પત્નીના મૃત્યુના 27 વર્ષ બાદ પણ આ વ્યક્તિ સાચવે છે તેની અસ્થીઓ | કારણ તમે માની નહિ શકો.

મિત્રો આજકાલ પ્રેમ તો ઘણા બધા કરે છે પરંતુ આજે અમે જે કિસ્સાની વાત તમને કરવા જઈ રહ્યા છીએ તે કંઈક અલગ જ છે. જેને જાણીને તમને પ્રેમની અભિવ્યક્તિ થશે. લગભગ આજકાલ લોકો પ્રેમ તો કરે છે પરંતુ તેનું કોઈ અસ્તિત્વ નથી જોવા મળતું. પરંતુ આજે અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છે તેનું અસ્તિત્વ મૃત્યુ બાદ પણ જીવંત હતો. તો ચાલો જાણીએ પ્રેમની એક એવી સાચી ઘટના જે આજે પણ જીવંત છે.

મિત્રો હાલમાં જ બિહારના પૂર્ણિયામાં એક પતિ અને પત્નીના અતુટ સંબંધનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં પત્નીના મૃત્યુના 27 વર્ષ પછી પણ પતિ પોતાની આપેલી કસમને નિભાવી રહ્યો છે. પત્નીનું મૃત્યુ 27 વર્ષ પહેલા થઇ ગયું છે પરંતુ તેનો પતિ આજે પણ તેનો એટલો જ ખ્યાલ રાખે છે જેટલો તે પહેલા રાખતો હતો. આ વાત જાણીને ખરેખર કોઈ પણ વ્યક્તિને આશ્વર્ય થાય. કેમ કે પત્ની 27 વર્ષ પહેલા મૃત્યુ પામી છે, પરંતુ તેનો ખ્યાલ આજે પણ રાખવામાં આવે એ કેવી રીતે બને. તો મિત્રો 27 વર્ષ પહેલા મૃત્યુ પામેલી પત્નીની અસ્થીને આજે પણ તેના પતિએ એ ઉમ્મીદથી સાચવીને રાખી છે કે જ્યારે તેનું મૃત્યુ થશે ત્યારે તેના કફનમાં તેની પત્નીની અસ્થી સાથે હોય.  બિહારમાં આવેલ પૂર્ણિયામાં 87 વર્ષીય સાહિત્યકાર ભોલાનાથ આલોકે તેની પત્નીને વચન આપ્યું હતું અને તેને નિભાવવા માટે અસ્થિઓને સંભાળીને રાખી હતી. કેમ કે તેણે પત્નીના મૃત્યુ પહેલા એવું વચન આપ્યું હતું કે સાથે મરશું અને સાથે જીવશું. આ વચન બંનેએ નિભાવવાનું હતું, પરંતુ તેવું ન બન્યું. તેની પત્ની પદ્યારાની તેના પતિ ભોલાનાથને છોડીને મૃત્યુ પામી. તે વચનને આજે 27 વર્ષ પછી પણ ભોલાનાથ આલોક એકલા નિભાવી રહ્યા છે.

તેણે તેની દીકરીને જણાવ્યું હતું કે, મેં મારી પત્ની સાથે જીવવા અને મારવાનું વચન આપ્યું હતું, માટે જ્યારે મારું મૃત્યુ થઇ જાય ત્યાર બાદ મારી ચિતામાં મારી પત્નીની અસ્થિને પણ મુકજો. જેથી અમે આપેલું વચન નિભાવી શકું. આજના સમયમાં પતિ અને પત્નીના બેવફાઈ કિસ્સા ખુબ જ સામે આવતા હોય છે. આજના સમયમાં મોટાભાગે લગભગ પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ મૃત્યુ પામે તુરંત બીજા લગ્ન કરી લેતા હોય છે. તેવામાં 27 વર્ષ વીતી ગયા છતાં આજે પણ પોતાના સંબંધને નિભાવવા માટે પતિ અને પત્નીના પ્રેમની એક અનોખી મિસાલ પેશ કરી છે. જે આજના બધા પ્રેમી તથા પતિ અને પત્નીના સંબંધને એક શીખ આપી જાય છે. ભોલાનાથ આલોકે પોતાના ઘરના એક વૃક્ષ પર તેની પત્નીની અસ્થિને સંભાળીને રાખી છે. જ્યારે પણ તે એકલા હોય ત્યારે તે વૃક્ષ પર એક પોટલીમાં લટકાવેલી અસ્થિને જોયા કરે છે. ભોલાનાથ આલોકનું કહેવું છે કે તેના લગ્ન બાળપણમાં જ થઇ ગયા હતા. તેનું કહેવું છે કે તેની પત્ની ખુબ જ સરળ સ્વભાવની હતી અને બંનેએ કસમ લીધી હતી કે સાથે જીવશું અને સાથે જ મરશું. પરંતુ સાથે મરવાનું વચન તે નિભાવી ન શક્યા પરંતુ તેની અસ્થિને આજે પણ સંભાળીને રાખી છે. કેમ કે ભોલાનાથ મૃત્યુ સમયે તે અસ્થિને સાથે અગ્નિમાં વિલીન કરી શકે અને વચનને નિભાવી શકે.

પરંતુ ભોલાનાથ આલોકના જમાઈનું કહેવું છે કે, આ તેના અતુટ પ્રેમને દર્શાવે છે. જે ક્યાંકને ક્યાંક એક સુખદ અનુભૂતિ કરાવે છે. તેની સાથે સાથે સમાજમાં જે જે સંબંધો તૂટી ગયા છે તેને નસિયત પણ આપી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ભોલાનાથ આલોકને માત્ર એક દીકરી જ છે. જે તેની સાથે રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment