મોદીજીએ પોતાના ભાષણમાં એક ખુબ જ સરસ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “હું ગયા વર્ષે રવાંડા ગયો હતો, ત્યાંથી આવતા સમાચારે દેશમાં તોફાન મચાવી દીધું હતું. ઘણા લોકો એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદીએ 250 ગાયને રવાંડા ભેટમાં આપીને આવ્યા છે. તેના વિશે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રવાંડામાં એક યોજના ચાલી રહી છે, ત્યાંની સરકાર ગામડાઓમાં લોકોને ગાય ભેટમાં આપી રહી છે. જો કોઈના ઘરે વાછડીનો જન્મ થાય તો સરકાર તે વ્યક્તિ પાસેથી વાછડી લઈને બીજા કિસાનને આપી દે છે.

બીજું વિપક્ષી પાર્ટીઓએ ઘણીવાર ભારતીય જનતા પાર્ટી પર વારંવાર ગાયના નામે રાજકારણ કરવાનો આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લગાવ્યો છે. આમ ગાયનાં નામે અનેક વિરોધપક્ષો મોદીજી પર વાર કરે છે.

ત્યારે ઉત્તરપ્રદેશના મથુરામાં બુધવારના રોજ પ્રાણીઓના આરોગ્ય સંબંધિત અનેક યોજનાઓનું ઉદ્દઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિરોધીઓ પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણાં દેશમાં ઘણા લોકો એવા છે કે જે ગાયનું નામ સાંભળે તો તેમના રૂંવાડા ઉભા થઈ જાય છે. આમ સાચે જ જ્યારે પીએમ મોદીએ આ પ્રોજેક્ટ્સ શરૂ કર્યો અને પછી એકત્રીત થયેલ લોકોને સંબોધન કરતાં હતા. ત્યારે તેમણે રવાંડાનો આ કિસ્સો કહ્યો હતો.

આ કિસ્સાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રવાંડામાં એક યોજના ચાલી રહી છે, ત્યાંની સરકાર ગામમાં લોકોને ગાય આપે છે. જો ત્યાં ગાયને જો વાછરડું થાય તો સરકાર તે વાછરડાને પાછું લઈને અન્ય ખેડૂતોને આપી દેવામાં આવી છે.

આ વાત કર્યા પછી વડાપ્રધાને કહ્યું, ‘જો આપણા દેશમાં કેટલાક લોકોના કાનમાં જ્યારે “ॐ” અથવા ગાય શબ્દ સંભળાય છે, ત્યારે તેમના રૂવાંડા ઉભા થઈ જાય છે. આપણા દેશમાં પશુધન એ ખૂબ જ મોટી સંપતિ છે.  તેના વિના અર્થવ્યવસ્થા અને ગામનું કોઈ અસ્તિત્વ નથી.

તમને જણાવી દઇએ કે, ગાયના નામે વારંવાર દાન લેવાનું, ગાયને બચાવવાના નામે કોઈને માર મારવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ઘણા વિપક્ષી પક્ષોએ આ મુદ્દે કેટલાક હિંદુ સંગઠનો, ભાજપ અને આરએસએસને નિશાન બનાવ્યા હતા અને રાજકારણ કરવાના આક્ષેપ પણ કર્યા હતા. આ સિવાય માંસના મુદ્દે પણ પૂર્વથી લઈને કેરળ સુધી અનેક રાજકીય વિવાદો થયા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here