ઉનાળાની ઋતુમાં કરો બમ્પર કમાણી, શરૂ કરો ઓછા રોકાણ વાળો આ બિઝનેસ, દિવસમાં બે ગણી અને રાત્રે થશે ચાર ગણી કમાણી…

દેશમાં સ્વચ્છ પાણીની માંગ સતત અને ઝડપથી વધતી રહી છે. એવી સ્થિતિમાં બોટલ બંધ પાણીનો બિઝનેસ દર વર્ષે ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં બોટલ બંધ પાણી નો બિઝનેસ વરસનો 20 ટકાના દરે વધારો કરી રહ્યો છે. એક લીટર વાળી પાણીની બોટલ ની બજારમાં 75 ટકા હિસ્સેદારી છે. બ્રાન્ડેડ કંપનીઓની સાથે દેશી કંપનીઓ પણ આ કોમ્પિટિશનમાં સામેલ છે. જો તમે આ બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ તો ઓછા રોકાણે વધુ કમાણી કરી શકો છો.

બજારમાં આ સમયે એક રૂપિયામાં એક પાઉચ થી લઈને 20 લીટર ના કેન સુધી આપવામાં આવી રહ્યા છે. ત્યાં જ ઘરો અને સંસ્થાનોમાં તેનાથી પણ મોટા કેન ની માંગ  હોય છે. પરિસ્થિતિ એવી છે કે મેટ્રોસિટી થી લઈને દૂરના ગામડા સુધી આની ડિમાન્ડ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો? તો આવો તમને આ બિઝનેસ નો ફોર્મ્યુલા જણાવીએ.જો તમે મિનરલ વોટરનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ તો તેના માટે વોટર પ્લાન્ટ લગાવવો પડશે. આ માટે યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે. આ પછી પ્રશાસન પાસેથી લાયસન્સ અને આઈએસઆઈ નંબર લેવાનો રહેશે.

કંપની બનાવવા માટે, તમારે તમારા વ્યવસાયને કંપની એક્ટ હેઠળ રજીસ્ટર કરાવવો પડશે. તમને સરકાર તરફથી કંપનીનો પાન નંબર અને જીએસટી નંબર મળશે, જે દરેક જગ્યાએ ઉપયોગી થશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમે બેંક પાસેથી લોન લઈ શકો છો.વધારે જગ્યા ની જરૂરત નથી:- પાણીના આ બિઝનેસ માટે બહુ વધારે જગ્યાની જરૂર નથી. બોરિંગ, આરઓ, ચીલર મશીન અને કેન વગેરે રાખવા માટે 1000 થી 1500 સ્ક્વેર ફીટની જગ્યા પૂરતી છે. એ જગ્યાની પસંદગી ને પ્રાથમિકતા આપો, જે શહેરની પાસે જ હોય.

આમ તો આજકાલ અનેક કંપનીઓ કોમર્શિયલ આરો પ્લાન્ટ બનાવી રહી છે. જેની કિંમત 50 હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. સાથે જ 20 લીટર ના ઓછા માં ઓછા 100 કેન ખરીદવા પડે. આની પર કુલ ખર્ચો ચાર થી પાંચ લાખ સુધીનો થાય.કેટલી કમાણી થાય?:- જો તમે 1000 લિટર પ્રતિ કલાકના ઉત્પાદનનો પ્લાન્ટ લગાવો છો, તો તમે દર મહિને 30 હજારથી 50 હજાર રૂપિયા કમાઈ શકો છો. પાણીની ગુણવત્તા અને ડિલિવરી સારી રીતે કરીને તમે મોટી કમાણી કરી શકો છો. જેમ જેમ કસ્ટમર્સ વધશે તેમ તેમ તમારી કમાણી વધતી જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment