રાજાના મહેલોને ભુલાવે એવી ભારતની શાહી ટ્રેન ! ટીકીટ છે પુરા 18 લાખની, જાણો વિશેષતા.

મિત્રો, ઘણી એવી મુસાફરી હોય છે કે, જેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે. આવી મુસાફરી ખુબ જ મોંઘી હોય છે. પરંતુ તેમ છતાં પણ મુસાફરીના શોખીન તેમાં ફરવાનું પસંદ કરે છે. મિત્રો, તમે હવાઈ જહાંજ, દરિયાઈ સફર, તેમજ બસ કે ટ્રેનમાં સફર તો કરી જ હશે. એવું માનવામાં આવે છે કે, સૌથી મોંઘી મુસાફરી હવાઈ જહાંજની હોય છે. પરંતુ એવું નથી. એવી પણ ટ્રેન છે, જેની મુસાફરી કરવી ખુબ જ મોંઘી છે. આવી જ એક ટ્રેન વિશે અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છે. જો તમે પણ આ ટ્રેન વિશે માહિતી જાણવા માંગતા હો, તો અંત સુધી લેખ જરૂરથી વાંચજો. 

ભારતમાં આવેલી આ ટ્રેન ખુબ જ પ્રખ્યાત છે. ભારતમાં આવેલ મહારાજા એક્સપ્રેસ ટ્રેનની મુસાફરીને દુનિયાની સૌથી લકઝરી ટ્રેન મુસાફરી કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે પણ વ્યક્તિ આ ટ્રેનમાં સફર કરે છે તેને સંપૂર્ણ શાહી ઠાઠ આપવામાં આવે છે. એટલું જ નહિ, પણ આ ટ્રેનની ખુબસુરતી વિદેશીઓને પણ ખુબ આકર્ષે છે. જો કે આ ટ્રેનનું ભાડું ખુબ જ મોઘું છે. તેનું વધુમાં વધુ ભાડું 18 લાખ રૂપિયા છે. 

આ ટ્રેન વિશે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ, આ ટ્રેનનું નિર્માણ ભારતમાં 2010 કરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં લગભગ 23 ડબ્બાઓ છે. આ ટ્રેન એટલે કે મહારાજા એક્સપ્રેસમાં માત્ર 88 લોકો જ મુસાફરી કરી શકે છે.આ મહારાજા એક્સપ્રેસમાં તમે જયપુર, જોધપુર, ઉદયપુર, દિલ્હી, આગ્રા, બિકાનેર, ફતેહપુર સીકરી, ખજુરાહો, ઓરછા, રણથંભોર, વારાણસી અને મુંબઈ જેવા સ્થળો પર મુસાફરી કરી શકાય છે. આ ટ્રેનમાં મુસાફરોને સંપૂર્ણ શાહી અંદાજમાં રાખવામાં આવે છે. 

આ મહારાજા એક્સપ્રેસની અંદર તમને બે શાહી રસ્તા જોવા મળશે. જેમાં એકનું નામ મયુર મહેલ અને બીજાનું નામ રંગ મહેલ છે. આમાં મુસાફરોની ખુબ સારી રીતે મહેમાનગીરી કરવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના ભોજન પણ મળે છે.આ ટ્રેન વિશે વધુમાં વાત કરીએ તો મહારાજા એક્સપ્રેસમાં 43 ગેસ્ટ કેબીન છે. જેમાંથી 20 ડિલક્સ કેબીન, 18 જુનિયર સુઈટ, 4 સુઈટ અને 1 પ્રેસિડેશીયલ સુઈટ આવેલા છે. જ્યારે અહીંના બધા જ કેબીનમાં મુસાફરોને એકદમ શાહી અનુભવ થાય છે. આ ટ્રેન વિશે એવું પણ જાણવા મળ્યું છે કે, મહારાજા એક્સપ્રેસના ડિલક્સ કેબીનનું ભાડું વધુમાં વધુ 4.83 લાખ રૂપિયા છે. જ્યારે જુનિયર સુઈટનું ભાડું 7.53 લાખ રૂપિયા સુધીનું છે અને સુઈટનું ભાડું 10.51 લાખ સુધીનું છે. પ્રેસિડેશીયલનું ભાડું 18 લાખ સુધીનું છે. આમ મહારાજા એક્સપ્રેસમાં યાત્રીઓ માટે કુલ 4 ટુર પેકેજ છે. જેમાંથી 3 પેકેજ 7 દિવસ અને 6 રાતના પેકેજ છે. જ્યારે 1 પેકેજ 4 દિવસ અને 3 રાતના છે.  

Leave a Comment