ક્યારેય ન કરવું જોઈએ આ રીતે ભોજન, થશે માતા અન્નપુર્ણાનું ઘોર અપમાન.

સમયની સાથે ઘણું બધું બદલે છે, પછી તે આપણી જીવનશૈલી હોય કે આપણું ખાન-પાન હોય. પહેલા આપણા વડીલો સદીઓથી જમીન પર બેસીને જ ભોજન કરતા હતા. આજે પણ હજુ ઘણા લોકો નીચે બેસીને જ ભોજન કરે છે. પરંતુ હવે ધીમે ધીમે તેમાં બદલાવ આવવા લાગ્યો છે. કેમ કે શહેરોમાં નીચે બેસીને જમવા કરતા લોકો હવે ડાયનિંગ ટેબલ પર બેસીને ભોજન લેવાનું વધુ પસંદ કરે છે.

પહેલા આપણે ત્યાં ભોજન નીચે બેસીને જ લેવામાં આવતું હતું કોઈ ભોજન સમારંભ હોય તો પણ ત્યાં બધા લોકોને બેસાડીને જ ભોજન કરાવવામાં આવતું. પરંતુ હવે લગભગ જગ્યાઓ પર બુફે હોય છે. ઉભા ઉભા ભોજન લેવાનું ચલણ પણ સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે, જમવાની તમારી અવનવી આદતોથી માતા અન્નપુર્ણાનું અપમાન પણ થાય છે, સાથે સાથે ચંદ્ર અને શુક્ર પણ ક્રોધિત થઈ છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે જમવાની એવી કંઈ કંઈ આદતો હોય, જેનાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આપણે ત્યાં એવી માન્યતા છે કે, સુવાના બેડ પર ભોજન કરવાથી રાહુ અપ્રસન્ન થઈ જાય છે અને તેનાથી અન્નનું પણ અપમાન થાય છે, એટલા માટે ક્યારેય બેડ પર બેસીને ભોજન ન કરવું જોઈએ. ભોજન હંમેશા જમીન પર બેસીને જ કરવું જોઈએ. જમીન પર બેસીને ભોજન કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધારે છે.

ત્યાર એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ભોજનની થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ જેટલું તમે ખાઈ શકો. જો જરૂરિયાત કરતા વધારે ભોજન થાળીમાં લેવામાં તો પડ્યું રહે છે. એંઠું અન્ન જો થાળીમાં રહી જાય તો માતા અન્નપુર્ણા અપ્રસન્ન થઈ જાય છે.

ભોજન સમયે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, જ્યારે તમે ભોજન કરી રહ્યા હો, તો તમારું મોં પૂર્વ અથવા ઉત્તર દિશામાં તરફ હોય છે. ભોજન કરતા સમય પહેલા કે તુરંત ભોજન બાદ ક્યારેય પણ ટોઇલેટ જવું ન જોઈએ. તેને લઈને એવું માનવામાં આવે છે કે ભોજનનું અપમાન કહેવાય.

અમુક લોકોની એવી આદત હોય છે કે, ભોજન થઈ ગયા બાદ પોતાની થાળીમાં જ પોતાના હાથ પણ ધોવા લાગે છે. તો તમને જણાવી દઈએ કે, આ આદતથી પણ અન્નપુર્ણાનું અપમાન થાય છે. સાથે જ ચંદ્ર અને શુક્ર પણ ક્રોધિત થઈ જાય છે. એટલા માટે આ આદતથી બચવું જોઈએ.

આ સિવાય સેહદની દ્રષ્ટ્રીએ જોઈએ તો ખાવા સમયે આપણું ધ્યાન કોઈ બીજી જગ્યા પર હોય એ પણ સારું ન કહેવાય. ઘણા લોકોને એવી આદત હોય છે કે, મોબાઈલ જોતા-જોતા ભોજન કરતા હોય છે. જે ખરેખર આપણા માટે ખુબ જ નુકશાનકારક હોય છે.

ભોજન સંબંધિત આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો માતા અન્નપુર્ણા પ્રસન્ન થાય છે અને તેની કૃપા પણ આપણા ઘર પર રહે છે. સાથે સાથે માતા અન્નપુર્ણા તમારો ભંડાર હર્યોભર્યો રાખે છે.

Leave a Comment