બપોરે જમ્યા પછી સુવાની ટેવ છે ? તો આ લેખ ભૂલ્યા વગર વાંચી લેજો.. જાણો બપોરે સુવાથી ફાયદો થાય છે કે નુકશાન. 

⏱ આજનો આ લેખ લગભગ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી છે. નાનું બાળક હોય, મહિલા હોય, યુવાન હોય કે પછી વૃદ્ધ, બધા જ લોકો માટે આ જાણકારી ખુબ જ મહત્વની છે. એટલા માટે દરેક લોકોએ આ લેખને જરૂર વાંચવો જોઈએ. જેનાથી તમે ભવિષ્યમાં સ્વસ્થ રહી શકો. તો જાણો શું છે એ મહત્વની જાણકારી. તો મિત્રો આજે આપણે જાણીશું કે બપોરે જમીને સુવું આપણા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. મિત્રો ઘણા લોકો રજાના દિવસે આખો દિવસ સુવાનો જ પ્લાન કરતા હોય છે. અથવા તો અમુક ખાલી સમયની રાહ જોતા હોય છે અને તેમાં આરામ કરતા હોય છે. પરંતુ આપણી એ આદત આપણા માટે ખુબ જ નુકશાનકારક થઇ શકે છે.

⏱ તો આવો જાણીએ કે તેનાથી ક્યાં ક્યાં નુકશાન થઇ શકે છે. એક શોધ મુજબ દિવસમાં બપોરના સમયે અથવા બીજા કોઈ પણ સમયે એક કલાકથી વધારે સૂવાવાળા લોકોમાં ટાઇપ 2 ડાયાબીટીસનો ખતરો 50% સુધી વધી જાય છે. એટલે કે કલાકથી વધારે સુવો છો તો ડાયાબીટીસ થવાની સંભાવના 50% વધી જશે અને તમારા શરીરમાં ગ્લુકોઝનો ભાગ પણ વધી જશે.

⏱ ટોક્યોની યુનિવર્સીટીએ શોધ કરી કે બપોરના સમયે 60 મિનીટથી વધારેની ઊંઘ તમારા માટે ખુબ જ ખતરનાક થઇ શકે છે. આ શોધમાં ત્રણ લાખથી વધારે લોકોએ ભાગ લીધો હતો અને 21 થી વધારે અધ્યયન કર્યા હતા. મિત્રો આ શોધમાં એ પણ સામે આવ્યું કે બપોરે વધારે સુવામાં આવે તો રાત્રીની ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે અને અનિંદ્રા સમસ્યા થઈ શકે છે.

⏱ રાત્રે ઊંઘમાં ખલેલ પડે એટલે આપણા મગજમાં અવનવા વિચારો અને વિકારો ઉત્તપન્ન થયા કરે છે. જેના કારણે આપણને અનિંદ્રાની સમસ્યા થાય છે. તેના કારણે ઘણી બીમારીઓનું આગમન પણ આપણા શરીરમાં થઇ શકે છે. બ્રેઈન હેમ્રેઝ, હૃદયની બીમારીઓ અને ડાયાબીટીસનો ખતરો 70% જેટલો વધી જાય છે.

⏱ મિત્રો આ શોધમાં એવું પણ સામે આવ્યું હતું કે દિવસમાં 40 મિનીટથી ઓછી કરવામાં આવે તો શરીરની અન્ય બીમારીઓનો ખતરો ટળી જાય છે. જો બપોરના સમયે 40 મિનીટથી ઓછી ઊંઘ લેવામાં આવે તો કોઈ પણ થાક હોય ઉતરી જાય. શરીર સ્વસ્થ થઇ જાય અને આરામ મળી રહે છે. તેના કારણે આપણે કોઈ કામ પણ કરતા હોઈએ ઓ તેમાં આપણું પ્રભુત્વ વધે છે. અને રાત્રે પણ બીજી કોઈ સમસ્યા નથી થતી.

⏱ પરંતુ જો 60 મિનીટથી વધારે ઊંઘ બપોરે લેવામાં આવે તો ઘણી બધી બીમારીનો ખતરો ભવિષ્યમાં વધી જાય છે. જો બપોરે 40 મિનીટથી ઊંઘ કરવામાં આવે તો ટાઈપ 2 ડાયાબીટીસમાં પણ રાહત અનુભવાય છે.

⏱ બપોરના ભોજન બાદ આરામ કરવો જરૂરી છે. પરંતુ ઘણા લોકો ત્રણ ત્રણ કલાક સુધી સુઈ જતા હોય છે. પરંતુ બપોરે 40 મિનીટથી વધારે ન સુવું જોઈએ. બપોરે આરામ કરવો જ હોય તો 40 ખુબ જ પ્રમાણસર છે. તેનાથી વધારે સુવું ન જોઈએ. પરંતુ જો તમે સુવા ઈચ્છો છો તો પલંગ પર અથવા જમીન પર 40 મિનીટ સુધી મગજને શાંત કરી સીધા સુવાનું છે. જો તમે બપોરના સમયે ખુબ જ ઊંઘ કરો છો તો ભવિષ્યમાં કેન્સરની પણ સંભાવના રહે છે.

 

⏱ દિવસમાં સુવાથી મગજની ક્ષમતા ઓછી થાય છે અને શરીરમાં આળસ રહે છે. તો મિત્રો આ કારણોથી બપોરે સુવું ન જોઈએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “બપોરે જમ્યા પછી સુવાની ટેવ છે ? તો આ લેખ ભૂલ્યા વગર વાંચી લેજો.. જાણો બપોરે સુવાથી ફાયદો થાય છે કે નુકશાન. ”

Leave a Comment