કોરોનામાં ડોક્ટરે ખુબ જ વેંચી DOLO-650 નામની દવા, પડ્યા ઇન્કમટેકસના દરોડા… મળી આવ્યા અનેક કૌભાંડના દસ્તાવેજ અને કાળા કામો….

મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ તેમ કોરોનાકાળ હજુ સંપૂર્ણ પણે ગયો નથી. હજુ પણ કોરોના કેસ આવી રહ્યા છે. જો કે તેની પહેલા જેવી અસર નથી જોવા મળતી. પણ આજે આપણે વાત કરીશું DOLO મેડીસીન વિશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ DOLO મેડીસીન પાછળ ખુબ જ મોટું રાઝ રહેલું છે. તે શું છે એ આપણે જાણીશું આ લેખ દ્વારા. કોરોના સામે લડવા માટે જે મેડીસીન વપરાય છે તે કેટલા ટકા તમારા માટે સુરક્ષિત છે તે પણ જાણવું જરૂરી છે. 

સામાન્ય રીતે તાવના ઇલાજમાં ઉપયોગમાં લેવાતી ડોલો-650 દવા દરેક ઘરમાં મળી જાય છે. આ દવાની નિર્માતા કંપની માઇક્રો લેબ્સે કોરોનાકાળમાં તેનાથી ખૂબ નફો કર્યો છે. પરંતુ હવે કંપની દ્વારા આ દવાને વધારો આપવાને બદલે ડોક્ટરોને 1000 કરોડ રૂપિયાના ગિફ્ટ આપવાનો ખુલાસો થયો છે.ઇન્કમ ટેક્સ વિભાગે કરી તપાસ:- જાણવા મળતા એક રિપોર્ટ મુજબ, વીતેલ 6 જુલાઇના રોજ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે માઇક્રો લેબ્સ લિમિટેડના નવ રાજ્યોમાં રહેલ 36 જગ્યાઓ પર રેડ પાડી. સીબીડીટીએ જણાવ્યુ કે, કંપની વિરુદ્ધ કાર્યવાહી પછી વિભાગે 1.20 કરોડ રૂપિયાની અઘોષિત રકમ અને 1.40 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી હતી. 

જપ્ત દસ્તાવેજોએ ખોલ્યો મોટો રાઝ:-

કંપનીને ઇ-મેઈલ દ્વારા જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો, તેનો કોઈ જવાબ મળ્યો નહીં. સીબીડીટી મુજબ, કંપની દ્વારા 1000 કરોડ રૂપિયાના ફ્રી ગિફ્ટ વહેંચવાનો રાઝ તે દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની તપાસમાં ખૂલ્યો, જે ઇન્કમ ટેક્સની રેડ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા હતા. બયાનમાં કહેવામા આવ્યું છે કે, આ દસ્તાવેજો પરથી સાફ ખબર પડે છે કે, કંપનીએ પોતાની પ્રોડક્ટને વધારો આપવા માટે ખોટા હથિયારો અજમાવ્યા હતા.કોરોનાકાળમાં તોડ્યા વેચાણના રેકોર્ડ:- આ દવાની કિંમત ભલે ઓછી હોય પરંતુ તેને બનાવનાર કંપનીએ તેનાથી કમાણીનો જે ખેલ ખેલ્યો છે તે આજે ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારી દરમિયાન આ દવાના વેચાણમાં એ પ્રકારે ઉછાળો આવ્યું હતો કે તે બજારમાંથી ગાયબ થઈ ગયી હતી. 2020માં કોવિડ-19 ના કેસ સામે આવ્યા પછી 350 કરોડ ટેબલેટ વેચવામાં આવી હતી અને એક વર્ષમાં જ કંપનીએ લગભગ 400 કરોડની કમાણી કરી હતી. 

ડોક્ટરોએ જણાવ્યુ હતું ઇલાજમાં અસરકારક:- જોકે, સીબીડીટીના બયાનમાં સમૂહની ઓળખાણ ઉજાગર કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટમાં સૂત્રો મુજબ પુષ્ટિ કરવામાં આવી છે કે આ માઇક્રો લેબ્સ લિમિટેડ જ છે. સીબીડીટી મુજબ, તપાસ દરમિયાન બીજી પણ ઘણી વિત્તિય અનિયમિતતાઓની ખબર પડી છે. કોરોનાકાળમાં આ એનાલ્જેસિક અને એંટીપિયરેટિક દવા ડોલો-650ને ડોક્ટર તરફથી ઇલાજમાં સૌથી વધુ અસરકારક જણાવીને ઉપયોગમાં લાવવામાં આવી હતી. આમ કોરોના કાળમાં લગભગ દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ કોભાંડ જોવા મળ્યું છે. મોટાભાગના લોકો માટે કોરોના એ કમાણીનો રસ્તો બન્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment