ફક્ત 500 રૂપિયા રોકાણથી બની શકો છો લાખો રૂપિયાના માલિક, જાણો માલામાલ બનવા કેવી રીતે કરવું જોઈએ રોકાણ….

ફક્ત 500 રૂપિયા રોકાણથી બની શકો છો લાખો રૂપિયાના માલિક, જાણો માલામાલ બનવા કેવી રીતે કરવું જોઈએ રોકાણ….

દરેક લોકો પોતાના ભવિષ્ય માટે રોકાણ કરતા હોય છે. પણ અમુક લોકો રોકાણ તો કરે છે પણ તેનાથીત એને લાભ નથી થતો. અથવા તો ખરા સમયે એ રોકાણ કામ આવતું નથી. આથી તેના પૈસા વેડફાઈ જાય છે. આથી તમે પણ જો રોકાણ કરવા માંગતા હો તો તમારે પહેલા તો રોકાણ કરવાનું ગણિત સમજી લેવું જોઈએ. 

મ્યુચુઅલ ફંડ માં રોકાણ કરવાનો ટ્રેડ ખુબ જ વધી રહ્યો છે. આંકડાઓ પણ બતાવે છે કે દર મહીને મ્યુચુઅલ ફંડ અને એસઆઈપી માં રોકાણ સતત વધી રહ્યું છે. એફડી પર ઘટતા રીટર્ન ના કારણે આ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. સામાન્ય રીતે મ્યુચુઅલ ફંડ સ્કીમ 12-13% વાર્ષિક રીટર્ન આપે છે. જો તમારા હાથમાં કોઈ સારી સ્કીમ આવી ગઈ તો આ રીટર્ન 15 થી 24% સુધી પણ પહોંચી શકે છે. ચાલો તો જાણી લઈએ દર મહીને 500 રૂપિયા એસઆઈપી થી તમે કરોડોનો ફંડ કઈ રીતે બનાવી શકો છો.

માની લો કે તમે એસઆઈપી હેઠળ તમે દરરોજ 200 રૂપિયા એટલે કે મહીને 6000 રૂપિયા રોકાણ કરો છો. જો તમારા ફંડ પર 12% રીટર્ન માનવામાં આવે તો 21 વર્ષમાં 68.3 લાખ રૂપિયા ફંડ તૈયાર કરી શકો છો. દરેક ઇન્વેસ્ટમેન્ટ વેબસાઈટ પર મ્યુચુઅલ ફંડ એસઆઈપી કેલ્કુલેટર નો વિકલ્પ હોય્ક હે. જેનાથીત મેં એ જોઈ શકો છો કે કેટલા પૈસા જમા કરવાથી કેટલા વર્ષમાં કેટલું ફંડ તૈયાર કરી શકો છો. 

15% રીટર્ન પર:- એસઆઈપી કેલ્કુલેટર અનુસાર જો તમે કોઈ સ્કીમમાં 21 વર્ષ સુધી દર મહીને 6000 રૂપિયા જમા કરો છો. આ રોકાણ પર તમને 15% રીટર્ન મળે છે. આ હિસાબે 21 વર્ષમાં તમારી પાસે 1.06 કરોડ રૂપિયાનો ફંડ તૈયાર થઇ શકે છે. 

કમ્પાઉન્ડીંગનો ફાયદો:- એસઆઈપીમાં કમ્પાઉન્ડીંગનો ફાયદો સૌથી વધુ જબરદસ્ત હોય છે. તેને એમ સમજો કે તમે 21 વર્ષમાં 200 રૂપિયા દરરોજના માત્ર 15.12 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. આ રોકાણ પર તમને 15% રીટર્ન મળે છે. તો તમને 91.24 લાખ રૂપિયા નો ફાયદો થાય છે. એટલે કે રોકાણ કરતા 6 ગણો વધુ નફો મળે છે. કેલ્કુલેટર અનુસાર જો તમે કોઈ સ્કીમમાં 21 વર્ષ કરતા 25 વર્ષ સુધી દર મહીને 6000 રૂપિયા જમા કરો છો. આ રોકાણ પર તમને 15% રીટર્ન મળે છે. તો 25 વર્ષ પછી 1.97 કરોડ રૂપિયા ફંડ તૈયાર કરી શકો છો.

ભૂલોથી બચવું જોઈએ:- કોઈ સારી સ્કીમાં રોકાણ કરવાની સાથે ભૂલ કરવાથી પણ બચવું જોઈએ. જો તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો પહેલા વિત્તીય લક્ષ્ય એટલે કે ફાઈ નેશીયલ ટાર્ગેટ નક્કી કરો. તેનો અર્થ છે કે તમે મ્યુચુઅલ ફંડમાં એસઆઈપી ની શરૂઆત કેમ કરી રહ્યા છો, આમ ન કરવાથી તમે ઉતાવળમાં કોઈ ખોટો ફંડ પંસદ કરી લો છો. જયારે તમે એવો ફંડ પસંદ કરવો જોઈએ જેનાથી તમારો ટાર્ગેટ પુરોત થાય. 

જયારે બજાર નીચે પડે છે ગ્રાહક ડરવા લાગે છે. આથી તે એસઆઈપી રોકી દે છે અથવા તેમાંથી નીકળી જાય છે. આ સૌથી મોટી ભૂલ છે. બજાર પડવાનો મોક્કો જ હોય છે મોઘી વસ્તુને સસ્તામાં ખરીદવાનો. બસ તમારે બજારની ચાલ પર નજર રાખવાની છે. નીચે આવવા પર ખરીદી વધારી દો.ન કે ફંડમાં બદલાવ કરો.પણ રીસર્ચ કરીને ફંડ પસંદ કરો. એક વખત પોર્ટફોલિયો બની ગયાં તો તેના પર નજર રાખો પણ જલ્દી બદલાવ ન કરો.તેનાથી તમને ફાયદો નહી થાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!