વડાપ્રધાન આજે કરે છે આટલા રૂપિયાની કમાણી…. તેમની મિલકતની કુલ રકમ જાણી કોઈ પણ રહી જશે દંગ… જાણો કુલ મિલકત

વડાપ્રધાન આજે કરે છે આટલા રૂપિયાની કમાણી…. તે કુલ રકમ જાણી કોઈ પણ રહી જશે દંગ… જાણો રકમ.

મિત્રો ફરીવાર નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી બનવાથી તેની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ છે. નરેન્દ્ર મોદી આજે આખા વિશ્વની જનતાના સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવે છે. આટલી લોકપ્રિયતાના ચાલતા લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક નાની મોટી વાતો જાણવામાં રસ હોય છે. અમુક હદ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લોકો ઘણું બધું જાણતા પણ હોય છે. પરંતુ  આજે નરેન્દ્ર મોદી માત્ર પ્રધાનમંત્રી જ નહિ, પરંતુ દેશ અને આખી દુનિયા માટે એક સેલેબ્રીટી બની ગયા છે. તેથી જ તો તેમની દરેક વાતો ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે.

તો આજે અમે આ લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી રોચક વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને લગભગ કોઈએ નહિ જણાવી હોય. આજે અમે તમને જણાવશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કેટલા પૈસા કમાઈ લે છે. આજે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમાઈની જાણકારી તમને આપવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે પણ ચોંકી જશો. આ માહિતી નામાંકન ભરતીના આધારે ચુંટણી આયોગના આધારે છે. માટે જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કેટલી કમાણી કરે છે. માટે આ લેખ પુરેપુરો વાંચો.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ચુંટણી આયોગમાં આપેલ હલફનામાંમાં પોતાની કુલ સંપત્તિ 2.5 કરોડ જણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપતીઓમાં ગુજરાતના ગાંધીનગરનો એક પ્લોટ, 1.27 કરોડ રૂપિયાની ફિક્સ ડીપોઝીટ અને 38,750 રૂપિયા રોકડ રકમનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ 1.41 કરોડની ચલ સંપત્તિ અને 1.1 કરોડની અચલ સંપત્તિ જણાવી છે. એટલું જ નહિ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ટેક્સ સેવિંગ ઇન્ફ્રા બોન્ડ્સમાં 20,000 રૂપિયાનું રોકાણ પણ કરેલું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય બચત પત્રમાં 7.61 લાખ રૂપિયા છે અને નરેન્દ્ર મોદીએ LIC પોલીસીઝ માં 1.9 લાખ રૂપિયા પણ લગાવ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે નરેન્દ્ર મોદીના સેવિંગ બેંક અકાઉન્ટમાં 4,143 રૂપિયા બેલેન્સ છે. હલફનામ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 4 સોનાની વીંટીઓ પણ છે અને તેનું વજન 45 ગ્રામ અને તેની કિંમત આશરે 1.13 લાખ રૂપિયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર-1 માં એક પ્લોટ પણ છે.  તે 3531 વર્ગ ફૂટનો પ્લોટ છે. આવકની બાબતમાં નરેન્દ્ર મોદીએ સરકારને સેલેરી અને બેંકો પાસેથી વ્યાજનો ઝીકર કર્યો છે.

હાલના વર્ષમાં ચુંટણી આયોગના હલફનામમાં નરેન્દ્ર મોદીએ પિતાની કુલ સંપત્તિ 2.5 કરોડ જણાવી છે. જ્યારે તેઓ વર્ષ 2014 માં ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમણે હલફનામમાં પોતાની કુલ સંપત્તિ 1.65 કરોડની જણાવી હતી.

પરંતુ મિત્રો નરેન્દ્ર મોદીને આજે પણ તેમની માતા 1 રૂપિયાને 25 પૈસા આપે છે. જે નરેન્દ્ર મોદી માટે સૌથી મોટી ખુશીની વાત છે અને આ સવા રૂપિયાની સંપત્તિ તેના માટે સૌથી અમુલ્ય છે. તેની હારમાં કોઈ નથી આવી શકતું એવું નરેન્દ્ર મોદીનું માનવું છે. મિત્રો તમને જણાવી દઈએ કે હાલ ગુજરાત અને દેશના અન્ય ધારાસભ્યોની સંપત્તિ નરેન્દ્ર મોદી કરતા વધારે છે. તો મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવો.

 

Leave a Comment