આ યોજનામાં દરરોજ કરો ફક્ત 45 રૂપિયાનું રોકાણ, જોતજોતામાં થઈ જશે 25 લાખ રૂપિયા… જાણો યોજના અને રોકાણની સંપૂર્ણ માહિતી…

મિત્રો દરેક લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે અનેક પોલીસીમાં પોતાનું રોકાણ કરે છે. આ પોલીસીમાંથી એક LIC ની છે. એટલે કે જીવન વિમા નિગમ. જેમાં જે લોકોએ પોતાનું રોકાણ કરેલું છે. તેમને જરૂરથી ફાયદો થયો છે. જો કે LIC ના અનેક ફાયદાઓ છે જેને તમે કદાચ નહિ જાણતા હોય. LIC તમારું જીવન તો સુરક્ષિત કરે છે સાથે બીજી અનેક મદદ પણ કરે છે. LIC માં તમે દરરોજના 45 રૂપિયા જમા કરીને 25 લાખ સુધીની રકમ મેળવી શકો છો. ચાલો તો LIC ના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.  

ભારતીય જીવન વીમા નિગમ પોતાના ગ્રાહકો માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવે છે. એવી જ એક સ્કીમ છે જીવન આનંદ પોલિસી. જો તમે ઇચ્છતા હોય કે વધારે રોકાણનો બોજ પણ તમારા પર ન પડે અને અમુક વર્ષો પછી મોટી રકમ તમને મળે તો, આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમને ઘણા મેચ્યોરિટી બેનિફિટ મળે છે. જીવન આનંદ પોલિસીનું પ્રીમિયમ ટર્મ પોલિસીની જેમ જ છે. એટલે કે જેટલા સમયની તમારી પોલિસી છે તમે તેટલા સમય સુધી પ્રીમિયમ ભરી શકો છો.દરરોજ કરો 45 રૂપિયાની બચત:- જીવન આનંદ સ્કીમમાં તમે લગભગ 1358 રૂપિયા મહિનાના જમા કરીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. તે માટે તમારે લોંગ ટર્મ માટે રોકાણ કરવાનું રહેશે. જો તમે જીવન આનંદ પોલિસીમાં 35 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમને સ્કીમની મેચ્યોરિટી પૂરી થાય ત્યારે 25 લાખ રૂપિયા મળશે. તે માટે તમારે દરરોજના હિસાબથી 45 રૂપિયા બચાવવાના રહેશે. તે પ્રકારે તમને મહિનાના 1358 અને વર્ષના લગભગ 16,300 રૂપિયા જમા કરવાના રહેશે. 

મળે છે બોનસ:- આ પ્રકારે તમે 35 વર્ષમાં કુલ 5.70 લાખ જેટલા રૂપિયા જમા કરશો. તેમાં બેઝિક વિમાની રકમ  પાંચ લાખ રૂપિયા હશે. સાથે જ રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા અને ફાઇનલ એડિશનલ બોનસ 11.50 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પોલિસીમાં બે વખત બોનસ પણ મળે છે, પરંતુ તે માટે પોલિસી 15 વર્ષની હોવી જરૂરી છે.મળે છે ઘણા રાઈડર્સ:- જો પોલિસી હોલ્ડરનું કોઈ કારણસાર મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીના 125 ટકા ડેથ બેનિફિટ મળે છે. તેમ જ જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી મેચ્યોર થયા પહેલા થાય છે, તો નોમિનીને ખાતરીપૂર્વક સમયની બરાબર પૈસા મળે છે. 

જીવન આનંદ સ્કીમમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું વીમા રકમ હોય છે. વધુમાં વધુ માટે કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. આ પોલિસી સાથે તમને ચાર રાઈડર્સ મળે છે. એક્સિડેંટલ ડેથ એન્ડ ડિસેબીલીટી રાઇડર, એક્સિડેંટ બેનિફિટ રાઇડર, ન્યુ ટર્મ ઇન્શ્યોરન્સ રાઇડર અને ન્યુ ક્રીટીકલ ઇલનેસ બેનિફિટ રાઇડર. આ સ્કીમ મુજબ કોઈ પણ પ્રકારની ટેક્ટ છૂટ મળતી નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment