.

તૃતીય ઇનામ જીતનારને 3 લાખ મળવાના છે

ચતુર્થ ઇનામ જીતનારને 1 લાખ મળવાના છે.

 

હવે હરીફાઈ વિશે વાત કરીએતો તમારે પ્રથમ નીચેની આ વેબસાઈટ  https://www.innovate.mygov.in પર જઈને “CLICK HERE TO PARTICIPATE લખેલા બટન પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.

તે ફોર્મની તમામ વિગતો સંપૂર્ણ યોગ્ય રીતે ભર્યા બાદ ફોર્મ સબમિટ કરવાથી તમને એક કન્ફર્મ ઈ- મેઈલ પણ આવી જશે.

આ હરીફાઈના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 મે 2018 છે. તો તમે 19 મે 2019 ના 6 p.m. (ભારતીય સમય) સુધી ફોર્મ ભરી શકો છો.

રેલ્વે વિભાગ નીચે મુજબના વિષયો પર તમારા વિચારો માંગી રહી છે.

ઓર્ગેનાઈઝેશન લેવલ પર સુધારો
ફાઈનાન્શિયલ એન્ડ કોમર્શિયલ ફિજિબિલિટી
પારદર્શિતા
કસ્ટમર ફ્રેન્ડલી
સ્થિરતા

– આગળ ઈમ્પુવમેન્ટનો સ્કોપ
– નેશનલ ઈકોનોમિક રિકવાયરમેન્ટને અનુકુળ

આ હરીફાઈના કેટલાક નિયમો પણ નીચે મુજબ છે તેને પણ વાંચી લેવા.

  1. તમારા આઈડિયા વિશે જે કઈ લખવાનું થાય તે હિન્દી અથવા ઈંગ્લીશમાં લખવાનું રહેશે. જો તમે ગુજરાતીમાં લખ્યું હોય તો તેનો અનુવાદ હિન્દી, ઈંગ્લીશમાં સાથે હોવો જ જોઈએ.
  2. આ હરીફાઈમાં તમે ટીમ તરીકે પણ હિસ્સો લઇ શકો છો, પણ તમારી ટીમમાં સભ્યોની સંખ્યા ૬ થી વધુ ના હોવી જોઈએ.
  3. હરીફાઈમાં ભાગ લેનારની ઉંમર 20 માર્ચ 2018 સુધીમાં 18 વર્ષ હોવી જોઈએ.
  4. આ હરીફાઈમાં ભાગ લેવા માટે ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે.
  5. બીજી વધુ શરતો તમને https://www.innovate.mygov.in મળી જશે. તેનું પણ તમારે પાલન કરવાનું રહેશે.

આ કોમ્પીટીશન યુવાનો તેમજ નવા સંશોધક વિચાર ધરાવતા તમામ ભારતીયોને આગળ વધવા એક સારું પ્લેટફોર્મ આપવા જી રહી છે. તમારા વિચારો, સૂચનો, સલાહો સરકારને અહી આપો અને જો તમારો વિચાર સરકારને ગમી જશે તો 1 લાખથી લઈને 10 લાખ સુધીનું પારિતોષિક તમને મળી શકે છે.

તમારા તમામ સર્જનાત્મક વિચારો ધરાવતા મિત્રોને પણ આ આર્ટીકલ મોકલો જેથી તે પણ આ હરીફાઈનો હિસ્સો બનીને સરકારને તેનો બહુમુલ્ય વિચાર આપીને “જન ભાગીદારી”માં મહત્વનો ફાળો આપી શકે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro

             મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

                                                           જય હિન્દ.

Leave a Comment