ડોક્ટરી લાઈન છોડી આ કારણે બની ગઈ IPS ઓફિસર, પોતાના કામ કરતા દેખાવના કારણે રહે છે વધુ ચર્ચામાં. સુંદરતા જોઇને હોંશ ઉડી જશે….

નવજોત સિમી બિહાર કૈડરની વર્ષ 2017 ની બેંચની IPS અધિકારી છે અને પોતાના કામ સિવાય લુક્સ (દેખાવ, સુંદરતા) માટે પણ ખુબ જ ચર્ચાનો વિષય રહે છે. યુપીએસસી એક્ઝામમાં સિમીને બીજા પ્રયત્નમાં સફળતા મળી, અને તે આઈપીએસ બની ગઈ. હાલમાં એસ્પીરેન્ટ નામની એક વેબસીરીજ આવી હતી, જેમાં યુપીએસસીની તૈયારી રહી રહેલા ત્રણ મિત્રોની કહાની દેખાડવામાં આવી છે. તો આજે અમે તમને એવી જ એક સફળ અને સુંદર મહિલા IPS ઓફિસર વિશે જણાવશું. તો જાણો આટલી સુંદર મહિલા IPS ઓફિસર કેવી રીતે બની.

પંજાબની રહેવાસી છે સિમી : નવજોત સિમી પંજાબની રહેવાસી છે. તેનો જન્મ પંજાબના ગુરદાસપુરમાં 21 ડિસેમ્બર 1987 માં થયો હતો. તેનો શરૂઆતી અભ્યાસ પંજાબના પાખોવાલના પંજાબ મોડલ પબ્લિક સ્કુલમાં થયો હતો.સિમી પહેલા બની હતી ડોક્ટર : યુપીએસસી પાઠશાળાના રીપોર્ટ અનુસાર આઈપીએસ અધિકારી બનતા પહેલા નવજોત સિમી પહેલા ડોક્ટર બની હતી. જુલાઈ 2010 માં સીમીએ લુધિયાણાના બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ, હોસ્પિટલ, અને અનુસંધાન સંસ્થાનથી બેચરલ ઓફ ડેન્ટલ સર્જરીની ડીગ્રી મેળવી હતી, અને ડોક્ટર બની હતી.

પહેલા પ્રયાસમાં : નવજોત સિમીનો નાનપણથી જ આઈપીએસ બનવાનું સપનું હતું અને ડોક્ટર બન્યા પછી પણ તે પોતાના સપનાને ભૂલી ન શકી. યુપીએસસીની પરીક્ષા માટે સિમી એ દિલ્હી આવીને તૈયારી શરૂ કરી દીધી, અને 2016 માં પહેલી વખત સિવિલ સર્વિસેઝની પરીક્ષા પાસ કરી. પણ ઈન્ટરવ્યૂમાંથી આગળ ન વધી શકી.

બીજા પ્રયાસમાં મળી સફળતા : પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયા પછી પણ નવજોત સિમી એ હાર ન માની, અને 2017 માં 735 માં રેન્ક મેળવીને તે આઈપીએસ અધિકારી બની ગઈ.બિહારમાં ફરજ નિભાવે છે સિમી : યુપીએસસી એક્ઝામ પાસ કરી લીધા પછી નવજોત સિમીને બિહાર કૈડર મળ્યું અને તે હાલ તો પટનામાં એસપીના પદ પર પોતાની ફરજ નિભાવે છે.

કોઈ મોડલથી કમ નથી : નવજોત સિમીની સુંદરતા કોઈ મોડલથી ઓછી નથી અને કામ સિવાય તે લુક્સમાં પણ ખુબ જ ચર્ચામાં રહે છે. સિમી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે અને સતત પોતાના ફોટો શેર કરતી રહે છે. instragram પર સિમી ના 7.5 લાખથી વધુ ફોલોવર્સ છે.વેલેન્ટાઈ ડે પર ઓફિસમાં લગ્ન કર્યા હતા : નવજોત સિમી એ 14 ફેબ્રુઆરી 2020 વેલેન્ટાઈ ડે પર આઈએએસ અધિકારી તુષાર સિંગલા સાથે લગ્ન કર્યા હતા. તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ કૈડરના વર્ષ 2015 બેચના આઈએએસ છે અને હાવડામાં ફરજ નિભાવે છે.

વેલેન્ટાઈ ડે પર નવજોત સિમી પટનાથી હાવડા પહોંચી અને તુષાર સિંગલા સાથે ઓફિસમાં જ નજીકના લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા. ત્યાર પછી તુષાર અને સિમી એ જણાવ્યું છે કે કામના લીધે તેમની પાસે લગ્ન માટે સમય ન મળવાથી આમ લગ્ન કર્યા હતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment