પાનકાર્ડ અપડેટ કરવા હવે ઓફિસે ધક્કો નહિ થાય ! આ રીતે ઘરે બેઠા બેઠા માત્ર બે જ મિનીટમાં કરો અપડેટ.

ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કરતી વખતે સૌથી પહેલા પાનકાર્ડની જરૂર પડે છે. બેંક અથવા લેણદેણથી જોડાયેલા અથવા અન્ય કોઈ કામ હોય તો દરેકમાં પાનકાર્ડની જરૂર હોય છે. તેવામાં તમારા પાનકાર્ડમાં નામ, સરનામું કે કોઈ માહિતી અપડેટ કરવી હોય તો આપણે બહાર ઓફિસોના ધક્કા ખાતા હોઈએ છીએ. પરંતુ હવે એ ધક્કા ખાવાની જરૂર નહિ રહે. તમે ઘરે બેઠા બેઠા જ આસાનીથી જાણકારી સાથે પાનકાર્ડને અપડેટ કરી શકશો. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવશું કે કેવી રીતે ઘરે બેઠા બેઠા જ પાનકાર્ડ અપડેટ કરવું. માટે જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પાનકાર્ડને અપડેટ કરવા માટે સૌથી પહેલા તો તમારે NSDL ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. આ વેબસાઇટ પર સર્વિસ ટેબ પર જઇને PAN પર ક્લિક કરો. ત્યાર બાદ Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card પર ક્લિક કરો, માંગવામાં આવેલી જાણકારી ભર્યા બાદ કેપ્ચા કોડ સબમિટ કરો.

ત્યાર બાદ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો. જ્યારે e-KYC દ્વારા તમે ડોક્યુમેન્ટ્સ જમા કરાવી શકો છો. પરંતુ તેના માટે તમારે આધારકાર્ડની જરૂર પડશે. e-sign દ્વારા તમે સ્કેન તસ્વીરને સબમિટ કરી શકો છો. સબમિચ કર્યા બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જેનાથી તમે ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.પેમેન્ટ કરવા માટે તમને Pay Confirm પર ક્લિક કરો. પેમેન્ટ કર્યા બાદ તમને બેંક રેફરેંસ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર મળશે. આ દિવસોને સેવ કરી લો, પછી Contunue પર ક્લિક કરો. ત્યાર બાદ આધાર કાર્ડની નીચે બોક્સ પર ટિક કરો અને પછી Anthenticate પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારી જાણકારી આધારકાર્ડ સાથે મળી રહી છે તો contunue with e-Sign અને e-KYC પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.

હવે OTP નાંખીને સબમિટ પર ક્લિક કરો. ત્યાર બાદ એક નવું પેજ ખુલશે. જેમાં તમને એપ્લિકેશન ફોર્મ દેખાશે. જેમાં PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની છે. જે તમને ઇ-મેલ દ્વારા મળી જશે. ત્યાર બાદ આઇડી પ્રફૂ દરેક ડોક્યુમેન્ટ્સ તમને NSDL e-Gov ની ઓફિસમાં મોકલવાનું રહેશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment