ખાલી થઈ જાય મચ્છર મારવાની લિક્વિડ રીફીલ તો ઘરે જ બનાવીને ભરી દો આ વસ્તુ, એક એક મચ્છરનો થઈ જશે ખાત્મો….

ખાલી થઈ જાય મચ્છર મારવાની લિક્વિડ રીફીલ તો ઘરે જ બનાવીને ભરી દો આ વસ્તુ, એક એક મચ્છરનો થઈ જશે ખાત્મો….

ઉનાળો આવતા જ મચ્છરોનો ત્રાસ વધી જાય છે. આમ તો ત્રણેય સિઝનમાં માત્ર રાત્રે જ નહિ પણ દિવસ દરમિયાન પણ મચ્છરનો ત્રાસ ખુબ જ રહે છે. આથી આ સમયે ડેન્ગ્યુ, મેલેરિયા થવાનો ડર પણ રહે છે. આ સમયે જો મચ્છરને મારવા માટે ઉપયોગમાં લેવાતી રીફીલ ખાલી થઈ જાય તો ઘણી મુશ્કેલી થઈ જાય છે. ખાસ કરીને એ લોકોની પરેશાની વધે છે જે લોકોના ઘરમાં નાના બાળકો હોય છે. આ સમયે સુવાની વાત તો દુર રહી પણ જાગવું પણ ખુબ જ મુશ્કેલ થઈ જાય છે.

હાલ તો લોકડાઉનનાં કારણે જો આવી મુશ્કેલી આવી જાય એટલે કે રીફીલ ખાલી થઈ જાય તો તે મળવી ખુબ જ મુશ્કેલ છે. જો તમારી સાથે પણ આવું ક્યારેક થઈ જાય એટલે કે ઘરમાં મચ્છરને મારવા માટે કોઈ વસ્તુ નથી તો ડરવાની જરૂર નથી. આજે અમે તમને ઘરે જ ખુબ જ સરળતાથી મચ્છર મારવાનું લિક્વિડ બનાવતા શીખવશું. તમને જણાવશું તેમાં તમારે કોઈ પણ કેમિકલનો પણ ઉપયોગ નથી કરવાનો. ચાલો તો જાણી લઈએ ઘરે જ લીમડાથી મચ્છર મારવાનું લિક્વિડ કેવી રીતે તૈયાર કરી શકાય છે.

લીમડાથી આ રીતે બનાવો મચ્છર મારવાનું લિક્વિડ : સૌથી પહેલા લીમડાના પાનને ધોઈને સાફ કરી નાખો અને પછી તેને એકદમ ઝીણા પીસી નાખો. આ પેસ્ટમાં થોડું પાણી નાખીને લિક્વિડ તૈયાર કરી લો. પછી આ લિક્વિડને ગેસ પર 2 મિનીટ માટે ગરમ કરી લો. ત્યાર પછી તેને ચાની ગરણીમાં બે થી ત્રણ વખત ગાળી નાખો. જો તમારી પાસે કોઈ પાતળું કોટનનું કપડું છે તો તેનાથી પણ તમે ગાળી શકો છો. યાદ રાખો આ લિક્વિડમાં લીમડાના પાનના પલ્પ રહી ન જાય.

હવે કપૂરના ત્રણ ચાર ટુકડા લો. તેને પણ ઝીણા પીસીને પાવડર બનાવી લો. આ પાવડરને લીમડાના ગરમ પાણીમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ લિક્વિડને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તેમાં કપૂર સંપૂર્ણ ઓગળી ન જાય. ત્યાર પછી ફરી એક વખત આ મિશ્રણને ગાળી નાખો અને ઠંડુ થવા દો.

હવે તમે ખાલી થઈ ગયેલ બોટલ એટલે કે રીફીલને જેને તમે પહેલા ઉપયોગમાં લેતા હતા તેને હળવેથી કાઢી નાખો. ત્યાર પછી બોટલની ઉપરની કેપ પણ  કાઢી નાખો. હવે આ બોટલમાં ઠંડુ કરેલ લીમડા અને કપૂરનું મિશ્રણ ભરી લો. ત્યાર પછી કેપને ફરીથી બોટલમાં લગાવી દો. પછી રીફીલને પણ ફીટ કરી દો. આ રીતે તૈયાર થઈ ગયું તમારું મચ્છર મારવાનું લિક્વિડ.

લીમડાના તેલથી આ રીતે તૈયાર કરો દીવો : જો તમારી પાસે મચ્છરને મારવા માટે કોઈ પણ વસ્તુ નથી તો તમે તેના માટે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. એક રૂ ના ટુકડાને લીમડાના તેલમાં બરાબર ડુબાડીને દીવો તૈયાર કરી લો. ત્યાર પછી થોડું તેલ દીવામાં પણ નાખો અને હવે દીવાને પ્રગટાવીને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. જ્યારે તેમાં તેલ ખતમ થઈ જાય તો તેમાં થોડી થોડી વારે તેલ નાખતા રહો. આ રીતે પણ તમારા ઘરમાંથી મચ્છર દુર થઈ શકે છે.આમ જો મિત્રો તમે મચ્છરના ત્રાસથી બચવા માંગો છો તો તેના માટે તમે ઘરમાં લીમડા અને કપૂરનો ધુમાડો પણ કરી શકો છો. તેની તેજ સ્મેલથી મચ્છર ઝડપથી ભાગી જાય છે તેમજ તેનાથી ઘરમાં આવતા અન્ય જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે. તેમજ મચ્છર તમને ડંખ ન મારે તે માટે તમે શરીર પર પણ લીમડાનું તેલ લગાવી શકો છો. તેનાથી પણ તમને ફાયદો થશે. તેમજ તેલથી મસાજ કરવાથી શરીર પણ ફીટ રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!