આ જગ્યા પર ભરાય છે નવવધુઓની આખી માર્કેટ, લોકો પૈસા આપીને ખરીદે છે પોતાનું જીવન સાથે… ખુદ માતા-પિતા જ…

દરેક માતાપિતાની ઈચ્છા હોય છે તેની દીકરીના લગ્ન કોઈ સારા, ગુણવાન અને વ્યસ્થિત પરિવારમાં ખુબ જ ધામધૂમ સાથે થાય. પણ શું તમે જાણો છો કે દુનિયાનો એક દેશ એવો છે જ્યાં દીકરીઓને લગ્ન માટે બજારમાં વેંચવામાં આવે છે. આ સાંભળીને મોટાભાગના લોકોને આશ્વર્યમાં પડી જાય છે. આજે અમે તમને તે દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં બજારમાં લગ્ન માટે છોકરીઓની બોલી કરવામાં આવે છે. એટલું જ નહિ તેના માતા-પિતા જ તેને બજારમાં લઈ જાય છે.

માતા-પિતા સાથે જાય છે દીકરી :

છોકરીઓને તેના માતા-પિતા જ આ નવવધુઓની બજારમાં લઈને પહોંચે છે. આ બજારમાં નવવધુના દરેક પ્રકારના ખરીદનાર હોય છે. જે તેની મનચાહી બોલી લગાવતા હોય છે. જે સૌથી વધુ બોલી લગાવે છે માતા-પિતા પોતાની દીકરીનો સંબંધ તેની સાથે નક્કી કરી દે છે.વર્ષમાં આટલી વખત ભરાય છે નવવધૂની બજાર : બલ્ગેરિયાની સ્તારા જાગોર નામની આ જગ્યા પર વર્ષમાં ચાર વખત નવવધુની બજાર ભરાઈ છે. અહીં આવતા છોકરાઓ પોતાના પસંદની દુલ્હન ખરીદીને તેને પોતાની પત્ની બનાવે છે. એક રીપોર્ટ અનુસાર આ છોકરીઓની ઉંમર લગભગ 13 થી 20 વર્ષની જ હોય છે.

આ સમુદાય કરે છે નવવધુઓની બજારનું આયોજન :

નવવધુઓની આ બજાર કલાઈદઝો સમુદાય તરફથી આયોજિત કરવામાં આવે છે. અને અહીં કોઈ બહારના વ્યક્તિ નવવધુ નથી ખરીદી શકતા. એક રીપોર્ટ અનુસાર આ સમાજમાં હાલ લગભગ 18000 લોકો છે. એવું કહેવામાં આવે છે કે, આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરાનો કોઈ વિરોધ નથી હોતો. કારણ કે તેને શરૂઆતથી જ તેના માટે માનસિક રૂપે તૈયાર કરવામાં આવે છે.છોકરીમાં હોવા જોઈએ આ ગુણો : જાણકારી અનુસાર આ સમુદાયના લોકો પોતાની દીકરીઓને 13 થી 14 વર્ષની ઉંમર પછી સ્કુલમાંથી અભ્યાસ બંધ કરાવી દે છે. એવું કહેવામાં આવે છે કે, નવવધૂની બજારમાં આવનારી છોકરીઓને ઘરકામ આવડતા હોવા જોઈએ, અને ઉંમરમાં નાની હોવી જોઈએ. આ કારણ છે કે અહી આવનાર મોટાભાગની છોકરીઓ નાબાલિક હોય છે.

આટલામાં થાય છે ખરીદી :

જ્યારે છોકરાને છોકરી પસંદ આવે છે ત્યાર પછી ખરીદારીની કિંમત નક્કી કરવામાં આવે છે. એક રીપોર્ટ અનુસાર આ બજારમાં છોકરીઓની ખરીદી 300 થી 400 ડોલર સુધીમાં થાય છે.અગાઉ જ શરૂ થઈ જાય છે તૈયારીઓ : નવવધુઓની આ બજારમાં પહોંચવા માટે આ છોકરીઓ ઘણા દિવસો અગાઉ તૈયારી શરૂ કરી દે છે. વધુ પૈસા મેળવવા માટે તેને સુંદર દેખાવવું ખુબ જ જરૂરી છે. આ માટે તે સારા કપડાઓ અને મેકઅપ સાથે બજારમાં આવે છે.

છોકરીને પસંદ આવે છે છોકરો : બજારમાં છોકરી પસંદ આવ્યા પછી છોકરો તેને પત્ની માની લે છે. ત્યાર પછી બંને માતા-પિતાને આ લગ્ન માટે રાજી થવું પડે છે. છોકરો અને છોકરીની વચ્ચે ઘર-પરિવાર અને આવક પર ચર્ચા થાય છે. પછી પરિવારના લોકો ખરીદીની રકમ નક્કી કરે છે અને લગ્ન થઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment