માર્કેટમાં મળતી આ વસ્તુનું ક્યારેય ન કરો સેવન…. જાણો શું થયું આ વ્યક્તિઓ સાથે, જોઈ લેજો નહિ તો પસ્તાશો

માર્કેટમાં મળતી આ વસ્તુનું ક્યારેય ન કરો સેવન…. જાણો શું થયું આ વ્યક્તિઓ સાથે, જોઈ લેજો નહિ તો પસ્તાશો

હાલ મિત્રો એકવીસમી સદી ચાલી રહી છે અને લોકો પણ આ સમયમાં ખુબ જ આગળ વધી રહ્યા છે. આજકાલ લોકો એવું માને છે કે ટેન્શનના કારણે વ્યક્તિ પોતાના જીવનથી કંટાળી જાય છે. જે કંટાળાને દુર કરવા માટે લોકો આજે કેફી પદાર્થનું ખુબ જ સેવન કરવા લાગ્યા છે. તેમાં હવે તો માર્કેટમાં એક નવું ડ્રીંક પણ આવ્યું છે. જેનું નામ છે એનર્જી ડ્રીંક. આજકાલના યુવાનો અને લોકો એનર્જી ડ્રીંકને હેલ્દી અને એનર્જીક માનીને પીય રહ્યા છે. પરંતુ મિત્રો આજે અમે જે હકીકત તમને જણાવશું તેને જાણ્યા બાદ તમે ચોંકી જશો. કેમ કે એનર્જી ડ્રીંકનું સેવન કરનારા લોકો કદાચ તેની સચ્ચાઈથી દુર હશે અને તેના પરિણામથી અજાણ પણ હશે. મિત્રો એનર્જી ડ્રીંકમાં ખુબ જ માત્રામાં આવતું સુગર પ્રમાણ અને કેફીન જેવા તત્વો આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક અને જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તમે જ્યારે પણ એનર્જી ડ્રીંકનું સેવન કરો ત્યારે એકવાર તેના પર લાગેલા લેબલને ચોક્કસ વાંચવું જોઈએ. એનર્જી ડ્રીંક બનાવવા માટે જે કેમિકલ્સનો ઉપયોગ થાય છે તે આપણા શરીર માટે ખુબ જ ખતરનાક હોય છે.

આજે અમે બે એવા લોકો વિશે જણાવશું જે બધા લોકોને ચેતવણી આપી જાય છે. આ એક સત્ય બનેલી ઘટના છે. મિત્રો જે લોકો કેફિનયુક્ત પદાર્થોનું અથવા તો એનર્જી ડ્રીંકનું સેવન કરતા હોય તેમને એક ચોક્કસ ચેતવણી આપે છે. કેમ કે અમે જે વ્યક્તિ વિશે તમને જણાવશું તે બંને એનર્જી ડ્રીંક પીવાના ખુબ જ શોખીન હતા. તેની સાથે જે બન્યું તેના વિશે જાણીને તમે દંગ રહી જશો. તો ચાલો જાણીએ શું હતું એ બંને વ્યક્તિઓ સાથે. એક શિક્ષક જેનું નામ ડેન રોયલ્સ છે. તેની જીભ મોંમાં એક દિવસ અચાનક જ ગળવા લાગી. તેની જીભ અલગ અલગ જગ્યાથી ગળવા લાગી અને ત્યાર બાદ તરત ડેન એક ડોક્ટર પાસે ગયો. તો ત્યાં તેને જાણવા મળ્યું કે વધારે કેફીનના સેવનથી જ તેની જીભ આ રીતે ગળવા લાગી છે. કારણ કે ડેન દિવસ દરમિયાન રોજના 4 થી 6 કેન એનર્જી ડ્રીંકના પીય જતો હતો અને સાથે સાથે ધુમ્રપાન પણ કરતો હતો.

તેથી તેની અસર એટલી ગંભીર થઇ કે તેની જીભ અચાનક જ ગળવા લાગી અને દાંત પણ ખરાબ થઇ ગયા. વિચારો જો મિત્રો કેફીન આપણી જીભ અને દાંતને આટલું ગંભીર નુકશાન પહોંચાડી શકે તો વિચારો કે એ આપના શરીરમાં જઈને અંદર શું હાલત કરે. કેમ કે આપણા દાંત અને જીભ બંને અમુક અંશે મજબુત હોય છે જ્યારે આપણા પેટના અંદરના ભાગમાં રહેલા નાના નાના નાજુક અંગોને કેટલું નુકશાન થાય.  ડેને પોતાના ફેસબુક અકાઉન્ટમાં પોતાની જીભનો ફોટો મુક્યો હતો જે આખા વિશ્વમાં ખુબ જ વાયરલ થયો હતો અને એવું જણાવવા માંગતો હતો કે આ ડ્રીંકનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. જેથી લોકો સમજે અને કેફીનના સેવનથી બચે.

મિત્રો આ વ્યક્તિ તો કેફિનયુક્ત પદાર્થના સેવનથી સીધા ભગવાનના ધામમાં જતા રહ્યા. મિત્રો આ વ્યક્તિનું નામ છે ડીન વેરેન પોતાની આ આદતથી સીધા સ્વર્ગલોકમાં જ જતા રહ્યા. ડીન એક પ્રોફેશનલ બોડી બિલ્ડર હતો. તે ખુબ જ વધારે પડતું ફાસ્ટફૂડ જામતો હતો. તેથી ડીન જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે લોકોને લાગ્યું કે વધારે પડતું ફાસ્ટફૂડ ખાવાથી તે મૃત્યુ પામ્યો છે. પરંતુ હકીકત તો કંઈક અલગ જ હતી.

ડીન દર એક કલાકે બે કેન એનર્જી ડ્રીંક લેતો હતો. જીમ કરતો ત્યારે આ ડ્રીંક તેના માટે સારી સાબિત થઇ. પરંતુ સમય જતા ડ્રીંકના કારણે તેના શરીરમાં કેન્સરના નિશાન જોવા મળ્યા. જેથી તેણે એનર્જી ડ્રીંક પીવાની ખરાબ આદત છોડી દીધી અને તે બિલકુલ ઠીક થઇ ગયો. બિલકુલ ઠીક થઇ ગયા, પરંતુ તેણે ફરી એનર્જી ડ્રીંક લેવાનું શરૂ કરી દીધું અને ડીનના શરીરમાં ફરી પાછા કેન્સરના જીવાણુઓ જન્મ્યા અને અંતે તે મૃત્યુ પામ્યો.

મિત્રો જીવનમાં તક માત્ર એક વાર જ મળે છે. માટે જો ડીને તે તક સમજી લીધી હોત અને ફરી પાછું એનર્જી ડ્રીંક પીવાનું શરૂ ન કર્યું હોત તો આજે તે જીવંત હોત. મિત્રો કોઈ પણ આવા કેફીન વાળા પદાર્થનું સેવન કરતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવી લો અને જાણીને જ પીવું જોઈએ કે આ તમારા માટે નુકશાનકારક છે કે નહિ. તેથી મિત્રો હવે કોઈ પણ એનર્જી ડ્રીંક પીતા પહેલા તેના લેબલ પર લગાવેલ કેમિકલ્સ જરૂર જોઈ લેજો.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે જે વસ્તુ પીવાથી લોકોના જીવ જતા રહેતા હોય તેવી વસ્તુઓ માર્કેટમાં મળવી જોઈએ કે નહિ. કોમેન્ટ કરીને અવશ્ય તમારા અભિપ્રાયને શેર કરો.જેથી યુવાનો આ પિતા બંધ થાય.

Leave a Comment