રોકાણ કરવું હોય તો આવું ! ખાલી 10 હજારની SIP થી બન્યું 13 કરોડ રૂપિયાનું ફંડ, પૈસા લગાડનારા થયા માલામાલ… જાણો લગાવવામાં ફાયદો છે કે નહિ…

મિત્રો દરેક લોકો પોતાના ભવિષ્યને સેવ કરવા માટે કોઈને કોઈ બચત યોજનામાં પોતાના પૈસાનું રોકાણ કરતા હોય છે. આવી જ બચત યોજનામાં એક યોજના છે SIP ની. જેમાં રોકાણ કરનાર અચૂક રીતે સારું એવું રીટર્ન મેળવે છે. આજે અમે તમને એવી SIP વિશે જણાવીશું જેમાં 10 હજારનું રોકાણ કરનાર નું ફંડ આજે 13 કરોડનું થઇ ગયું છે. અને ગ્રાહકો માલામાલ થઇ ગયાં છે. 

જો તમે શેર માર્કેટના ઉતાર-ચડાવમાં વધારે જોખમ ઉઠાવવા ન માંગતા હોય તો, મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે સારો વિકલ્પ છે. ખાસ વાત એ છે કે અહીં દર મહિને એક નાની રકમ રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા રોકાણની સુવિધા આપે છે. આ નાનું-નાનું રોકાણ તમારા માટે એક મોટું ફંડ તૈયાર કરી શકે છે. ત્યાં સુધી કે તમે 10 હજાર રૂપિયાની SIP થી 13 કરોડ રુપિયાનું ફંડ પણ જમા કરી શકો છો. થઈ શકે કે તમને આ વાત પર વિશ્વાસ ન હોય, પરંતુ લાંબી અવધિમાં આવું શક્ય છે.

વાસ્તવમાં એવું થયું છે. એક 4 સ્ટાર રેટિંગ વાળા મ્યુચ્યુઅલ ફંડે 27 વર્ષમાં 10 હજાર રૂપિયાની SIPને 13 કરોડ બનાવી દીધા જો કોઈ વ્યક્તિ પોતાની નોકરીની શરૂઆતમાં જ આ SIP કરી રહ્યા હોય તો રિટાયરમેંટ સુધીમાં તે એક ભારે-ભરખમ રકમનો માલિક હોય.નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડ:- આ કમાલ નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડે કર્યું છે. આ એક મિડ કૈપ ફંડ છે. જે મિડ કૈપ સ્ટોકમાં રોકાણ કરે છે. રોકાણકારોને લાંબી અવધિમાં શાનદાર રિટર્ન આપવા માટે આ ફંડ તે હાઇ ગ્રોથ કંપનીઓમાં રોકાણ કરે છે, જેમાં લાર્જ કૈપ બનવાની ક્ષમતા છે. ફંડને મોર્નિંગસ્ટારે 3-સ્ટાર અને વેલ્યૂ રિસરચે 4-સ્ટાર રેટિંગ આપી છે. આ ફંડને 8 ઓક્ટોબર, 1995ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફંડે 27 વર્ષ સફળતા પૂર્વક પૂરા કરી લીધા છે. સ્થાપના પછી ફંડે 22.29% નું સીએજીઆર આપ્યું છે. 

નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડની પર્ફોર્મન્સ:- પાછલા વર્ષે આ ફંડે 11.89%નું એન્યુઅલ SIP રિટર્ન આપ્યું હતું. આ ફંડે પાછલા 3 વર્ષોમાં 27.53%નું એન્યુઅલ SIP રિટર્ન આપ્યું છે. એવામાં તમારી 10,000 રૂપિયાની માસિક SIPથી તમારું કુલ રોકાણ 3.60 લાખ રૂપિયાથી વધીને 5.31 લાખ રૂપિયા થઈ જાત. પાછલા 5 વર્ષોમાં આ ફંડે 21.10%નું વાર્ષિક SIP રિટર્ન આપ્યું છે. તેનાથી તમારી 10,000 રૂપિયાની માસિક SIP તમારા કુલ 6 લાખ રૂપિયાના રોકાણને વધારીને 10.08 લાખ રૂપિયા કરી આપેત.10 વર્ષોમાં 17.37% વાર્ષિક રિટર્ન:- નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડે પાછલા 10 વર્ષોમાં 17.37%નું એન્યુઅલ SIP રિટર્ન આપ્યું છે. એવામાં 10,000 રુપિયાનું માસીક SIP થી હવે તમારું કુલ રોકાણ 12 લાખ રૂપિયાથી વધીને 29.77 લાખ રૂપિયા થઈ જાત. પાછલા 15 વર્ષોમાં તેણે 15.71%નું વાર્ષિક SIP રિટર્ન આપ્યું છેએવામાં 10,000 રૂપિયાની માસિક SIPના બદલે તમારું 18 લાખ રુપિયાનું રોકાણ હવે વધીને 65.35 લાખ રૂપિયા થઈ ગયું હોત. આ ફંડે પાછલા 20 વર્ષોમાં 18.99%નું વાર્ષિક SIP રિટર્ન આપ્યું છે. માટે 10,000 રૂપિયાની માસિક SIP હવે તમારા 24 લાખના રોકાણને 2.17 કરોડ રૂપયા સુધી વધારી આપેત. 

25 વર્ષોમાં 22.12% વાર્ષિક રિટર્ન:- આ ફંડે પાછલા 25 વર્ષોમાં 22.12% એન્યુઅલ SIP રિટર્ન આપ્યું છે. એવામાં 10,000 રૂપિયાની માસિક SIP હવે તમારા વાસ્તવિક રોકાણને 30 લાખ રૂપિયાના રોકાણને વધારીને 8.87 કરોડ રૂપિયા આપેત. તમે ફંડની શરૂઆતથી જ 10,000 રૂપિયાની માસિક SIP કરી હોત તો તમારું 32.40 લાખ રુપિયાનું કુલ રોકાણ વધીને 13.67 કરોડ રૂપિયા થયું હોત. આ દરમિયાન ફંડે 22.29%નું વાર્ષિક રિટર્ન આપ્યું છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment