તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં રોજિંદા કરવામાં આવે છે. તેમજ ઘણા ઘરમાં તો વૃક્ષ પણ વાવવામાં આવે છે. લીંબુનું વૃક્ષ વાવવું તો ખુબ જ સરળ છે પરંતુ તેની સંભાળ રાખવી અને તેના ફળની રાહ જોવી ખુબ જ મુશ્કેલ છે. જો કે લીંબુનું વૃક્ષ સારી રીતે વાવવામાં આવે તો તેમાં 2 થી 3 વર્ષમાં ફળ આવવા લાગે છે.

પરંતુ ઘણા લોકો સાથે એ મુશ્કેલી રહે છે કે, તેનું વૃક્ષ ફળ કે ફૂલ નથી આપતા. સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે તમારું વૃક્ષ કોઈ સ્ટ્રેસમાં તો નથી ને. આ સ્થિતિ ઓછી ઉંમરના વૃક્ષ સાથે વધુ થાય છે. 2 થી 3 વર્ષ કરતા વધુ સમયનું વૃક્ષ થઈ ગયું છે તો પ્લાન્ટ સ્ટ્રેસ ઓછું હશે, ઓછી ઉંમર વાળા વૃક્ષ સાથે આવું વધુ બનતું હોય છે.

છોડમાં ફળ કેમ નથી આવી રહ્યા ? : લીંબુના છોડમાં જો લીંબુ નથી આવી રહ્યા તો ઘણા કારણો જવાબદાર હોય છે. લીંબુના છોડને પર્યાપ્ત ન્યુટ્રીશન નથી મળી રહ્યું, ખુબ જ ખરાબ મૌસમ છે, એટલે કે જરૂર કરતા વધુ વરસાદ, ગરમી, ઠંડી વગેરે હોય શકે છે, ખુબ જ વધુ પાણી પાવું એ પણ એક મોટી સમસ્યા હોય શકે છે.

વૃક્ષ પરથી ફૂલોનું પડી જવું, બગીચામાં પોલીનેટર્સ (માખી) નું ના હોવું, જરૂર કરતા વધુ ખાતરનો ઉપયોગ કરવો, છોડની માટીનું વધુ કડક થઈ જવું, છોડને પર્યાપ્ત તડકો ન મળવો. આ બધા કારણો તમારા લીંબુના છોડના ગ્રોથને અટકાવે છે અને તમને વધુ પરેશાન કરે છે. ચાલો તો જાણી લઈએ લીંબુના છોડમાં કરી રીતે વધુ ફળ લાવી શકાય છે.

સુર્યનો તાપ : લીંબુના ફૂલ નીચે પડે પણ નહિ અને ફળ પણ બરાબર પાકે, આ માટે તમારે ધ્યાન રાખવું જોઈએ કે, તે વૃક્ષને 6 કલાક તડકો મળવો જોઈએ. જો એમ નહિ થાય તો તે છોડનો બરાબર ઉછેર નથી થતો, પછી ફળ આવવા મુશ્કેલ છે. લીંબુનો છોડ કુંડામાં પણ ફળ આપવા લાગે છે આ માટે તમારે ધ્યાન એ રાખવું પડે છે કે, તે સારા તડકા વાળી જગ્યાએ રાખવો જોઈએ.

પાણી પીવડાવા વખતે ધ્યાન રાખો આ બાબતોનું : લીંબુનું વૃક્ષ થોડી વધુ દેખભાળ માંગે છે આમ તેમાં પાણી વધુ કે ઓછું પાવામાં આવે તો મુશ્કેલી થઈ શકે છે. આથી સૌથી પહેલા દેખભાળ એ છે કે, તમે યોગ્ય માત્રામાં પાણી આપો.

માટીમાં નમી હોય તો પાણી ન આપો, માટીને સાવ સુકાવા પણ ન દો નહિ તો વૃક્ષને નુકશાન થઈ શકે છે. જો માટી ઉપરથી 1 ઇંચ જેટલી સુકાઈ ગઈ છે તો સારી રીતે કુંડાને પાણીથી ભરી દો, અને કુંડામાંથી પાણી ન નીકળે ત્યાર સુધી પાણી આપો, પછી 3 થી 4 દિવસ સુધી તેમાં પાણી ન પાવું. લીંબુના છોડની માટી પોરસ હોવી જોઈએ, ત્યારે જ તે સારી રીતે ઉછરે છે.

ખાતરનું યોગ્ય ધ્યાન રાખો : વધુ પડતું ખાતર અથવા ઓછું ખાતર પણ તમારા વૃક્ષને નુકશાન કરી શકે છે. અને આ ફૂલોનું પડવા અને ફળ ન આવવા પાછળનું મોટું કારણ બને છે. હંમેશા સીટ્રસ છોડ માટે નાઈટ્રોજનથી ભરપુર ખાતર નાખવું જોઈએ. વર્ષમાં ચાર વખત એટલે કે ત્રણ મહિના અંતરે ખાતર નાખવું જોઈએ. તેનાથી વધુ ખાતર તમારા છોડને નુકશાન કરી શકે છે. માટીને હંમેશા પહેલા ખોદો અને પછી ખાતર નાખો.

તાપમાન : ખુબ વધુ ખરાબ મૌસમ છે તો તમે તમારા છોડને યોગ્ય જગ્યાએ રાખો. દરેક પ્રકારનું તાપમાન નાના લીંબુના છોડને નુકશાન કરી શકે છે. જો છોડ મોટો થઈ ગયો છે તો કોઈ પરેશાની નહિ થાય. પણ નાના છોડને સંભાળીને રાખવા પડે છે.

છોડની કાપણી : છોડની કાપણી કરવી પણ જરૂરી છે. જેનાથી તે વધુ વધે. દરેક વખતે ઋતુ બદલાતા છોડના ઉપરથી કાપણી કરવી જોઈએ. આમ કરવાથી છોડ ખરાબ થવાથી બચી શકે છે. સાથે જ તેમાં કોઈ જીવાત થઈ છે અથવા તો તેના પાનમાં કોઈ બીમારી થઈ છે તો તેનાથી છુટકારો મેળવી શકાય. આમ કાપણી કરેલ છોડ જલ્દી વધે છે. જો તમે અ બધી ટીપ્સ ફોલો કરશો તો તમારો છોડ જલ્દી ફળ આપશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment