જાણો શા માટે લોકો હનીમુન પર જાય છે….   હનીમૂનમાં છુપાયેલા કેટલાક અજાણ્યા રહસ્યો.

જાણો શા માટે લોકો હનીમુન પર જાય છે…. હનીમૂનમાં છુપાયેલા કેટલાક અજાણ્યા રહસ્યો.

મિત્રો દરેક છોકરો કે છોકરી જ્યારે પુખ્તવયના થાય ત્યારે લગ્નના મીઠા સપના અવશ્ય જોતા હોય છે. કેમ કે દરેક વ્યક્તિનું જીવન લગ્ન બાદ એક નવા અંદાજમાં હોય છે. જેમાં સુખો અને પોતાની ઈચ્છાઓને માન્ય રાખવામાં આવે છે. લગ્ન બાદ છોકરી અને છોકરો બંને એક બીજાને વ્યવસ્થિત સમજી શકે છે. પરંતુ આજના સમયમાં લગભગ લોકો લગ્ન પહેલા જ છોકરો કે છોકરીને સારી રીતે જાણી લેતા હોય છે. પરંતુ પહેલાના સમયમાં તેવું ન હતું. પહેલા માતા-પિતા છોકરો અને છોકરી જોઇને લગ્ન કરી નાખતા. ત્યારે એકબીજાને સમજવાનો સમય જ આપવામાં ન આવતો. પરંતુ લગ્ન બાદ બંને એકબીજાને સમજતા હતા.

પરંતુ હવેના સમયમાં લગભગ એકબીજાને ખુબ જ નજીકથી જાણવા માટે છોકરી અને છોકરો લગ્ન બાદ તરત જ હનીમુન માટે જતા હોય છે. તમને જણાવી દઈએ કે હનીમુન એ પશ્વિમી સંસ્કૃતિ છે. પરંતુ હવે તેનું વલણ ભારતમાં પણ ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. લોકોનું એવું માનવું હોય છે કે હનીમુન એ એકબીજાને સમજવા માટેની એક યાત્રા હોય છે. જે જીવનનો એક લ્હાવો હોય છે. તો આજે અમે તમને જણાવશું કે લગ્ન બાદ શા માટે લોકો હનીમુનમાં જતા હોય છે. તો જાણો આ લેખમાં કે હનીમુન કરવા લોકો શા માટે જાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હનીમુન પર જવું તેનું કારણ એ નથી કે ત્યાં જઈને માત્ર આરામ કરવો. પરંતુ તે સમય એવો હોય છે કે જ્યારે દાંપત્યજીવનમાં બંધાયેલ બે વ્યક્તિ એકબીજાને સારી રીતે સમજી શકે. આ સમય એકબીજાને સમજવા માટે શ્રેષ્ઠ હોય છે.

આમ જાણીએ તો લગ્નનો મતલબ જ ધમાલ અને મસ્તી કરવાનો હોય છે. પરંતુ લગ્ન સંબંધમાં જોડાયા બાદ જો તમારા પાર્ટનરને સમય આપવામાં આવે તો તેને ભરોસો આવી જાય છે કે, તમે આખું જીવન તેનો સાથ નહિ છોડો. માટે હનીમુન એકબીજા વચ્ચેની સમજણને પણ વિકસાવે છે.

આમ પણ લગ્નમાં નવા દંપત્તિ લોકોથી ઘેરાયેલા હોય છે, બધા જ લોકો નવદંપત્તિના લગ્નનું જશ્ન માનવતા હોય છે. પરંતુ દુલ્હન અને વરરાજાને એ બધી મજા ન માણવાની હોય. પરંતુ લગ્ન બાદ જો હનીમુન પર જાય તો બંનેને એકબીજા માટે એકાંતનો સમય મળી રહે છે. લગ્નની ઉજવણી રૂપે તે હનીમુન માનવતા હોય છે.

તો હનીમુનમાં તમારે તમારા પાર્ટનરને સંપૂર્ણ સમય આપવો પડે છે. લગ્નના બે દિવસ બાદ લગભગ વ્યક્તિ થાકી જતો હોય છે. પરંતુ જો પતિ અને પત્ની બંને લગ્નની વ્યસ્તતા બાદ જો હનીમુન પર જાય તો બંનેને સુકુન મળે છે. તેનાથી બંને વચ્ચેનો શારીરિક અને માનસિક લગાવ પણ વધે છે.

હનીમુનમાં તમે ઘર-પરિવાર અને મિત્રોથી દુર માત્ર એક જ વ્યક્તિ સાથે હો, ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પણ તમારા પાર્ટનર સાથે હોય છે. તો એ સમયે તમે એકબીજાની પસંદ નાપસંદ વિશે પણ જાણી શકો છો. સાથે સાથે અન્ય પણ વાતો જાણી શકો છો.

આગળ પણ જણાવ્યું તે અનુસાર હનીમુન એક પશ્વિમી સંસ્કૃતિ છે, પરંતુ તે એકબીજાને સમજવા માટે તે યોગ્ય છે. તેનાથી સંબંધોમાં મજબૂતી પણ આવે છે. માટે લોકો હનીમુન પર જતા હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment