આ નાના એવા સ્ટોકમાં એક વર્ષ પહેલા જેણે રોકાણ કર્યું એ આજે બની ગયા છે કરોડપતિ… જાણો શેરની સંપૂર્ણ જાણકારી અને હવે રોકાણ કરવું કે નહિ….

મિત્રો અમુક શેરમાં જે લોકો રોકાણ કરે છે તેમાં તેને લાંબા ગાળે નફો મળતો હોય છે. આથી શેર બજારમાં રોકાણ કરીને તમારા માટે જરૂરી છે કે તમે રોકાણ કરીને તેને ભૂલી જાવ. આવો જ એક પેની સ્ટોક છે જેમાં જેમણે પણ એક વર્ષ પહેલા રોકાણ કરેલું છે તેઓ આજે કરોડપતિ બની ગયાં છે. જો કે શેર બજારમાં તમારી કિસ્મત ચમકવી એ તો સમયની વાત છે. પણ આજે અમે તમને આ લેખમાં એક એવા પેની સ્ટોક વિશે વાત કરીશું જેમાં રોકાણકાર આજે કરોડપતિ બની ગયાં છે.  

શેર બજારમાં ક્યારે ક્યો દાવ સીધો પડી જાય કઇં કહી શકાતું નથી. પેની સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ સામાન્ય રીતે બજારના જાણકાર આપતા નથી. પરંતુ ઘણી વખત પેની સ્ટોક પણ એટલો મોટો નફો કરાવે છે, જેની કલ્પના પણ કરવામાં નથી આવતી. કેસર કોર્પોરેશન લિમિટેડના શેર પણ એક વર્ષ પહેલા પેની સ્ટોક જ હતા. પરંતુ વર્ષમાં જ તેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. એક વર્ષમાં જ તે 30 પૈસાથી ઉછળીને 80.50 રૂપિયાએ પહોંચી ગયો છે.શેર બજારમાં પેની સ્ટોક તેવા શેરોને કહેવામા આવે છે જેની કિંમત 10 રૂપિયાથી ઓછી હોય છે. આવા શેરોમાં રોકાણ કરવું ખૂબ જ જોખમ ભર્યું ગણવામાં આવે છે. કેસર કોર્પોરેશનના શેર 1 વર્ષમાં 20,541.03 ટકા વધ્યો છે. કેસર કોર્પોરેશન લિમિટેડ લેબલ, સ્ટેશનરી, પત્રિકાઓ અને કાર્ટન પ્રિંટિંગનું કામ કરે છે. તે પોતાની સહાયક કંપનીઓ સાથે એન્જીનિયરીંગ સામાન, ઇલેક્ટ્રીક અને મેકેનિકલ હિટ ટ્રેસિંગ વગેરે કાર્ય પણ કરે છે. 

કરાવી ભરપૂર કમાણી:- આ સ્ટોકે એવી કમાણી કરી કે તેમાં રોકાણ કરનારના પૈસા હાલ ઘણા વધી ગયાં છે. મનિકંટ્રોલની એક રિપોર્ટ મુજબ, પાછલા એક વર્ષમાં શેર બજારમાં ઘણો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. પરંતુ કેસર કોર્પોરેશનના શેર પર તેની કોઈ અસર થઈ નથી. આ અવધિમાં આ મલ્ટિબેગર સ્ટોક કોઈ પણ જાતના દબાણ અને કન્સોલિડેશન વગર એકધારો વધતો જ રહ્યો છે. કેસર કોર્પોરેશન લિમિટેડના શેર સોમવારના રોજ બીએસઇ પર 3.27% વધીને 80.50 રૂપિયાના ભાવે બંધ થયા છે. આ રીતે પાછલા 1 વર્ષમાં આ શેરની કિંમત 20,541.03 ટકા વધી ગયી છે. પાછલા એક મહિનામાં આ શેરમાં 13.86%ની તેજી જોવા મળી છે. પાછલા છ મહિનામાં આ શેરે રોકાણકારોને 176 ટકા રિટર્ન આપ્યું છે. તેમજ વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધી આ શેર 2,656.85 ટકા વધ્યો છે.1 લાખ રૂપિયા બની ગયા 2.06 કરોડ:- જાણવા મળતી માહિતી મુજબ આ શેરમાં જેમણે પણ રોકાણ કર્યું તેઓ આજ કરોડપતિ બન્યા છે. જો કોઈ રોકાણકારે 1 વર્ષ પહેલા કેસર કોર્પોરેશનના શેરમાં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેના 1 લાખ રૂપિયાની વેલ્યૂ 2.06 કરોડ રૂપિયા થઈ ગયી હોત. તે જ રોતે જો કોઈ રોકાણકારે 1 જાન્યુઆરી 2022ના રોજ તેના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેના રોકાણની વેલ્યૂ વધીને 27.56 લાખ રૂપિયા થઈ ગયી હોત.

1 મહિના પહેલા કેસર કોર્પોરેશનના શેરમાં 1 લાખ રૂપિયા લગાડનાર રોકાણકારને હવે 1.14 લાખ રૂપિયા મળી રહ્યા છે.  આમ આ પેની સ્ટોકે રોકાણકારોને માલામાલ કર્યા છે. સાથે બજારમાં આ પેની સ્ટોકની વેલ્યુ પણ વધી છે. જેથી અન્ય રોકાણકારો કદાચ ભવિષ્યમાં આ પેની સ્ટોક પર પોતાનું રોકાણ કરી શકે છે. આમ શેર બજારની દુનિયા લોકોને રાતોરાત માલામાલ બનાવી શકે છે. સાથે તેમાં ખોટ પણ જાય છે. આથી સાવચેતી સાતે શેર બજારમાં રોકાણ કરવું જોઈએ. તેમજ આ માટે જરૂરી છે કે તમારે શેર બજારનું પુરતું જ્ઞાન મેળવીને રોકાણ કરવું.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment