શ્રીમંતોની યાદીમાં વોરન બફેટને પાછળ છોડ્યા મુકેશ અંબાનીએ, ટોપ-10માં ક્યાં ક્રમે આવ્યા અંબાણી?

વર્ષ 2020 વિશ્વ માટે વિકટ અને કોરોના મહામારીના સંકટનું નીવડી રહ્યું છે, ત્યારે આ પડકારરૂપ વર્ષમાં પણ રિલાયન્સે તેના ડિજિટલ બિઝનેસો માટે અનેક મેગા ડિલ્સ કરીને પોતાની વૈશ્વિક વિખ્યાતી વધાર્યા વધુ સંપતિનું સર્જન કર્યું છે. આ સાથે મુકેશ અંબાણીએ વિશ્વના 10 સૌથી શ્રીમંતોની યાદીમાં સ્થાન ધરાવતા વોરેન બુફેને પાછળ મૂકી દઈ તેની સિદ્વિમાં નવું ચેપ્ટર ઉમેર્યું છે.

ભારતના સૌથી શ્રીમંત અને તાજેતરમાં જિઓ પ્લેટફોર્મ્સમાં અસાધારણ વિદેશી રોકાણ મેળવનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણી હવે વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટર-ટાયકૂન વોરેન બુફેને પાછળ મૂકી દઈને વિશ્વના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં આઠમું સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે ટોપ 10ની વાત કરીએ તો પહેલા ક્રમે એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ આવે છે.

એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે- ફોર્બ્સના ટોચના માલેતુજારોની યાદીમાં એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે છે. તેમની પાસે 160 અબજ ડોલરની સંપત્તિ છે. ત્યાર બાદ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સનું સ્થાન આવે છે. ગેટ્સની પાસે કુલ 108.7 અબજ સંપત્તિ છે. ફ્રાંસના બર્નાર્ડ અર્નોલ્ટ અને તેમનો પરિવાર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની પાસે 103.2 અબજ ડોલરની સંપત્તિ છે.ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સૌથી નાની ઉંમરના ઝુકરબર્ગ- ફેસબુકના માર્ક ઝુકરબર્ગ 87.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સૌથી નાની ઉંમરના છે. ઝુકરબર્ગની વય માત્ર 36 વર્ષ છે. આ યાદીમાં વોરેન બફેટ પાંચમા નંબરે છે. બફેટની કુલ સંપત્તિ 71.4 અબજ ડોલર આંકવામાં આવી છે.

ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના- વિશ્વના 10 સૌથી શ્રીમંતોની યાદીમાં અમેરિકી ઉદ્યોગપતિઓનો દબદબો છે. ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના છે. ટોચના 10 શ્રીમંતોમાં ફ્રાંન્સ અને સ્પેનના એક-એક ઉદ્યોગપતિ સામેલ છે.

આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન – આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન છે. ફોર્બ્સની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ મૂલ્યવાન કંપનીનું નેતૃત્વ કરે છે. નોંધનીય છે કે મુકેશ અંબાણી પાસે યુનિવર્સિટી ઓફ બોમ્બેમાંથી બેચલર ઓફ સાયન્સ ઇન એન્જિન્યરિંગની ડિગ્રી છે.બ્લુમબર્ગ બિલીયોનર્સ ઇન્ડેક્સ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિ હવે 68.3 અબજ ડોલર પહોંચી છે, જ્યારે વોરેન બુફેની સંપતિ 67.9 અબજ ડોલર રહી છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ માર્ચ 2020ના તળીયેથી બમણાથી વધુ થઈ ગયો છે.

કંપનીએ તેના ડિજિટલ બિઝનેસમાં વૈશ્વિક જાયન્ટો ફેસબુક ઈન્ક. અને સિલ્વર લેક સહિતની કંપનીઓ પાસેથી 15 અબજ ડોલરથી વધુ રોકાણ મેળવ્યું છે. આ સાથે બીપી પ્લેક. દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફયુલ-રીટેલ બિઝનેસમાં હોલ્ડિંગ માટે એક એબજ ડોલર ચૂકવ્યા છે.મુકેશ અંબાણીની સંપતિમાં મોટા વધારા સાથે એ વિશ્વના ટોચના 10 સૌથી શ્રીમંતોના એક્ઝક્લુઝિવ ક્લબમાં ગત મહિને સ્થાન મેળવનારા એક માત્ર એશીયન ટાયકૂન બન્યા છે. પરંતુ વોરેન બુફે દ્વારા આ સપ્તાહમાં જ પોતે 2.9 અબજ ડોલર દાનમાં આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 89 વર્ષીય ઓરેકલ ઓફ ઓમાહા તરીકે ઓળખાતા વોરન બુફે દ્વારા વર્ષ 2006થી બર્કશાયર હેથવે ઈન્ક.ના 37 અબજ ડોલરથી વધુ દાન કરાતાં શ્રીમંતોની યાદીમાં નીચે ઉતર્યા છે. આ સાથે બર્કશાયર હેથવેનો શેર પણ તાજેતરમાં નબળું પરફોર્મ કરવા લાગ્યો હતો. વિશ્વના 10 ટોચના શ્રીમંતોની યાદીમાં 63 વર્ષીય મુકેશ અંબાણી હવે આઠમાં સ્થાને રહ્યા છે, જ્યારે વોરેન બુફે નવમાં સ્થાને રહ્યા છે.

Leave a Comment