ભગવાન બુદ્ધે ગરીબ ને આપ્યો એના સવાલ નો એવો જવાબ .. કે ગરીબ કાન પકડી ગયો

મિત્રો આજના સમયમાં લગભગ વ્યક્તિ કોઈને કોઈ વાતથી દુઃખી રહેતા હોય છે. આજે લોકો ધન સંબંધિત સમસ્યાને લઈને વધારે ચિંતિત અને દુઃખી રહેતા હોય છે. પરંતુ આજનો અમારો આ લેખ વાંચ્યા બાદ તમે તમારા દુઃખને ભૂલીને ખુશ રહેવાનું પસંદ કરશો. આજે અમે તમને એક ગરીબ વ્યક્તિ અને ભગવાન બુદ્ધની એક કથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને તમારા દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો અવશ્ય મળી જશે.

એક ગામમાં ભગવાન બુદ્ધ એક ધર્મ સભાને સંબોધીત કરી રહ્યા હતા. બધા ગામના લોકો ભગવાન બુદ્ધ પાસે આવતા પોતાની પરિસ્થિતિ અને મુશ્કેલીઓ જણાવતા. ત્યારે ભગવાન બુદ્ધ તેમની સમસ્યાનું નિરાકરણ આપતા. અને સમસ્યાનું નિરાકરણ લઈને લોકો ખુશી ખુશી પોતાના ઘરે જતા.

ત્યાં જ રોડના કિનારે રોજ એક ગરીબ વ્યક્તિ બેસતો હતો તે આ બધું દરરોજ નિહાળતો હતો કે આ મહાત્મા પાસે લોકો દુઃખી થઈને જાય છે અને પાછા આવે ત્યારે ખુશ થઇને બહાર નીકળે છે. તેને આ વાતનું આશ્ચર્ય થયું અને તે ગરીબ વ્યક્તિને થયું કે ચાલો હું પણ મારી સમસ્યા મહાત્માને જણાવું.

બીજે દિવસે તે ગરીબ વ્યક્તિ પણ ત્યાં જાય છે. ત્યાં આ રીતે પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવવા માટે લોકોની કતાર લાગી હતી. તે કતારમાં જઈને ઉભો રહી જાય છે અને પોતાનો વારો આવવાની રાહ જુવે છે. થોડા સમય બાદ અંતે તે ગરીબ વ્યક્તિનો વારો આવ્યો. ત્યારે સૌથી પહેલા તો તેણે ભગવાન બુદ્ધને પ્રણામ કર્યા. ત્યાર બાદ તે ગરીબ વ્યક્તિએ પોતાની સમસ્યા જણાવતા ભગવાન બુદ્ધને કહ્યું કે આ ગામમાં બધા લોકો સુખી અને સમૃદ્ધ છે હું એક જ ગરીબ કેમ ?

ત્યારે ભગવાન બુદ્ધ તેને હસીને જણાવે છે કે તું ગરીબ અને નિર્ધન એટલે છે, કારણ કે તે ક્યારેય કોઈને કંઈ આપ્યું જ નથી. આ સાંભળી ગરીબ વ્યક્તિ જણાવે છે કે હું કોઈને શું આપી શકું ? મારે મારું ગુજરાન ચલાવવા માટે પણ ભીખ માંગવી પડે છે, તો હું બીજાની મદદ કઈ રીતે કરી શકું ?

ત્યારે ભગવાન બુદ્ધ થોડી વાર શાંત રહ્યા અને ત્યાર બાદ જણાવ્યું કે તું અજ્ઞાની છે. કોણે કીધું કે તારી પાસે આપવા માટે કંઈ નથી. તારી પાસે એક મુસ્કાન એટલે કે સ્મિત છે. જે કોઈ વ્યક્તિને આપીને તેમાં આશાનો સંચાર કરી શકે છે. તારી પાસે એક મોં છે જેના દ્વારા તું કોઈને બે મીઠા વેણ આપી શકે છે અને તારી પાસે બે હાથ પણ છે જેની મદદથી તું કોઈ પણ વ્યક્તિની મદદ પણ કરી શકે છે. જરૂરી નથી કે આપવા માટે ધન જ આપવું જોઈએ.

જે વ્યક્તિ પાસે સ્મિત, વાણી અને હાથ છે તે વ્યક્તિ ક્યારેય નિર્ધન નથી હોતો. આ ત્રણ વસ્તુ હોવા છતાં નીર્ધનતાનો વિચાર આવે તે વિચાર માત્ર એક ભ્રમ છે. આ સાંભળી ગરીબ વ્યક્તિનો ચહેરો ચમકી ઉઠ્યો અને તે ખુશ થઇ ગયો.

તો મિત્રો આ કથા પરથી આપણને એ શીખવા મળે છે કે ભગવાન દ્વારા આપણને એક શરીર અપાયેલું છે અને તે શરીરમાં એક ઉર્જા.  માટે આપણે ગરીબ નથી, ગરીબી એ એક આપણો નબળો વિચાર છે. આપણે જેવું વિચારીશું તેવા બની જશું, માટે આપણે હંમેશા કાર્ય કરતા રહેવું જોઈએ અને લોકોની મદદ કરતા રહેવું જોઈએ. કહેવાય છે કે જે પાણી ગતિશીલ હોય તે જ સ્વચ્છ અને ઉપયોગને લાયક હોય છે અને જે પાણી અટકાયેલું હોય છે તે એક સમયે કાદવમાં રૂપાંતર થઇ જાય છે. માટે હંમેશા ગતિશીલ રહેવું, હંમેશા કાર્ય કરતા રહેવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    

Leave a Comment