તમે પોતે જ ૩ મીનીટમાં તમારું ભવિષ્ય જાણી શકશો…આ જ્યોતિષ અંક દ્વારા, જાણો કેમ જાણી શકાય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌑 માત્ર ત્રણ જ મીનીટમાં તમારું ભવિષ્ય તમે પોતે જ જાણી શકો છો આ રીતે અંક જ્યોતિષ દ્વારા.. 🌑

🔱 હા મિત્રો આ આર્ટીકલમાં અંક જ્યોતિષ દ્વારા તમે તમારી જન્મ તારીખ પ્રમાણે અંક કાઢી તેના પરથી તમારું ભાગ્ય તમે જાતે જ જાણી શકો છો. તેના માટે તમારે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. તો ચાલો જાણીએ વિગતવાર, કે કંઈ રીતે તમે જાતે જ તમારી જન્મ તારીખ પરથી અંક જ્યોતિષની મદદથી ભાગ્ય જાણી શકો છો. આ પદ્ધતિથી તમારું ભવિષ્ય જાણવા માટે સૌથી પહેલા તો આપણે આપણો ભાગ્યાંક શોધવો પડશે. તો ચાલો કંઈ રીતે શોધવો તે જાણી  લઈએ.Image Source :

🔱 આ રીતે ભાગ્યાંક શોધો તમારી જન્મ તારીખ પરથી:- 

🔱 મિત્રો આપણે આપણો ભાગ્યાંક આપણી જન્મ તારીખ, મહિનો અને વર્ષનો સરવાળો કરીને મેળવવાનો રહેશે. તો ચાલો જાણીએ આપણે તે જ વસ્તુ એક ઉદાહરણ દ્વારા જેથી તમે તેને બરાબર રીતે સમજી શકો.

🔱 માની લો કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ છે ૧૬ /૮/૧૯૯૫. તો ચાલો જાણીએ કે આ જન્મ તારીખ ધરાવતા વ્યક્તિનો ભાગ્યાંક શું હોઈ શકે.

🔱 તારીખ =૧૬ = ૧ + ૬ = ૭

🔱 મહિનો = ૮ (જો અહીં બે અંકનો મહિનો હોય તો તેનો પણ સરવાળો કરીને સૂક્ષ્મ અંક કાઢી લેવાનો છે.)

🔱 વર્ષ = ૧૯૯૫ =૧+૯+૯+૪=૨૩=૨+૩=૬

Image Source :

🔱 હવે તારીખ મહિનો અને વર્ષ ત્રણેય  માંથી મળતી સંખ્યાનો સરવાળો કરવાનો છે (૭+૮+૬). આ ત્રણેયનો સરવાળો આવ્યો ૨૧. હવે તમારે આ સંખ્યાને પણ સૂક્ષ્મ મૂલાંક માં ફેરવી નાખવાની છે. મતલબ ૨+૧=૩. હવે જે સંખ્યા મળી તે છે આ વ્યક્તિનો ભાગ્યાંક આવ્યો ૩. તો મિત્રો તમે પણ આ રીતે તમારો ભાગ્યાંક કાઢી લો. ભાગ્યાંક હંમેશા ૧ થી ૯ ની સંખ્યામાંથી જ આવશે.

🔱 તો અમે તમને ૧ થી ૯ અંકોનું ભવિષ્ય પણ જણાવી દઈએ જેથી તમારે જે કંઈ પણ નંબર આવે તેના વિશે  પણ જાણી શકો.

🔱 ભાગ્યાંક ૧: 🔱

🔱 આ અંકો વાળા માટે શુભ વાર છે રવિવાર અને ગુરુવાર. શુભ મહિનાઓ છે જાન્યુઆરી, માર્ચ, મેં, જુલાઈ અને ઓક્ટોબર. શુભ તારીખો છે ૧, ૧૦, ૧૯ અને ૨૮.

🔱 આ અંક ધરાવતા વ્યક્તિઓ આત્મવિશ્વાસી અને સાહસી હોય છે. આવા લોકો એકાંત પ્રિય હોય છે અને સાથે સાથે તેમનામાં અહંકારની ભાવના પણ પ્રબળ હોય છે. આવા લોકો સંવેદનશીલ નથી હોતા. આ જાતકો સજાવટ પસંદ,શોખીન, હસમુખ હોય છે. આ લોકોનો સ્વભાવ ગરમ હોય છે. મનમોજી હોવાને કારણે શોખ અને ભડકતા રંગ પસંદ કરે છે. તેમજ તેજ જીવન જીવવાના આદી હોય છે. આ લોકો જીવનમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત ન કરવા છતાં પણ પોતાનું જીવન સુખપૂર્વક વિતાવે છે. આવા અંક ધરાવતા લોકોએ સંકટ સમયે સૂર્યની આરાધના, સૂર્ય નમસ્કાર વગેરે કરવાથી લાભ મળે છે.

Image Source :

🔱 ભાગ્યાંક ૨ : 🔱

🔱 આ ભાગ્યાંક માટે શુભ વાર છે સોમવાર અને બુધવાર. શુભ મહિનો છે ફેબ્રુઆરી, એપ્રિલ, ઓગસ્ટ અને નવેમ્બર. શુભ તારીખો છે ૨, ૭, ૮, ૧૧, ૨૦, ૨૬, ૨૯ અને ૩૧.

🔱 આ અંક વાળા વ્યક્તિ ઓછા બોલનારા હોય છે. કલ્પના શક્તિનો પ્રયોગ ખૂબ સારી રીતે કરતા હોય છે. ખૂબ જ દયાભાવી હોય છે તેમજ સુંદરતાના ઉપાસક હોય છે. તેમનું ગૃહસ્થ જીવન તણાવયુક્ત અને ઉતાર ચડાવ વાળું રહે છે. આ અંકના જાતકો શાંત કલ્પનાશીલ અને કલાકાર હોય છે. આ અંકના વ્યક્તિઓએ પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે પ્રેરણાની જરૂર રહે છે. તેમને સફેદ અથવા આછા રંગો પસંદ હોય છે.પેટ સંબંધી વિકાર થવાની સંભાવના હોવાને કારણે ખાનપાનમાં સાવધાની રાખવાની જરૂર છે. કષ્ટ સમયે પીપળાને પાણી ચડાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ભગવાન શિવની આરાધના વિશેષ લાભ આપી શકે છે.

🔱 ભાગ્યાંક ૩ 🔱

🔱 આ અંક માટે શુભ વાર છે મંગળવાર અને શુક્રવાર. શુભ મહિનાઓ છે માર્ચ, જુલાઈ, જુન, મેં, સપ્ટેમ્બર અને ડીસેમ્બર. શુભ તારીખો છે ૩, ૬, ૯, ૧૨, ૧૫, ૧૮, ૨૦, ૨૧, ૨૪, ૨૭ અને ૩૦.

🔱 આ અંક ધરાવતા વ્યક્તિઓ ધૂની હોય છે. જે કાર્ય વિશે વિચારી લે છે તે પૂર્ણ કરીને જ રહે છે. આ સાથે તે લોકો સંઘર્ષવાદી હોય છે  તેમજ ઉન્નતી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ અંકથી પ્રભાવિત જાતક પોતાનું પ્રભુત્વ અન્ય વ્યક્તિઓ પર જોવા માંગે છે. આ લોકોનું જીવન નિયમબદ્ધ હોય છે. આ લોકોને રક્ષા સેવા તથા પ્રશાસન સંબંધી નોકરીઓમાં વિશેષ સફળતાઓ પ્રાપ્ત થઇ શકે છે. આ લોકો પોતાના સાહસિક સ્વભાવને કારણે મોટી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકે છે. તે લોકોને પીળો તથા ગુલાબી રંગ પસંદ હોય છે. કઠીન સમયે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી આરાધના ફાયદાકારક છે.

🔱 ભાગ્યાંક ૪: 🔱

🔱 આ અંક માટે શુભ વાર છે બુધવાર અને સોમવાર. શુભ મહિનાઓ છે એપ્રિલ, ફેબ્રુઆરી અને ઓગષ્ટ. શુભ તારીખો છે ૨, ૪, ૮, ૧૩, ૧૬, ૨૦, ૨૨, ૨૬, અને ૩૧.

🔱 આ અંક ધરાવતા વ્યક્તિઓ હંમેશા જીવનના સંઘર્ષનો શિકાર થતા રહે છે. આ લોકો ખુબ જ મિલનસાર હોય છે પરંતુ ક્યારેક અસ્થિર અને સ્વછંદ સ્વભાવ પણ ધરાવે છે. તેમની નિયતિમાં અમૂક બાધાઓ હોય છે. આ અંકથી પ્રભાવિત જાતકોનો સ્વભાવ વિચિત્ર હોય છે. આ લોકો મનમાની કરવાના અડી હોય છે. પરંતુ આ લોકો જ્યારે મિત્રતા કરે ત્યારે અંત સુધી સાથ નિભાવતા હોય છે. આ લોકોએ હંમેશા સંવેદનશીલ ન રહેવું જોઈએ પરંતુ હંમેશા પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંકટ સમયે ગણપતિ અથર્વશીર્ષ પાઠ અને દૂર્ગા ચાલીસા કરવી જોઈએ. ક્રીમ તેમજ સફેદ રંગ તમારા શુભ રંગો છે.

Image Source :

🔱 ભાગ્યાંક ૫ 🔱

🔱 શુભ વાર છે ગુરુવાર, શનિવાર અને બુધવાર. શુભ માસ છે મેં, જાન્યુઆરી, માર્ચ, જુલાઈ. શુભ તારીખો છે ૫, ૧૦, ૧૪, ૧૯, ૨૩, ૨૫ અને ૨૮.

🔱 આ લોકો સફળ વ્યવસાયી રૂપમાં ઓળખવામાં આવે છે. યાત્રાઓ કરવાનો શોખ ધરાવે છે. સામે વાળાના મનોભાવને સરળતાથી સમજી શકે છે. આ લોકો સાહસી અને કાર્યશીલ હોય છે. આવા લોકો વિનોદી વૃત્તિ ધરાવે છે. આવા લોકો રિસ્ક ટેકર્સ હોય છે જેથી તે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે. તેઓનો શુભ રંગ લીલો છે. કઠીન સમયે ગણપતિની આરાધના કરવી લાભદાયી છે.

🔱 ભાગ્યાંક ૬ : 🔱

🔱 શુભ વાર શુક્રવાર અને મંગળવાર છે. શુભ મહિનાઓ જુન, સપ્ટેમ્બર અને ડીસેમ્બર છે. શુભ તારીખો ૬, ૯, ૧૫, ૧૮ અને ૨૪ છે.

🔱 આવા વ્યક્તિઓ ભૌતિકવાદી હોય છે. આ સાથે ફાલ્તુંના ખર્ચ પણ કરતા હોય છે. આ લોકોની વિશેષતાઓ છે કલાકાર તેમે જ કલાકાર પારખું હોવું. આ અંક ધરાવતા લોકો રાજસી સ્વભાવના હોય છે. તેમનું વ્યક્તિત્વ મોહક હોય છે. તે લોકો સજીને રહેવાનું પસંદ કરે છે. આવા લોકો દ્રઢ નિશ્ચયી હોય છે. તે ખુબ જ વિશ્વસનિય  મિત્ર હોય છે. તેમના માટે સફેદ તેમજ ગુલાબી રંગ શુભ હોય છે. આ લોકોને જીવનમાં મધ્યમ સફળતા પ્રાપ્ત થાય છે.

🔱 ભાગ્યાંક ૭ 🔱

🔱 શુભ વાર છે શનિવાર, ગુરુવાર અને બુધવાર. શુભ મહિના છે જુલાઈ, જાન્યુઆરી, માર્ચ અને મેં. શુભ તારીખો છે ૭, ૧૪, ૧૬, ૨૫, અને ૨૬.

🔱 આ લોકો સ્પષ્ટ બોલનારા હોય છે તેમજ ચિંતાશીલ હોય છે. તેમનું પોતાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે તેથી સમાજમાં ઓળખાય છે. વિચારોમાં પરિપક્વ તેમજ નવા વિચારોના નિર્માતા હોય છે. આ અંક ધરાવતા લોકો પરંપરાવાદી હોય છે. આ લોકોને જીવન જીવવાની પોતાની અલગ જ રીત હોય છે. જ્ઞાન, વિદ્યાઓ પ્રતિ આકર્ષક હોય છે. આ લોકોનું શરૂઆતી જીવન ખુબ જ શાનદાર હોય છે પરંતુ જીવનના અંતે તે લોકોને વ્યવહારને લઈને સમસ્યા થઇ જતી હોય છે કારણ કે તે લોકો અસહનશીલ બની જાય છે.

Image Source :

🔱 ભાગ્યાંક ૮: 🔱

🔱 આ લોકો માટે શુભ વાર છે શનિવાર અને શુક્રવાર. શોભ મહિનાઓ છે જાન્યુઆરી, ઓગસ્ટ, સપ્ટેમ્બર. શુભ તારીખો છે ૮, ૨૫, ૧૭  અને ૩૦.

🔱 આવા લોકોનું વ્યક્તિત્વ થોડું અલગ હોય છે. આ અલગ વ્યક્તિત્વના કારણે તે લોકોને સમજવા ખુબ જ અઘરા છે. ઘણી વાર લોકો તેને ખોટા પણ સમજી બેસે છે. પરંતુ કોઈ વ્યક્તિ  તેમની સાથે લાંબો સમય રહે તો તેને સમજી શકે છે સારી રીતે. આવા લોકો દેખાવ નથી કરતા વાસ્તવિકતા પર વિશ્વાસ કરે છે. પોતાની ભાવનાને અંદર દબાવીને રાખે છે. આવા લોકોમાં કર્તવ્ય પાલન હોય છે. જે કામ કરે છે તે ફોકસથી પૂરું કરે છે. મહેનત વધારે કરે છે પરંતુ તેમની મહેનતનું યોગ્ય ફળ તેને મળી રહે છે. આવા લોકોનું જીવન શનિ ગ્રહથી પ્રભાવિત હોય છે

🔱  ભાગ્યાંક ૯ : 🔱

🔱 આ અંક માટે શુભ વાર છે રવિવાર અને મંગળવાર. શુભ મહિનાઓ છે મેં, ડીસેમ્બર, ફેબ્રુઆરી અને જુલાઈ. શુભ તારીખો છે ૧૮, ૨૭, ૯ અને ૨૪.

🔱 આ લોકો ઝડપથી ગુસ્સો કરવા લાગે છે જેના કારણે તેમને મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા લોકો ખુબ જ મહેનતી હોય છે તેથી તે સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવા લોકોને કોઈની નીચે કામ કરવું પસંદ નથી હોતું. આવા લોકો સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. આ લોકો ખુબ જ સાહસી અને હિંમત વાળા હોય છે માટે કોઈ મુસીબતથી ગભરાતા નથી. આ લોકોને અઘરા કાર્યો કરવાનું વધારે પસંદ હોય છે.આવા લોકોને આર્મી, પ્રશાસન, આર્કિટેક અને જાસુસીના ક્ષેત્રમાં સફળ થવાની વધારે સંભાવના હોય છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “તમે પોતે જ ૩ મીનીટમાં તમારું ભવિષ્ય જાણી શકશો…આ જ્યોતિષ અંક દ્વારા, જાણો કેમ જાણી શકાય”

Leave a Comment