રાખવી પડે છે વડાપ્રધાન માટે આવી સિક્યુરિટી. જાણો કોણ કરે છે સિક્યુરિટી.

આપણા ભારતમાં અત્યાર સુધીમાં ઘણા બધા પ્રધાનમંત્રી પદ પર રહી ચુક્યા છે. પરંતુ હાલ ભારતના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન છે નરેન્દ્ર મોદી. મિત્રો આજ સુધીમાં જેટલા પણ ભારતના પ્રધાનમંત્રી બન્યા તે બધમાં હાલ નરેન્દ્ર મોદી પર તેના જીવને વધારે ખતરો રહે છે. તમને ખાસ જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જેટલા પણ પ્રધાનમંત્રી ભારતમાં થયા એ બધા બધા કરતા સૌથી વધારે જો કોઈની સુરક્ષા ટાઈટ હોય તો એ છે નરેન્દ્ર મોદી. કેમ કે આજના પ્રધાનમંત્રીને વિદેશી ખતરા સાથે સાથે દેશમાં રહેતા આંતકીઓન ઉગ્રવાદીઓ, દક્ષિણપંથી, નકસલવાદ થી વધારે ખતરો છે. આ બધા સંગઠનોથી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ જ ખતરો છે એવું દેશની સુરક્ષા એજન્સીનું કહેવું છે. અને એટલા માં માટે નરેન્દ્ર મોદીની સુરક્ષાને ખુબ જ કડક અને સાવચેત રાખવામાં આવી છે.

મિત્રો આજે અમે તમને જણાવશું કે નરેન્દ્ર મોદીને કેટલી સુરક્ષા મળે છે. આજે આખા વિશ્વમાં પોતાના નામ અને દેશના નામનો ડંકો વગાડનાર નરેન્દ્ર મોદીની સિક્યોરિટી કેટલી છે તેના વિશે ખુબ જ રહસ્યની વાત તમને જણાવશું. આખા દેશના સમ્માન માટે સેવા આપી રહેલા આપણા દેશના હાલના વડાપ્રધાન માટે કેવી સુરક્ષા વ્યવસ્થા છે, કોણ કરે છે, કેવી રીતે કરે છે તેના વિશે જણાવશું. જે દરેક ભારતીય નાગરિક માટે જાણવું ખુબ જ જરૂર છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

તમને જણાવી દઈએ કે આપણા ભારત દેશમાં પ્રધાનમંત્રીની સુરક્ષા એસપીજી  ફાઈનલ કરે છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં એસપીજીથી લેસ સ્કોડ કારનો સમાવેશ થાય છે અને ખુદ નરેન્દ્ર મોદી BMW-7 હાઈ સિક્યોરીટી કારમાં સવાર થાય છે. તેની ગાડી એટલી સિક્યુરિટી સુવિધા સભર હોય છે કે સામાન્ય વ્યક્તિ તેની પાસે જઈ પણ ન શકે.

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી જે BMW-7 હાઈ સિક્યોરીટી કારમાં સવાર થાય છે તે કાર બુલેટપ્રૂફ હોય છે. આ ઉપરાંત BMW ની બે 7 હાઈ સિક્યોરીટી કાર નરેન્દ્ર મોદીની કારની સાથે સાથે જ ચાલે છે. તે બંને કાર નરેન્દ્ર મોદીની કાર જેવી જ દેખાતી હોય છે. સેમ મોડેલ અને સેમ કલરમાં હોય છે. દિલ્લી પોલીસ દ્વારા સતત એક હજાર સુરક્ષા કર્મીઓને તૈનાત રાખવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની આસપાસ જ હોય છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની કાર સાથે એક એસપીજીથી લેસ કાર, એક સ્પેર કાર અને એક ટેલ કાર પણ સાથે ચાલે છે. જેમાં દિલ્લી પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે રહે છે.

નરેન્દ્ર મોદી જ્યારે કોઈ રસ્તા પરથી નીકળવાના હોય ત્યારે બે રસ્તાઓ નક્કી કરવામાં આવે છે. તે બંને રૂટ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ પછી જ્યારે નીકળવાનો સમય આવે ત્યારે અંત સમયે નક્કી કરવામાં આવે કે પ્રધાનમંત્રીની ગાડીઓ આ રસ્તા પરથી જશે. આ રચના બનાવવ પાછળ એવું જણાવવામાં આવે છે કે જો કોઈ હુમલો કરવાનું વિચારી રહ્યા હોય તો તેને છેતરી શકાય. જેના કારણે સફળતા પૂર્વક પ્રધાનમંત્રી તેના પહોંચવાના સ્થાન સુધી સુરક્ષિત પહોંચી શકે.

એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ક્યાં ક્યાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીના સુરક્ષા અધિકારીઓ પાસે MP 5 ગન હોય છે. જેમાં એક વખતમાં 36 રાઉન્ડ ગોળીઓ નીકળે છે અને 36 રાઉન્ડ રીસર્વમાં રહે છે. એટલે કે એક વખતમાં 72 ગોળી MP 5 થી ચલાવી શકાય છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીની આસપાસ રહેતા સુરક્ષા કર્મીઓમાં ક્લોલ પિસ્તોલ લેસ સુરક્ષા કર્મીઓ પણ હોય છે. તમને જણાવી દઈએ કે કલોક પિસ્તોલની મદદથી એક વખતમાં 15 ગોળીઓ ચલાવી શકાય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા કર્મીઓ AK 47 અને AK 56 અને ઘણા વિદેશી હથિયારો સાથે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપતા હોય છે.

સુરક્ષા એજન્સીઓનું એવું માનવું છે કે અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓમાં નરેન્દ્ર મોદીને સૌથી વધારે ખતરો છે. પ્રધાનમંત્રીની આસપાસ બોમ્બ સ્કવોડના પણ સતત સાથે જ હોય છે. એટલું જ નહિ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરની આસપાસની સિક્યોરીટી પણ ખુબ જ ટાઈટ રાખવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 આરસીઆર માં 3 લેયર સિક્યોરીટીમાં રહે છે.

જેમાં પહેલો ઘેરો દિલ્લી પોલીસનો હોય છે, બીજો ઘેરો CRPF ના જવાનોનો હોય છે અને ત્રીજો ઘેરો એસપીજી કમાન્ડોનો હોય છે. જે 7 આરસીઆરની અંદર રહે છે. તમને જણાવી દઈએ કે એસપીજી અને દિલ્લી પોલીસ હંમેશા નરેન્દ્ર મોદી પર આવનારા ખતરાઓ માટે એલર્ટ પર જ રહે છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ક્યાંય બહાર જાય છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રૂટનો એક કોડવર્ડમાં હોય છે. જેને તેની સુરક્ષા એજન્સી નક્કી કરે છે. પ્રધાનમંત્રીનું સુરક્ષા ચક્ર દેશના સિક્રેટ બ્લુ બૂક પર તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત એસપીજી કમાન્ડો પોતાની પાસે હંમેશા એક સ્પેશિયલ ફોન રાખે છે. સેટેલાઈટ ફોનની મદદથી દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. મિત્રો આટલી ટાઈટ સિક્યુરિટી હોવા છતાં આપના દેશના વડાપ્રધાન પ્રોટોકોલ તોડીને ઘણી વાર જનતાને મળવા માટે ચાલ્યા જાય છે. તે જનતા ને મળવા માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકી દે છે. તો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment