2020 કરતા પણ વધુ ભારે હશે 2021 નું વર્ષ. આવશે હજુ મોટી આફત એવી ભવિષ્યવાણી.

2020 કરતા પણ વધુ ભારે હશે 2021 નું વર્ષ. આવશે હજુ મોટી આફત એવી ભવિષ્યવાણી.

મિત્રો ભવિષ્યને લઈને દરેક લોકોને ઘણા નીતનવા વિચારો આવતા હોય છે. એમ કે આગળ શું થશે, સારું થશે કે ખરાબ. જેને કારણે ઘણા જ્ઞાની પુરુષો ભવિષ્યને લઈને પોતાના વિચારો ભવિષ્યવાણીના રૂપે રજુ કરતા હોય છે. એમાંથી ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થતી હોય છે તો ઘણી ભવિષ્યવાણી ખોટી. ચાલો તો પૃથ્વીના ભવિષ્યને લઈને નાસ્ત્રેદમસ એ પોતાની એક પુસ્તકમાં ઘણી ભવિષ્યવાણી કરી છે. જેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

નાસ્ત્રેદમસનો જન્મ ફ્રાન્સમાં થયો છે. તેમની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ વિજ્ઞાનિકે સદીયો પહેલા એક પુસ્તક ‘લેસ પ્રોફેટીસ’ લખી છે. આ પુસ્તકનું પહેલું સંસ્કરણ 1555 આવ્યું હતું. જેની અંદર 6338 ભવિષ્યવાણી છે. જેમાંથી 70% ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. આ પુસ્તકનું લખાણ છંદોમાં છે જેને ‘કવાટ્રેન’ કહે છે. 2020 માં ફેલાયેલ કોરોના વાયરસની મહામારીને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે જોડવામાં આવે છે. આ સિવાય ઘણી ઐતિહાસિક ઘટના પણ તેમની સાચી ભવિષ્યવાણીનો ભાગ છે. ચાલો તો 2021 ની ભવિષ્યવાણી વિશે.

જોમ્બી : નાસ્ત્રેદમસ અનુસાર એક રશિયન વૈજ્ઞાનિક એક એવું જૈવિક હથિયાર અને વાયરસ વિકસિત કરશે જે માણસને જોમ્બી બનાવી દેશે. આ રીતે માણસની પ્રજાતિનો નાશ થશે.

અકાળ : નાસ્ત્રેદમસ આ વિશે જણાવે છે કે, અકાળ, ભૂકંપ, વિવિધ બીમારીઓ અને મહામારી એ દુનિયાના અંતની નિશાની છે. આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે. 2020 ની કોરોના મહામારી તેની શરૂઆત છે. કોરોનાએ હાલ આખી દુનિયાને હલાવી દીધી છે. આવા સમયનો સામનો દુનિયાએ પહેલા ક્યારેય કર્યો ન હતો. દુનિયાનો એક સૌથી મોટો ભાગ આ બરબાદીથી ઉગરી નહી શકે.

સૂર્યની તબાહી : 2021 એ દુનિયાની પ્રમુખ ઘટનાઓ મત મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન સૂર્યની બરબાદી પૃથ્વીના ક્ષતિગ્રસ્ત થવા માટે જવાબદાર હશે. આ સિવાય સમુદ્રની સપાટી વધશે અને પૃથ્વી તેમાં સમાઈ જશે. જળ-વાયું પરિવર્તનના આ નુકસાન યુદ્ધ અને લડાઈના સંકેત આપે છે. રિસોર્સમાં દુનિયાના ઝગડાઓ શરૂ થશે અને લોકો પલાયન કરશે.

પૃથ્વી સાથે ટકરાશે ધૂમકેતુ : નાસ્ત્રેદમસ એ પોતાના એક કવાટ્રેનમાં કહ્યું છે કે, ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાશે. જે ભૂકંપ અને ઘણા પ્રકારની પ્રાકૃતિક આપત્તિનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા પછી આ એસ્ટેરોઈડ ઉકળવા લાગશે આકાશમાં આ દ્રશ્ય ગ્રેટ ફાયર જેવું હશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, નાસા આ પહેલા પણ એક ખુબ મોટા ધૂમકેતુ સાથે પૃથ્વીની અથડાશે તેવી સંભાવના કરી છે. આ વખતે તેને વધુ ગંભીર રીતે લેવાની જરૂર છે. કારણ કે 2009 KF1 નામનો એક એસ્ટેરોઈડ 6 મેં 2021 માં પૃથ્વી સાથે અથડાવાની સંભાવના છે. આ ધૂમકેતુની તાકાત 1945 ના હિરોશીમા પર અમેરિકા દ્વારા કરેલ પરમાણું બમ્બ થી 15 ગણી હશે.

કેલિફોર્નિયામાં ભૂકંપ : એક ખુબ મોટો ભૂકંપ ન્યુવલ્ર્ડને તબાહ કરી દેશે. કેલિફોર્નિયાને તેનો લોજીકલ પ્લેસ કહે છે. જ્યાં આ ઘટના બની શકે છે. પ્રાકૃતિક આપત્તિને લઈને પહેલા પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.

બ્રેઈન ચીપ : માનવજાતિને બચાવવા માટે અમેરિકન સૈનિકોને માનસિક રીતે સાઈબોગ્ર્સની જેમ બદલી નાખવામાં આવશે. તેની બ્રેઈન ચીપનો ઉપયોગ કરી શકાશે. આ ચીપ માણસની મસ્તિષ્કની બાયોલોજીકલ ઈન્ટેલીજન્ટને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એવો થયો કે, આપણે આર્ટફીશિયન ઈન્ટેલીજન્ટને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરી શકાશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!